________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 21 છે. (1) જન્મ-મરણ, જ્ઞાન વગેરેની બાબતોમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ વચ્ચે તફાવત હોય છે. (2) સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિઓ એકી સમયે એક સરખી હોતી નથી અને (3) પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણેય ગુણોની ભિન્ન ભિન્ન વ્યવસ્થા દેખાય છે. સાંખ્યના આ પુરુષ બહુત્વવાદની મર્યાદાઓ પ્રાચીન અને અર્વાચીન અનેક વિદ્વાનોએ દર્શાવી તેની ટીકા કરી છે. જેમકે એક પુરુષથી બીજા પુરુષને જુદું પાડતું ભેદક તત્ત્વ અહીં છે જ નહીં. પુરુષ શુદ્ધ ચૈતન્ય છે. અનેક પુરુષો હોય તો પણ ચૈતન્ય તો એક જ છે. તેથી તાર્કિક દૃષ્ટિએ પુરુષ બહત્વનો સિદ્ધાંત ટકી શકે નહીં. જન્મ-મરણ વગેરે પુરુષને સંભવે નહિ. તે તો જીવંત શરીરના હોય અને નાનાત્વને ઉપાધિ રૂપ ગણીએ તો પછી વેદાન્તમાં નિરૂપિત એકાત્મવાદને જ સ્વીકારવો પડે વગેરે. સાંગાચાર્યોએ આવા આક્ષેપોનું ખંડન પણ કર્યું છે. આમ તો ન્યાયવૈશેષિક અને જૈનદર્શનોમાં પણ અનેક આત્માઓનું પ્રતિપાદન થયું પણ છે. પરંતુ ત્યાં આત્માને ગુણોથી યુક્ત માનવામાં આવ્યો છે. ત્યારે સાંખનો પુરુષ નિર્ગુણ અને અવિકારી છે. તેથી તેને પુરુષબહુતને સિદ્ધ કરવામાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. પરંતુ અત્રે ચર્ચા અપ્રસ્તુત છે. આપણે માત્ર પરિણમના સંદર્ભમાં જ તેનો વિચાર કરીએ. આ પૂર્વે બે અન્ય મુદ્દાઓ પણ નોંધી લઈએ. સાંખ્યદર્શન પુરુષબહુત્વનું પ્રતિપાદન કરે છે. પરંતુ પ્રકૃતિને તો એક જ માને છે. પુરુષભેદે પ્રકૃતિભેદ નથી. જો પ્રતિપુરુષ પ્રકૃતિ પણ અલગ અલગ હોય તો “પ્રકૃતિને પરિમિત કહેવી પડે. તેને પરિમિત માનતા એક સમય એવો આવશે કે જ્યારે સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં તે નિઃશેષ બની જશે, કારણ કે પરિમિત પદાર્થ અનન્તકાળ વસ્તુને ઉત્પન્ન કર્યા કરે તે શક્ય નથી. મૂળ પ્રકૃતિ નિઃશેષ બનતાં સંસારના ઉચ્છેદનો પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિને પરિમિત ગણી શકાય નહિ અને એટલે જ તેને પ્રતિપુરુષ ભિન્ન માનવી ન જોઈએ. વળી પ્રતિપુરુષ ભિન્ન મૂળ પ્રકૃતિ માનતાં તેના વિભિન્ન સ્તરો સ્વીકારવા પડે. જો મૂળ પ્રકૃતિમાં આવો શ્રેણીભેદ કરીએ તો અનવસ્થા દોષ આવે, પરિણામે ઉકેલી ન શકાય એવી જટિલ સમસ્યા ખડી થાય અને જગતની મૂલાધાર મૂલ પ્રકૃતિનું અસ્તિત્વ જ અપ્રમાણિત થઈ જાય.”૨૯ એટલે મૂળ પ્રકૃતિ તો એક જ છે અને તે અવ્યક્ત છે. પરંતુ તેમાંથી આવિર્ભત થતી વ્યક્ત પ્રકૃતિઓ અનેક છે.