________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 23 (બુદ્ધિમાં) પ્રતિબિંબ પાડવાની યોગ્યતાને લીધે તે પણ જ્ઞાતા કે ભોક્તા હોય તેમ લાગે છે.૩૦ આ મત વાચસ્પતિનો છે. પરંતુ તેનાથી પુરુષ કેવી રીતે ભોક્તા બને તે સમજાવી શકાતું નથી. કારણ કે તેનું પ્રતિબિંબ પડે છે - તેમાં નહિ. આથી વિજ્ઞાન ભિક્ષ દ્વિવિધ છાયાપતિનો સિદ્ધાંત રજૂ કરે છે. તે પ્રમાણે પુરુષની છાયા જ્યારે બુદ્ધિમાં પડે છે, ત્યારે બુદ્ધિની અને તેના દ્વારા પ્રકૃતિની છાયા પણ પુરુષમાં પડે છે. તેથી બુદ્ધિ જેમ ચૈતન્યનો અનુભવ કરતી લાગે છે, તેમ પુરુષ પણ ભોક્તા વગેરે હોય તેમ લાગે છે અર્થાત્ ભોગ અને તેમાંથી મોક્ષ એ બંને પુરુષમાં અધ્યારોપિત જ છે. જ્ઞાન અને વિવેક (કે યોગ)થી આ અધ્યારોપની નિવૃત્તિ થતાં પુરુષ તેના વિશુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે અને પ્રકૃતિ પણ હવે તે પુરુષ સામે આવતી નથી. હવે આપણે અચેતન એવી પ્રકૃતિમાં પરિણમન શી રીતે શક્ય બને તે વિષે સાંખ્યનો મત જોઈએ. અવ્યક્ત એવી પ્રકૃતિની ત્રણેય ગુણોની સામ્યાવસ્થામાં તો સર્ગવ્યાપાર થતો નથી. પરંતુ જ્યારે ગુણોમાં ક્ષોભ થાય છે, ત્યારે તેમાંથી ક્રમશઃ ત્રેવીસ તત્ત્વોનો આવિર્ભાવ થાય છે. પરંતુ આ સામ્યાવસ્થામાં ક્ષોભ થયો શી રીતે ? તેમાં પરિણમન કઈ રીતે શક્ય બન્યું ? જો આ પરિણમન કોઈ ક્ષોભ વિના જ - સ્વતંત્ર રીતે જ થયું હોય તો તે હંમેશ રહેવું જોઈએ. સામ્યાવસ્થા કદી આવવી જ ન જોઈએ અને એમ હોય તો પછી અવ્યક્તનું અસ્તિત્વ પણ ન રહે. પરંતુ એમ નથી. પ્રકૃતિનું પરિણમન ક્ષોભથી થાય છે અને એ ક્ષોભ પ્રાપ્ત થાય છે ચૈતન્ય એવા પુરુષની સન્નિધિથી. પુરુષ અકર્તા અને તેથી નિષ્ક્રિય હોઈ સ્વયં આ ક્ષોભ કરતો નથી, તે તો સાક્ષીમાત્ર છે. તેમ છતાં તેના સામીપ્ય માત્રથી પ્રકૃતિ જાણે કે ચેતન બની હોય તેમ વર્તવા લાગે છે. તમારૂત્સંયોતિને વેતનાવ તિમ્ | (સાં.કા.૨૦) પરંતુ પુરુષનું સામીપ્ય જ માત્ર જડને ચેતન કેવી રીતે બનાવી શકે? આ સમસ્યાનું સમાધાન આપણે ઉપર જોયું તેમ વાચસ્પતિ અને વિજ્ઞાન ભિક્ષુ પુરુષની છાયા બુદ્ધિમાં અને બુદ્ધિ-પ્રકૃતિની છાયા પુરુષમાં પડવાથી આ શક્ય બને છે, એમ આપે છે. પરંતુ પ્રતિબિંબ બિંબને સક્રિય કરી શકે નહીં. એટલે ક્ષોભ શક્ય ન બને. અચેતન અને ચેતન નિતાંત ભિન્ન છે એમ સાંખે સ્વીકાર્યા પછી અચેતનમાં ચેતનનો એક પણ કણ ભળ્યા વિના ગતિની કલ્પના કરવામાં વિરોધાભાસ જણાય છે. પરંતુ સાંખ્ય માને છે કે અચેતનમાં ચેતનની સન્નિધિથી ગતિ ન જ સંભવે એમ નથી. ભોજ કહે છે કે જેમ ચુંબકના સાન્નિધ્યથી લોખંડમાં ગતિ આવે છે, તેમ પુરુષના