________________ 54 ભારતીય દર્શનોમાં પરિણામવાદ લક્ષણ અને પરિણામવાદના અન્ય દર્શનોના આચાયોએ કરેલા ખંડનનો પ્રબળ દલીલોથી પરિહાર કરી અનેકાન્ત કે સાપેક્ષવાદની દૃષ્ટિએ આ સિદ્ધાન્તનું પુનઃસ્થાપન કર્યું છે. આ આચાર્યોમાંથી માત્ર પૂજયપાદે કરેલા સમર્થનનું નિરૂપણ જોઈએ. પૂજયપાદ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમ્ એ સૂત્ર પરની ટીકામાં લખે છે કે - ચેતન કે જડતત્ત્વ પોતાનું મૂળ સત્ત્વ ત્યજયા વિના, આંતરબાહ્ય કારણોને લીધે અવસ્થાન્તર પામે છે, ત્યારે તે સ્થિતિ તે ઉત્પાદ છે. દા.ત. માટી પોતાના માટીરૂપી મૂળ સત્ત્વને ત્યજયા વિના ઘડાની અવસ્થાને પામે છે, ત્યારે ઘડો એ માટીનો ઉત્પાદ થયો. એ જ રીતે ઘટની ઉત્પત્તિમાં માટી પોતાની પિંડરૂપની અવસ્થા છોડી ઘટરૂપ અવસ્થા પામે છે. ત્યારે પિંડરૂપનો વ્યય થયો. પરંતુ ઉત્પાદ અને વ્યય બંને સ્થિતિમાં પણ દ્રવ્ય પોતાના મૂળ સ્વભાવને ટકાવી રાખે છે. તે સ્થિતિ તે ધ્રૌવ્ય છે. જેમ કે પિંડની અવસ્થામાં અને ઘટની અવસ્થામાં પણ માટી તો માટી જ રહે છે. આમ દ્રવ્યમાં ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય એ દેખીતી રીતે વિરોધી લાગતા લક્ષણો સાપેક્ષવાદની દષ્ટિએ વિરોધી રહેતા નથી, પણ એક સર્વગ્રાહી તત્ત્વરૂપે પામી શકાય છે. આચાર્યોએ પરિણામના વિવિધ પ્રકારો, પર્યાયના ભેદો વગેરેની વ્યાપક ચર્ચા કરી પ્રત્યેકના વ્યવસ્થિત લક્ષણો આપી જૈન પરિણામવાદને પુષ્ટ કર્યો છે. આમ કરવામાં એમને જે વિરોધો નડ્યા છે, તેમનો પણ તેમણે તર્કથી પરિહાર કે સામનો પણ કર્યો છે. સાંખ્યના સત્કાર્યવાદના કેટલાક અંશો તો જૈનોને સ્વીકાર્ય છે. તેથી તેટલો ભાગ સ્વીકારી અન્ય અંશોનું તેમણે ખંડન કર્યું છે. જેમકે સાંખ્યમાં કારણ પોતાના સ્વરૂપે સત્ છે અને કાર્ય સાથે તેનો અભેદ છે. એ મતમાં પૂર્વાર્ધ સ્વીકારી કારણ-કાર્યોનો નિતાન્ત અભેદ તેમણે માન્ય નથી કર્યો. કાર્યનો કારણથી ભેદ છે જ, એ તેમનો મત છે અને આમ જોઈએ તો અહીં અવસ્થાભેદ કે રચનાભેદ છે, એમ તો સાંખ્યને પણ સ્વીકારવું પડે છે. આ ઉપરાંત સાંખ્યનો પુરુષ બહુત્વવાદ પણ જૈનોને માન્ય છે. પણ પુરુષ નિર્ગુણ અને નિષ્ક્રિય છે, એ સાંખ્યદૃષ્ટિને જૈનો પુરસ્કૃત કરતા નથી. જૈન મત પ્રમાણે આત્મા પરિણામી નિત્ય છે. ન્યાયવૈશેષિકોના અસત્કાર્યવાદ પ્રમાણે કાર્ય નવું જ ઉત્પન્ન થાય છે એ મત કંઈક અંશે જૈનોને માન્ય છે, પણ ન્યાયદર્શન કાર્યકારણમાં સમવાય સંબંધથી રહે છે અને ગુણો છે, તે જૈનોમાં માન્ય છે. આત્મામાં અમુક ગુણો છે, તે ન્યાયમત સાથે પણ જૈનમતનો