________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ જૈનદર્શનનું માનવું એ છે કે જે સત્-વસ્તુ છે તે ફક્ત પૂર્ણરૂપે કૂટનિત્ય અથવા ફક્ત નિરન્વય વિનાશી અથવા એનો અમુક ભાગ કૂટસ્થ નિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય અથવા એનો કોઈ ભાગ તો ફક્ત નિત્ય અને કોઈ ભાગ તો માત્ર અનિત્ય એમ હોઈ શકતી નથી. એના મત પ્રમાણે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્કૂલ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યરૂપે ત્રિરૂપ છે. પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશ એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદ વ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અંશોમાંથી કોઈ એક બાજુએ દૃષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા અસ્થિરરૂપ માલૂમ પડે છે, પરંતુ બંને અંશોની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી બંને દૃષ્ટિઓને અનુસારે જ આ સૂત્રમાં સત્-વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. તત્ત્વાર્થ સૂત્ર (5-30) નિયત્વની વિભાવના સ્પષ્ટ કરતાં કહે છે તદ્માવાયો નિત્યમ્ જે એના ભાવથી પોતાની જાતિથી) ટ્યુત ન થાય તે નિત્ય છે. એટલે કે સત્વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક હોય છે. હંમેશા વસ્તુ એ ત્રણેય અંશથી યુક્ત હોય છે. એ એનો સ્વભાવ છે. તે દૃષ્ટિએ એ નિત્ય છે. પોતપોતાની જાતિને ન છોડવું એ સર્વ દ્રવ્યોનું ધ્રૌવ્ય છે. જૈનદર્શન વસ્તુને કેવળ કુટસ્થ નિત્ય નથી માનતું, તેમ કોઈને પરિણામી માત્ર પણ નથી માનતું. પરંતુ તેને પરિણામી નિત્ય માને છે. તેથી સર્વ તત્ત્વો પોતપોતાની જાતિમાં સ્થિર રહીને પણ નિમિત્ત પ્રમાણે ઉત્પાદ-વ્યય પ્રાપ્ત કરે છે. આમ પ્રત્યેક વસ્તુમાં મૂળ જાતિ (દ્રવ્ય)ની અપેક્ષાએ દ્રૌવ્ય અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય એ બંને ઘટિત થવામાં કોઈ વિરોધ આવતો નથી. એ રીતે પ્રત્યેક સમયમાં દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્ય એ ત્રણેય હોય છે, એ જ એનું નિયત્વ છે. કુંદકુંદાચાર્યું પણ દ્રવ્યમાં આ ત્રણેય અંશોનું સદા હોવાનું વિસ્તારપૂર્વક સિદ્ધ કર્યું છે. વળી તેઓ દ્રવ્ય શબ્દનો ધાત્વર્થ આપી દુઃવહેવું) કહે છે કે દ્રવ્ય વહીને તેના સર્વ પર્યાયોમાં પહોંચી વળે છે. આમ પરિણામને લીધે ઉત્પાદ-વ્યય હોય છે અને મૂળ રૂપે તો તે નિત્ય પણ છે. કુંદકુંદાચાર્ય કહે છે કે અર્થ (પદાર્થ - પણ અહીં દ્રવ્યના સંદર્ભમાં ગુણ અને પર્યાય) દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયમાં છે અને એમ અર્થ અને પરિમાણનો અભેદ દર્શાવે છે અર્થાત્ વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે પરિણમન પામતી નથી અને કોઈ પરિણમન તેના આધારભૂત પદાર્થ કે દ્રવ્ય વિના હોતું નથી.