Book Title: Bharatiya Darshanoma Parinamvad
Author(s): Vasant Parikh
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 63 તે છે જ. વળી સત્કાર્યવાદ પ્રમાણે માટીની જેમ ઉપાદાન કારણ જ કાર્યરૂપ છે અર્થાત્ કાર્યના આકારે પરિણમે છે. એ મુજબ પ્રધાન વગેરે કારણ અજન્મા રહીને મહતુ તત્ત્વ વગેરે કાર્યરૂપે જન્મે છે, એવો અર્થ થાય. પણ મહતુ વગેરે રૂપે જો પ્રધાન જન્મતું હોય તો એને અજન્મા શી રીતે કહેવાય ? તેથી અજન્મા જન્મે છે, એવી વિપરીત વાત કરે છે. વળી તેઓ પ્રધાનને નિત્ય માને છે. પરંતુ એક ભાગમાં ભાંગી ગએલું - ફૂટી ગયેલું - એ પ્રધાન નિત્ય શી રીતે હોઈ શકે ? લોકમાં એક ભાગથી ફૂટી જતાં અવયવોવાળા ઘડા વગેરે પદાર્થો નિત્ય જોવામાં આવતા નથી. એક ભાગમાં ભાંગેલું હોવું અને સાથે સાથે નિત્ય પણ હોવું - એવી વિરુદ્ધ વાત જ તેઓ કરે છે. મરઘીનો એક ભાગ રાંધવા માટે અને બીજો ભાગ ઈંડા મૂકવા માટે રાખી શકાય નહિ." * ગૌડપાદ બૌદ્ધોનો અસત્કાર્યવાદનું પણ ખંડન કરે છે. તેઓ કહે છે કે - અસતમાંથી સત્ ઉત્પન્ન થાય છે, એવા મતનું સમર્થન કરે એવું કોઈ દષ્ટાન્ત નથી. દષ્ટાન્તના અભાવમાં એ જ વસ્તુથી કાંઈ ઉત્પન્ન થતું નથી એમ સાબિત થાય છે.૧૬ ન્યાયવૈશેષિકોના અસત્ કાર્યવાદનું ખંડન ગૌડપાદ માત્ર તુમસસ્તુતઃ | અસત્પદાર્થ સહેતુવાળો કેમ થઈ શકે ? એમ કહીને કરે છે અર્થાત્ સહેતુમાંથી અસકાર્ય સંભવી શકતું નથી. (4-40) આ ઉપરાંત ગૌડપાદ બૌદ્ધોના બાહ્યાર્થવાદ, વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું પણ ખંડન કરે છે. (4-25-28) આમ આ બધા કાર્યકારણવાદનું ખંડન કરી ગૌડપાદ કહે છે કે અસત્ પદાર્થ અસત્ હેતુવાળો, સત્ પદાર્થ અસત્ હેતુવાળો, સત્ પદાર્થ સત્ હેતુવાળો અને અસત્ પદાર્થ સત્ હેતુવાળો હોતો નથી. (4-40) ભાષ્યમાં આ અર્થનો ઉપસંહાર કરતાં શંકરાચાર્ય કહે છે કે - આ સિવાય બીજો કોઈ કાર્યકારણભાવ સંભવતો નથી, તેમજ કલ્પી પણ શકાતો નથી. તેથી વિવેકીઓની દષ્ટિએ કોઈનો પણ કાર્યકારણભાવ સિદ્ધ થઈ શકતો નથી, એવો અભિપ્રાય છે.' જો એક પરમતત્ત્વ જ સત્ય હોય અને તે સિવાય બીજું કંઈ જ ન હોય તો વ્યવહારમાં જણાતા જડ અને ચેતન પદાર્થોનો શો ખુલાસો છે ? એવી શંકાના ઉત્તરમાં ગૌડપાદ કહે છે, એ બધા વાસ્તવમાં છે નહીં પણ સંવૃત્તિ - એટલે કે અવિદ્યા કે માયાથી જ હોય એવા ભાસે છે. જીવો કે ઇતર પદાર્થો તત્ત્વતઃ નથી જન્મતા એમનો જન્મ માયા જેવો છે અને માયાનું તો અસ્તિત્વ જ નથી. આમ છેવટની સ્થિતિમાં તો અવિદ્યા જેવું પણ કંઈ જ નથી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98