Book Title: Bharatiya Darshanoma Parinamvad
Author(s): Vasant Parikh
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 49 જીવ અને પુદ્ગલની સ્થિતિના સહકારી કારણ એવા દ્રવ્યવિશેષને “અધર્મ' એ સંજ્ઞા આપવામાં આવી છે તથા ગતિશીલ જીવ અને પુદ્ગલની ગતિના સહકારી કારણ એવા દ્રવ્ય વિશેષને “ધર્મ કહે છે. શ્રી અત્યંકર સમજાવે છે કે જેમ માછલાં ગતિ કરે, તેમાં જળ એ સાધારણ આશ્રય છે અને ગતિમાં અનુકૂળતા કરી આપે છે, તેમ પદાર્થની ગતિમાં “ધર્મ મદદ કરે છે અને જેમ અશ્વ આદિની સ્થિતિમાં પૃથ્વી સાધારણ આશ્રય છે, તેમ પદાર્થની સ્થિતિમાં “અધર્મ મદદ કરે છે. ગતિ અને સ્થિતિ એ પદાર્થોનો પરિણામ વિશેષ જ છે. ધર્મ અને અધર્મ પ્રત્યક્ષ નથી, પણ ગતિ અને સ્થિતિથી તેનું અનુમાન કરવામાં આવે છે.' જૈનદર્શનમાં પુગલની વિભાવિના વિલક્ષણ છે. તે ભૂત સામાન્ય માટે વ્યાવહત કરાય છે. પુદ્ગલાસ્તિકાય એ સંજ્ઞા જૈનોમાં અતિપ્રસિદ્ધ છે. સર્વદર્શનસંગ્રહ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ આમ આપે છે - પૂરતિ તક્તીતિ પુતિ: જે ભરે છે, પૂર્ણ કરે છે અને ગળી જાય છે તે પુગલ." એટલે કે પ્રચય રૂપે શરીરનું નિષ્પાદન કરનાર અને પ્રચયના નારા સાથે જ છૂટા પડી જાય તે પુદ્ગલ છે. પુદ્ગલ સ્પર્શ, રસ, ગળ્યું અને વર્ણવાળા હોય છે. પુદ્ગલના બે પ્રકાર છે - અણુ અને સંઘાત (સ્કન્ધ). પુદ્ગલનો નિરવયવ સૂક્ષ્મતમ એવો અંશ કે જેનું વિભાજન થઈ શકતું નથી, તે અણુ છે. તેથી અણુઓનો ઉપભોગ થઈ શકતો નથી. બેથી આરંભીને અણુઓનું પરસ્પર એકત્ર થવું તે સ્કન્ધ કે સંઘાત છે. આ સંઘાતથી જ સ્થૂળ શરીર અને તેના ભિન્ન અંગો વગેરેનું તથા અન્ય પદાર્થોનું સર્જન થાય છે. (અણુની આ વ્યાખ્યા ન્યાયદર્શનની એવી જ વ્યાખ્યાનું સ્મરણ કરાવે છે.) પુદ્ગલ રૂપિ દ્રવ્ય છે, શેષ દ્રવ્યો અરૂપિ છે. તત્ત્વાર્થ સૂત્રમાં દ્રવ્યનું એવું લક્ષણ આપવામાં આવ્યું છે કે ગુણવત્ દ્રવ્યમ્ | (Vરૂ૭) જે ગુણ અને પર્યાયયુક્ત હોય છે, તે દ્રવ્ય છે. દ્રવ્યમાં રહેતા, પરંતુ સ્વયં ગુણરહિતને ગુણ કહે છે. (આ વ્યાખ્યા વૈશેષિકદર્શનની ગુણની વ્યાખ્યા જેવી જ છે. વૈ.સૂ.૧-૧-૧૫). દા.ત. જીવના ગુણ જ્ઞાન વગેરે છે. દ્રવ્ય જયારે એકથી બીજી અવસ્થામાં સ્થિત થાય છે, ત્યારે તે અવસ્થા પર્યાય છે. આમ પર્યાય એટલે દ્રવ્યની ક્રમભાવી વિશિષ્ટ અવસ્થા. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણત રહે છે અર્થાત્ વિવિધ પરિણામોને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એનો ગુણ કહેવાય છે અને ગુણજન્ય પરિણામ પર્યાય કહેવાય છે. ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંતગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણ-શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા સૈકાલિક પર્યાયો

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98