Book Title: Bharatiya Darshanoma Parinamvad
Author(s): Vasant Parikh
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ 5) ભારતીય દર્શનોમાં પરિણામવાદ અનંત છે. દ્રવ્ય અને એના અંશરૂપ શક્તિઓ વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાતુ અનાદિ અનંત છે. પરંતુ બધા પર્યાયો પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિ સાંત છે. જોકે આગમ ગ્રંથો ગુણોનો સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકાર કરતા નથી. તેઓ માત્ર પર્યાયોનો જ સ્વીકાર કરે છે. આગમમાં જ્યાં ગુણ શબ્દ આવ્યો છે, ત્યાં તે સંખ્યાના સંદર્ભે છે. જેમકે દશગુણ. આગમને અનુસરીને સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ તથા યશોવિજયજી પણ ગુણોને પર્યાયથી ભિન્ન નથી માનતા અને દ્રવ્ય અને પર્યાય એ બંનેને સ્વતંત્ર પદાર્થ માને છે. હરિભદ્રસૂરિ ગુણોનો પર્યાયમાં અંતર્ભાવ કરી દે છે. પરંતુ ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદ, વિદ્યાનંદ, તત્ત્વાર્થ સૂત્રના ટીકાકાર સિદ્ધસેન અને વાદિદેવસૂરિ આદિ આચાર્યો ગુણ અને પર્યાય બન્નેનો સ્વીકાર કરે છે. ત્યારે અકલંક ગુણ અને પર્યાયનો ભેદ અને અભેદ બન્ને માને છે. ભેદ પક્ષે જે દ્રવ્યની સાથે હંમેશા રહે છે, તે ગુણ અને દ્રવ્યના પરિણમની પ્રક્રિયામાં સતત સાથે નથી રહેતા તે પર્યાયો છે. તેથી દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય એવા બે પ્રકારો કહેવામાં આવ્યા. કેટલાક અર્વાચીન વિદ્વાનો માને છે કે જૈનદર્શનમાં પછીથી વૈશેષિક દર્શનની અસરથી “ગુણ'નો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. અન્યથા પર્યાયમાં ગુણનો ભાવ અનુસ્મૃત થઈ શકે છે. Jacobi યથાર્થ જ લખે છે કે "The mention of Gunas seems to be a later innovation due to the influence which the philosophy and terminology of Nyay-Vaisesika, gradually gained over the scientific thoughts of the Hindus. For at the side of Paryaya, there seems to be, no room for an independent category 'quality,' since Paryaya is the state in which a thing, Dravya, is at any moment of its existence and this must therefore include qualities, as seems to be actually the view, embodied in the older text." ibid F.N.p.146 દ્રવ્ય અને ગુણના સંબંધમાં દર્શનોમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. સાંખ્યના સત્કાર્યવાદ પ્રમાણે દ્રવ્ય અને ગુણો વચ્ચે તત્ત્વતઃ અભેદ છે. ત્યારે ન્યાયવૈશેષિકો દ્રવ્ય અને ગુણોને પરસ્પરથી નિતાન્ન ભિન્ન માને છે. દ્રવ્યમાં ગુણો રહે છે, ગુણોનો આધાર કે તેમનું સમવાયિકારણ દ્રવ્ય છે એમ સ્વીકારવા છતાં પણ તેમાં દ્રવ્ય અને ગુણોની પરસ્પરથી ભિન્ન સ્વતંત્ર સત્તા સ્વીકારવામાં આવી છે અને તેના પરિણામે એક ક્ષણ

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98