________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 43 as people often think, but they do exist as casual relatives or combination. સત્ વિષેની બૌદ્ધોની આ વિભાવના પરથી આ પ્રમાણે તારણ કાઢી શકાય. (1) સાંગનો સત્કાર્યવાદ બૌદ્ધોને અસ્વીકાર્ય છે. કારણ કે સાંખ્ય સત્ એવા બે તત્ત્વોને નિત્ય માને છે. જ્યારે બૌદ્ધમત પ્રમાણે કોઈ નિત્ય તત્ત્વ નથી. બધું ક્ષણિક છે. તેમજ સાંખ્યમાં કારણ પોતે જ કાર્યરૂપે પરિણમે છે. જ્યારે અહીં કારણ તો ઉત્પન્ન થઈને તુરત જ નાશ પામે છે. તેથી તેનું કાર્યમાં પરિણમન શક્ય જ નથી. (2) ન્યાય-વૈશેષિકોના અસત્કાર્યવાદને પણ બૌદ્ધો સ્વીકારતા નથી. જો કે કાર્ય પૂર્વે અસતું હતું, તેવા ન્યાયમતનું તેઓ સમર્થન કરે છે. પણ કાર્ય પૂર્વે કારણ સત્ હતું અને કાર્યોત્પત્તિ પછી પણ તે ટકે છે. તે મત તેમને માન્ય નથી. વળી કાર્ય કારણમાં સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે, તે મત પણ તેમને સ્વીકાર્ય નથી. એક તો સમવાય સંબંધ જ તેમને માન્ય નથી અને બીજું કાર્યોત્પત્તિ સમયે કારેણનો નાશ થઈ ગયો હોઈ - કાર્ય કારણમાં કે પછી કારણમાંથી પણ ઉત્પન્ન થાય છે, એ મત પણ અહીં સ્વીકાર્ય નથી. (3) પ્રતીત્યસમુત્પાદવાદ પ્રમાણે કારણ હોઈને કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે એ રીતે કારણ-કાર્યને ભલે સ્વીકારાય, પણ કારણ ન તો કોઈને પોતાનું સત્ત્વ આપી ઉત્પન્ન કરે છે કે ન તો પોતે કે પોતાનો કોઈ અંશ પણ પરિણમન પામી કાર્યરૂપે ઉત્પન્ન થાય છે. કારણ પણ સ્વલક્ષણ છે અને કાર્ય પણ સ્વલક્ષણ છે. કારણ પૂર્વે હતું તેથી જ તેને કારણ કહ્યું છે. ખરેખર તો તેના નાશ પછી જ કાર્યોત્પાદન થતું હોવાથી તેનો કારણ સાથે વાસ્તવિક સંબંધ નથી. આ રીતે બૌદ્ધોના આવા વિશિષ્ટ કાર્ય-કારણ સંબંધને કારણવાદનું નામ આપીએ તો પણ સ્થિતિ એ છે કે અહીં કારણનું કોઈ પણ રીતે પરિણમન થતું નથી. ક્ષણસંતતિ દરમિયાન સહકારી કારણોને લીધે નવા ધર્મો કંઈક પરિવર્તિત સ્વરૂપે ઉત્પન્ન અવશ્ય થાય છે, પરંતુ ત્યાં પણ પરિણમન તો થતું જ નથી. એટલે બૌદ્ધ મતમાં પરિવર્તનને અવશ્ય સ્થાન છે, પણ શુદ્ધ અર્થમાં પરિણમનને અવકાશ નથી.