________________ " (2) ન્યાયવૈશેષિક, બૌદ્ધ અને જૈનદર્શનો ન્યાય-વૈશેષિક દર્શન : વિશ્વના અનેકવિધ પદાર્થોમાં પ્રાયઃ ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા ચાલતી રહે છે. આ પદાર્થો કઈ રીતે ઉત્પન્ન થયા એ દર્શનશાસ્ત્રોનો મહત્ત્વનો વિષય બની રહ્યો છે. મધ્વાચાર્યના સર્વદર્શનસંગ્રહમાં આ સંદર્ભમાં ચાર મત આપવામાં આવ્યા છે. (1) અસત્ એવા કારણમાંથી સતું એવું કાર્ય જન્મે છે, એમ બૌદ્ધો માને છે. (2) સત એવા કારણમાંથી અસત્ એવું કાર્ય જન્મે છે તેવો નૈયાયિકોનો મત છે. (3) વેદાન્તીઓ માત્ર કારણ જ સત્ છે અને કાર્ય તો માત્ર તેનો વિવર્ત છે તેવો મત દર્શાવે છે તથા (4) સાંખ્યદર્શન કારણને પણ સત્ અને કાર્યને પણ સત્ માને છે.' અસતુ એવા કારણમાંથી સત્ જન્મે છે. એ ન્યાય-વૈશેષિકના મતને અસત્કાર્યવાદ કહે છે અને આમ તેનો સાંખ્યના સત્કાર્યવાદ સાથે વિરોધ છે. ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન બન્ને સ્વતંત્ર દર્શનો છે, પરંતુ તત્ત્વોની મીમાંસામાં બન્ને વચ્ચે કોઈ પાયાનો ભેદ નથી. વૈશેષિક દર્શન મુખ્યત્વે પદાર્થમીમાંસા કરે છે, ત્યારે ન્યાયદર્શન એનો સ્વીકાર કરી મુખ્યત્વે પ્રમાણમીમાંસા કરે છે. બંને દર્શનોનું સાહિત્ય પણ સાંખ્યદર્શનના ઉપલબ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં વિશાળ છે. ન્યાયપરંપરાનો પ્રધાન ગ્રંથ ગૌતમ રચિત ન્યાયસૂત્ર છે. તેના પર વાત્સ્યાયનનું ભાષ્ય પણ મહત્ત્વનો ગ્રંથ છે. આ ઉપરાંત ઉદ્યોતકર, વાચસ્પતિ, ઉદયન, જયંત ભટ્ટ આદિ પણ પ્રસિદ્ધ ન્યાયાચાર્યોના ગ્રંથો મહત્ત્વના છે. તે જ રીતે વૈશેષિક દર્શનનો પ્રમાણગ્રંથ તે મહર્ષિ કણાદ રચિત વૈશેષિકસૂત્ર છે. તે પછી પ્રશસ્તપાદનું ભાષ્ય અને તેના પર વ્યોમાચાર્યની વ્યોમવતી, શ્રીધરાચાર્યની ન્યાયકંદલી, ઉદયનાચાર્યની કિરણાવલી અને હાલ અનુપલબ્ધ એવી શ્રીવત્સ રચિત લીલાવતી ટીકા - એ ચાર ટીકાઓ રચાઈ છે. પંદરમી સદીમાં શંકરમિશ્ર વૈ.સ્. પણ ઉપસ્કાર નામે લખેલું વિવરણ પણ નોંધપાત્ર છે. ન્યાયના અંતિમ તબક્કામાં