________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ શરીરથી ભિન્ન હોવા છતાં શરીરના કૃશતા વગેરે ધર્મોનો આત્મામાં અધ્યારોપ કરી હું કૃશ છું, સ્થૂળ છું એમ માને છે. આ અધ્યારોપ વ્યવહારમાં સાર્વત્રિક છે. તેના મૂળમાં અવિદ્યા છે. અવિદ્યાને માયા પણ કહે છે. (જો કે કેટલાક આચાર્યો માયા અને અવિદ્યાને ભિન્ન માની એમના કાર્યો આપે છે, પણ શ્રી શંકરે એવા પ્રતીતિપૂર્વકના ભેદનો આગ્રહ રાખ્યો હોય તેમ લાગતો નથી.) અવિદ્યા કે માયાના સ્વરૂપ અને તેના આશ્રય વિષે તેમજ જો તે બ્રહ્મની શક્તિ છે, તો તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન અને એ સ્થિતિમાં બ્રહ્મના સ્વરૂપ વિષે - એમ પછીના વેદાન્તાચાર્યોએ ઘણી ઊંડી ચર્ચા વિચારણા કરી છે. માયા કે અવિદ્યાના કારણે જ, જે નથી તે દેખાય છે. પણ તેનાથી જે ખરેખર છે, તેમાં કોઈ ફેર પડતો નથી. દેહધર્મોનો અધ્યાસ આત્માને કે જગતનો અધ્યાસ બ્રહ્મને કોઈ જ અસર પમાડી શકતો નથી. અહીં કેવળ નામ-રૂપ જ બદલાય છે. જેમ જાદુગર પર તેની માયા-જાલની કોઈ અસર થતી નથી, કારણ કે તે મિથ્યા છે, તેમ અવિદ્યાથી અધ્યસ્ત જગત પ્રપંચથી પરમ આત્મામાં કોઈ વિકાર થતો નથી. આ ઉપરાંત મિથ્યાત્વ કે આભાસ માટે રજુ-સર્પનું દષ્ટાન્ત પણ આપવામાં આવે જ છે. વેદાન્તના વિવર્તવાદનું આ જ સ્વારસ્ય છે. આ વિવર્તવાદને સમજાવતા સ્વામી વિવેકાનંદ કહે છે - According to the Advaitist proper, the followers of Shankaracharya, the whole Universe is the apparent evolution of God... The celebrated illustration used is that of the rope and the snake, while the rope appeared to be the snake, but was not really so. The rope did not really Being. It is unchanged and all the changes we see in it are only apparent. These changes are caused by Desh, Kala and Nimitt (space, time and caution) or according to a higher psychological generalization by Nama and Rupa (name and form). It is only by name and form that one thing is differentiated from another. Again it is not, the Vedantists say, that there is something as phenomenon and something as noumenon. The rope is changed into the snake appearantly only and when the delusion ceases, the snake vanishes.?? શંકરાચાર્યના અનુયાયીઓ અવિદ્યાને જ જગતનું ઉપાદાન કારણ માની તેને જ સત્ત્વાદિ ત્રિગુણમયી કહી છે. આ રીતે જોતાં “વ્યાવહારિક કે અપરાવિદ્યાની દૃષ્ટિએ કોઈ જગત કારણની સમજૂતિ આપવી હોય તો અવિદ્યાને આવી કારણ શક્તિ માનવી અનિવાર્ય બને છે. બાકી કેવલાદ્વૈતમાં કાર્યકારણ ભાવને પારમાર્થિક દૃષ્ટિએ કોઈ અવકાશ નથી.૨૩