________________ 34 ભારતીય દર્શનોમાં પરિણામવાદ એટલે ન્યાય-વૈશે. અંતે તો બે જ ખુલાસા પર ભાર મૂકે છે. (1) કાર્ય કારણમાં સમવાયથી રહે છે. પણ સમવાયનું સ્વરૂપ સમજવું પણ સહેલું નથી. તેમના મતે સમવાય એ સંબંધ ઉપરાંત એક સ્વતંત્ર પદાર્થ પણ છે, તે નિત્ય છે, એક છે. (ત.સ.) પરંતુ અન્ય દર્શનો આવા સમવાયનો સ્વીકાર કરતા નથી તથા તેનું ખંડન કરે છે.૧૦ ન્યાય-વૈશેષિક દર્શનના પરવર્તી આચાર્યો સમવાયનો બચાવ કરવામાં ખંડન-મંડનની જટિલ અને ક્યારેક તો વિચિત્ર લાગે તેવી દલીલો કરે છે. તે અત્રે અપ્રસ્તુત છે. (2) પરંતુ પોતાના પક્ષના બચાવમાં ન્યાય-વૈશેષિક એક બીજો ખુલાસો આપી આ પ્રશ્નને પૂરો થઈ ગએલો માને છે અને તે અનુભવ અને વ્યવહારનો વ્યવહારમાં આપણો સામાન્યતઃ એવો અનુભવ છે કે તંતુઓને આપણે તંતુઓ રૂપે જ સ્વીકારીએ છીએ અને વસ્ત્રને તેમનાથી સાવ જુદું જ માનીએ છીએ. ઉપયોગની ભિન્નતાને લીધે પણ તે બંને દ્રવ્યો જુદા ગણી ચાલીએ છીએ. વસ્ત્ર પહેલા નહોતું, તે પછીથી ઉત્પન્ન થયું છે. તે તંતુઓમાં ઉત્પન્ન થયું છે, એ સાચું પણ તત્તઓ પોતાના સત્ત્વને છોડીને વસ્ત્ર બન્યા નથી. એટલે વસ્ત્ર એક પૂર્વે નહોતું એવું નવું જ ઉત્પાદન છે. પરંતુ અનુભવ થોડું વધારે પણ દર્શાવે છે કે તંતુઓની જ અમુક પ્રકારે કરેલી ગૂંથણીનું નામ જ વસ્ત્ર છે. એટલે વસ્ત્રને તંતુઓથી તદ્દન ભિન્ન માની શકાય નહીં. એટલે આમ અનુભવ કે વ્યવહારથી પણ અસત્કાર્યવાદને સંપૂર્ણ સમર્થન મળતું નથી. આ સર્વ ચર્ચાનો નિષ્કર્ષ તો એમ જ નીકળે કે ન્યાયદર્શનમાં કારણનું કાર્યમાં પરિણમન-સાચા અર્થમાં થતું જ નથી. કારણમાં કાર્યની ઉત્પત્તિ જ થાય છે અને તે પણ નવી જ. દ્રવ્યની વાત બાજુએ મૂકીએ તો ક્યારેક ગુણોમાં પરિવર્તન થતું લાગે. જેમકે કાચી માટીના ઘડાનો નિભાડામાં અગ્નિથી પકવવામાં આવે છે, ત્યારે તેના શ્યામ રંગનું લાલ રંગમાં પરિણમન થતું જોવા મળે છે. પરંતુ ન્યાય-વૈશેષિક અહીં પણ પરિવર્તન જોતાં નથી. પાક જ પ્રક્રિયાની એક એમની વિશિષ્ટ ધારણા પ્રમાણે અહીં પણ પહેલાનો શ્યામ રંગ પ્રથમ નાશ પામે છે અને પછી ઘટદ્રવ્યમાં કે તેના મૂળ અણુઓમાં લાલ રંગ ઉત્પન્ન થાય છે. સારાંશ કે આ દર્શનમાં સાચા અર્થમાં પરિણમનનો સ્વીકાર નથી. નોંધ: 1. इह कार्यकारणभावे चतुर्धा विप्रतिपत्तिः प्रसरति / असतः सञ्जायत इति सौगताः संगिरन्ते / नैयायिकादयः सतोऽसज्जायत इति / वेदान्तिनः सतो विवर्तः कार्यजातं न तु वस्तु सदिति / सांख्याः પુન: સતઃ સન્નાયત તિા - 4.3.4. સમથર્શનમાં