________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 65 યુગોથી રૂઢ થઈ ચૂક્યો છે. તેથી તેને બદલવો હોય કે નિર્મૂળ કરવો હોય તો તે માટે એક ખાસ પદ્ધતિ અપનાવવી પડે. એટલે શ્રી શંકરાચાર્યે વ્યવહારિક સત્તાનો પ્રથમ તો સ્વીકાર કર્યો. પણ સાથે સાથે એમ પણ કહ્યું કે અસ્તિત્વ કે સત્તા વ્યાવહારિક સત્તા એવા એક જ પ્રકારની નથી. એ સત્તા ત્રણ પ્રકારની હોઈ શકે - વ્યાવહારિક, પ્રતિભાસિક અને પારમાર્થિક. વ્યાવહારિક સત્તા સાથે આપણો ઘરોબો છે. તેથી શ્રી શંકરાચાર્યે એનો સ્વીકાર તો કર્યો. એટલું જ નહીં વિજ્ઞાનવાદનો વિરોધ કરી એનો બચાવ પણ કર્યો. તેમણે ઈશ્વરનો પણ એ રીતે સ્વીકાર કરી, તેને જગતનો સ્રષ્ટા પણ માન્યો. વૈદિક કર્મકાંડ પણ સ્વીકાર્યા. પાપ-પુણ્ય અને દેવયાન-પિતૃયાનની માન્યતા પણ સ્વીકારી. પરંતુ આ બધું સ્વીકાર્યા પછી એમણે જાણે કે તરત જ એમ પણ કહ્યું કે - આ આપણી સમજણ છે અને એ સમજણનું નામ છે અપરાવિદ્યા. અપરાવિદ્યા વ્યાવહારિક સત્તા અને કાર્ય-કારણ સંબંધને સ્વીકારીને ચાલે છે અને એ રીતે એમણે સાંખ્યના સત્કાર્યવાદને અનુમોદન પણ આપ્યું. પણ પછી એમણે કહ્યું કે એક પરાવિદ્યા પણ છે. તેના પ્રકાશમાં જો જોઈશું તો પદાર્થોની વિવિધતા ઓગળતી જશે. એટલું જ નહીં, પણ તેમની સત્તા ખરેખર આપણે જે રીતે માનવા ટેવાયેલા છીએ, એવી નથી. એ તો દેશ-કાળ અને નિમિત્ત વગેરેથી પ્રતીત થતી લાગે છે. એ સીમાઓથી મુક્ત થઈને જોઈએ ત્યારે સત્કાર્યવાદ પ્રમાણે એક જ તત્ત્વના આવિર્ભાવ રૂપે જગત છે એમ સમજાશે. પણ સાંખ્યનો સત્કાર્યવાદ-પ્રકૃતિજડતત્ત્વને આનું કારણ માને છે અને ચેતન એવા પુરુષને ઉદાસીન કે નિષ્ક્રિય માને છે. તેનો શંકરાચાર્ય વિરોધ કરે છે. પુરુષ અને પ્રકૃતિ એવા બે અંતિમ તત્ત્વોના સ્થાને માત્ર એક જ ચેતન સર્વવ્યાપી - અદ્રય તત્ત્વ છે. વળી સાંખ્યના પરિણમનને પણ શંકર સ્વીકારતા નથી. મૂળ તત્ત્વ બ્રહ્મ અવિકારી છે. તેથી તે જગતનું ઉપાદાન કારણ માનો તો પણ સ્વયં કોઈ પરિણમન પામતું નથી. તે પરિણમન નથી, પણ માત્ર વિવર્ત છે. બ્રહ્મ આમ જગતરૂપે માત્ર દેખાય છે, પણ મૂળમાં તે બ્રહ્મથી ભિન્ન નથી. આ કાર્યકારણવાદને વિવર્તવાદ કહેવામાં આવે છે. 20 કેવલાદ્વૈતવેદાન્તનો આ વિવર્તવાદ અન્ય કાર્યકારણવાદોથી એ રીતે જૂદો પડે છે કે આમાં કોઈ વાસ્તવિક પરિણમન થતું નથી. આમ વ્યાવહારિક સત્તામાંથી પ્રતિભાસિક સત્તા તરફ શંકર લઈ જાય છે. પણ આમ કેમ થાય છે, એના ઉત્તરમાં શ્રી શંકર કહે છે કે આમ અધ્યાસ-અવિદ્યા કે માયાથી થાય છે. અવિદ્યાને લીધે જ બ્રહ્મમાં જગત-જીવાત્મા વગેરે ઉત્પન્ન થતા જણાય છે. જેમ અવિદ્યાથી બ્રહ્મ વ્યાવહારિક જગતરૂપે ભાસે છે, તેમ દેહસ્થ ચૈતન્યરૂપ જીવની પણ વ્યાવહારિક સત્તા છે. ખરેખર તો આત્મા પણ બ્રહ્મ જ છે : જીવાત્મા