________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 67 આમ જોઈએ તો “અવિદ્યા પણ પારમાર્થિક દૃષ્ટિએ મિથ્યા છે. કારણ કે એ બ્રહ્મના સ્વરૂપનો અંશ હોઈ શકે નહિ. એમ લાગે છે કે જગત પ્રપંચને મિથ્યા અને પારમાર્થિક દૃષ્ટિએ અસત્ તરીકે ઘટાવવા માટે અવિદ્યા માની છે; પારમાર્થિક દૃષ્ટિમાં અવિદ્યાનું પણ કોઈ અસ્તિત્વ નથી.”૨૪ પરાવિદ્યા કે જ્ઞાનથી આ અવિદ્યાનું નિરસન થતા અધ્યાસો પણ દૂર થતા જ બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ થતા હું જ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એવી જે અવસ્થાની પુનઃપ્રાપ્તિ તે જ મોક્ષ છે. યોગવાસિષ્ઠઃ કેવલાદ્વૈતવેદાન્તની વિચારધારાની પ્રસ્તુતિમાં યોગવાસિષ્ઠ રામાયણ પણ એક નોંધપાત્ર ગ્રંથ છે. તેનો મુખ્ય વિષય વિવર્તવાદ જ છે. પણ તે કઠિન વિષયને અહીં અનેક રસભરી કથાઓથી રોચક બનાવવામાં આવ્યો છે, તે તેની વિશેષતા છે. મહર્ષિ વસિષ્ઠ અને શ્રીરામ વચ્ચેના સંવાદરૂપે રચાએલા આ ગ્રંથમાં ભારતીય દર્શનોના સિદ્ધાંતોનું પરિષ્કૃત સંસ્કરણ અને નિષ્કર્ષરૂપે અજાતિવાદનું સ્થાપન થયું છે. યો.વામાં પ્રબોધિત વેદાન્ત વિચાર સંક્ષેપમાં આ પ્રમાણે છે - એકમાત્ર બ્રહ્મ જ પૂર્ણરૂપે પ્રકાશે છે. આ જે દૃશ્યરૂપી જગત છે, તે સ્વમની જેમ આત્મામાં જ ભાસે છે. 25 આત્મા તો જેવો છે, તેવો જ રહે છે. તે જ સત્ છે. તેના ઋત, આત્મા, પરબ્રહ્મ, સત્ય એવા નામો કલ્પાએલા છે. તે આત્મા કોઈપણ વિકાર પામતો નથી. પરંતુ બ્રાન્તિને લીધે તે “જીવ” એવું શુદ્ર નામ પ્રાપ્ત કરે છે. પછી સંકલ્પાદિના મનન દ્વારા તે મન તરીકે ભાસે છે. જેમ ઝાંઝવાના જળની નદી સાચી જેવી જણાતી મિથ્યા ચંચળ લહરીઓ ઉત્પન્ન કરે છે, તેમ મન સાચી જેવી જણાતી જગત એવી મિથ્યા ઇન્દ્રજાળની શોભા ઉત્પન્ન કરે છે. દષ્ટા ઉપર દશ્યની સત્તા થાય છે, તે જ બંધ છે. પણ દશ્યનો બાધ થવાથી તેના મિથ્યાપણાનું જ્ઞાન થાય છે, પછી કેવળ દૃષ્ટા-આત્મા જ રહે છે, તે જ મોક્ષ છે.(૨૧) ખરું જોતા તો આત્મા વગેરે નામો પણ સ્વાભાવિક નથી, તે પણ કલ્પિત છે - આરોપિત છે. સાંખ્યશાસ્ત્રીઓ તેને પુરુષ કહે છે, વેદાન્ત શાસ્ત્રીઓ તેને અત્યંત નિર્મળશુદ્ધ બ્રહ્મ કહે છે. વિજ્ઞાનવાદીઓ તેને ક્ષણિક વિજ્ઞાનરૂપ કહે છે તો શૂન્યવાદીઓ તેને શૂન્ય કહે છે. આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે, છતાં પણ તેની સત્તાથી જ સત્તાવાન જણાય છે. શાંત સ્વરૂપ એ પરમાત્મા અસંગ છે. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને અધિષ્ઠાન સ્વરૂપ