________________ 62 ભારતીય દર્શનોમાં પરિણામવાદ જ ઇષ્ટ છે, એવી આપત્તિ આવી પડશે. પરંતુ એને ઈષ્ટ માનવું શક્ય નથી, કારણ કે આત્માનું નિરાકરણ અત્યંત મુશ્કેલ છે, કેમકે નિરાકરણ કરનારાનો જ આત્મા છે, એવો અર્થ થાય છે.૨ પછીની (2-12) કારિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આત્મદેવ પોતાની માયાથી પોતે જ પોતાને કહ્યું છે, એ જ (એ રીતે) કલ્પેલા ભેદોને જાણે છે. એવો વેદાન્ત (ઉપનિષદો) નો નિશ્ચય છે. સમર્થ આત્મા પોતાના ચિત્તની અંદર (વાસના રૂપે) રહેલા બીજા (સૂક્ષ્મ) પદાર્થોને વિવિધ રૂપે પ્રગટ કરે છે અને ચિત્તની બહાર નિયતરૂપે રહેલા (સ્થૂલ) પદાર્થોને પણ કહ્યું છે. (2-13) અહીં કહેવાનો ભાવ એ છે કે દુનિયામાં કુંભાર કે વણકર ઘડો કે વસ્ત્ર બનાવવા માંગે, ત્યારે પહેલાં બુદ્ધિમાં, વ્યવહાર માટે અયોગ્ય એમના આકારોની ભાવના કરીને, પાછળથી એમને જ બહાર નામરૂપવાળા બનાવે છે. એ રીતે આ આદિ કર્તા પણ માયારૂપ પોતાના ચિત્તમાં અવ્યક્ત નામરૂપવાળા સર્જવા ઇચ્છેલા પદાર્થોની પહેલાં ભાવના કરીને, પાછળથી બધા જોઈ-જાણી શકે એવા રૂપોમાં બનાવે છે. કલ્પનાનો આવો ક્રમ છે. (આનન્દગિરિ) ગૌડપાદ આગળ કહે છે કે આત્મા પહેલાં પોતાને જીવ કહ્યું છે અને પછી વિવિધ પ્રકારના બાહ્ય અને આધ્યાત્મિક ભાવોને કહ્યું છે. એના જ્ઞાન મુજબ એની સ્મૃતિ હોય છે. (2-16). આ રીતે ગૌડપાદના મતે આંતર-બાહ્ય પદાર્થો અને જીવો પણ કેવળ આત્માબ્રહ્મની કલ્પના માત્ર છે. તે વિવર્ત માત્ર છે. પરમાર્થત એક જ પરમતત્ત્વ બ્રહ્મ જ છે. જે કલ્પાય છે, તે તો માયાના કારણે જ અને આ જ સત્ય છે. જો એકમેવ પારમાર્થિક તત્ત્વ હોય તો પછી અન્ય શબ્દનો કોઈ અર્થ જ નથી. એટલે વસ્તુતઃ નથી પ્રલય, નથી ઉત્પત્તિ, નથી બંધનગ્રસ્ત (સાધકો જીવ, નથી મુમુક્ષુ કે નથી મુક્ત. આ જ પરમાર્થતા છે. 14 આમ અજાતિવાદની ઘોષણા કર્યા પછી ગૌડપાદ કાર્યકારણવાદની વિતથતા દર્શાવે છે. સાંખ્યના સત્કાર્યવાદ અને ન્યાય-વૈશેષિકોના અસત્કાર્યવાદનું તેઓ ખંડન કરે છે. સત્કાર્યવાદીઓ માને છે કે કાર્ય કારણમાં પહેલાથી જ સૂક્ષ્મરૂપે નિહિત હોય છે. ગૌડપાદ કહે છે કે જે પહેલેથી જ હોય તે પછી ઉત્પન્ન થયું, એમ કહેવાનો અર્થ જ નથી.