________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ વિકાસશીલ છે અને તે અર્થમાં તે પરિણમન પામતો હોઈ વિકારી છે. દેહના જન્મમરણ-પુનર્જન્મ થયા કરે છે, તે સાથે આત્માના અવસ્થાન્તરો પણ (મોક્ષકાળ સુધી) થયા કરે છે. આમ એનો સત્તાન પ્રવાહ ચાલે છે. તેની સાથે કર્મોનો પ્રવાહ પણ છે. આ કર્મો આત્મામાં અનુપ્રવેશ કરી એને ઢાંકે છે. તેને જ બંધ (=બંધન) કહે છે. જીવ એ રીતે શુભાશુભ કર્મોનો કર્તા અને ફળનો ભોક્તા છે. જીવો અનંત છે, કર્મપ્રેરિત સંસારચક્રમાં દુઃખાદિ અનુભવતો તે જ્યારે રત્નત્રય (=દર્શન, જ્ઞાન અને ચારિત્ર)ના સેવનથી કર્મબન્ધનથી નિઃશેષ પણે મુક્ત થાય છે, ત્યારે તે મોક્ષ પામે છે. જુદી જુદી દૃષ્ટિએ ભવ્ય અને અભવ્ય, સંસારી અને મુક્ત તથા સમનસ્ક અને અમનસ્ક - એમ વિવિધ પ્રકારો પાડવામાં આવે છે. જીવ દ્રવ્યરૂપે પોતાના મૂળ સ્વભાવથી નિત્ય છે, તો ભિન્ન અવસ્થાઓ રૂપે અનિત્ય છે, એમ કહી શકાય. જીવ (આત્મા)નો આમ સંક્ષેપમાં પરિચય કર્યા પછી હવે અજીવ તત્ત્વ કે દ્રવ્ય વિષે જૈનમતને પણ સંક્ષેપમાં જાણીએ. અજીવના આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ એમ ચાર પ્રકાર છે. જીવ અને અજીવ મળી આમ પાંચ દ્રવ્યો થયા. એ પાંચેયને અસ્તિકાય પદાર્થ કહેવામાં આવે છે. આ પાંચ ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એ ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. તેથી તેમની સ્થિતિનો “અસ્તિ' એ દ્વારા નિર્દેશ કરવામાં આવે છે. સાથે સાથે તેઓ અનેક સ્થાન(દેશ)માં પણ રહે છે. તેથી તેમને કાર્ય” એવી સંજ્ઞા પણ આપવામાં આવી છે. (આકાશ જોકે સર્વવ્યાપી હોઈ તે અનેક સ્થાનોમાં કેમ રહે, તેવી શંકાનું સમાધાન - તેના આશ્રય કે નિમિત્તથી વિભિન્ન સ્થાનોમાં રહેતી વસ્તુઓની અપેક્ષાએ જ એમ કહ્યું છે - તેમ કરવામાં આવે છે.) કાળને કેટલાક આચાર્યો સ્વતંત્ર દ્રવ્ય ગણતા નથી, તો કેટલાક ગણે પણ છે. કાળ અનેક દેશવ્યાપી નથી, તે અસ્તિકાય નથી. પરંતુ તે વસ્તુઓના પરિણમનનો આધાર તો છે જ. આ પાંચમાંથી જીવ તત્ત્વનું નિરૂપણ આગળ થઈ ગયું છે. બાકીના ચારમાંથી ધર્મ, અધર્મ અને આકાશ - એ એક એક જ છે. રાજદ્રવ્ય - તત્ત્વાર્થસૂત્ર પ-૫) ધર્મ અને અધર્મ એ બન્નેની જૈનદર્શનની પરિભાષા વિશિષ્ટ પ્રકારની છે. આકાશ, ધર્મ અને અધર્મ - આ ત્રણેય સ્વયં ગતિ કરતા નથી, તેઓ સક્રિય છે. પરંતુ સ્થિતિશીલ