________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ કે સત્તા બે રીતે સંભવે, ક્રમથી કે અક્રમથી. પ્રથમ ક્રમથી પ્રાપ્ત સંભાવના જોઈએ તો સ્થાયીમાં ક્રમથી અર્થક્રિયાકારિત્વ શક્ય નથી. કારણ કે પદાર્થ સ્થાયી છે. તેથી તેમાં ક્રમશઃ સતત ક્રિયા થયા જ કરશે, એમ માનવું પડશે. દા.ત. બીજ સ્થાયી છે એમ માનીએ તો પછી તેમાં સતત અંકુરણ થયા જ કરશે, એમ પણ માનવું પડશે. પણ તેમ નથી થતું. વળી ખેતરમાં વાવેલું અને કોઠારમાં પડેલું બીજ, એ બન્ને જુદાં છે. બન્નેના કાર્યો પણ જુદાં છે. એટલે પણ ક્રિયાસાતત્યની ઘટના સમજાવવી મુશ્કેલ બની જશે. પણ બીજને ક્ષણિક માનીએ તો આવી વિચિત્રતા રહેશે નહીં. બીજ અંકુરિત થયું અને બીજી ક્ષણે નાશ પામ્યું. એટલે સતત અંકુરણનો પ્રશ્ન જ રહેશે નહિ. પૂર્વપક્ષ અહીં એવી દલીલ કરે છે કે બીજ તો તેનું તે જ છે, પણ તેને અંકુરિત થવા માટે જમીન, પાણી, પ્રકાશ, પવન વગેરે સહકારી ઉપાદાનોની જરૂર પડે છે. આ સહકારી સામગ્રી હોય ત્યારે જ બીજ અંકુરિત થાય છે. આનો સીધો ઉત્તર એ છે કે તેનો અર્થ એ થયો કે પહેલી ક્ષણમાં બીજ અંકુરિત આ પરિષ્કૃત બીજ પૂર્વેક્ષણનું બીજ નથી - એ નવું છે અને એમ ક્ષણિકવાદનું જ સમર્થન થશે. સ્થાયી પદાર્થ અક્રમથી પણ અર્થક્રિયાકારિત્વ માટે સક્ષમ નથી. અક્રમતા એટલે એક જ કાળમાં એમ ઘટિત થયું. હવે આ આ અક્રમતા જો સ્થાયીનો સ્વભાવ છે એમ માનો તો સર્વકાળ ક્રિયા થયા જ કરશે. તે તો અશક્ય છે અને એમ માનો કે એકવાર ક્રિયા કરી તે સ્વભાવ નાશ પામે છે, તો તેનો અર્થ એટલો જ થયો કે સ્વભાવ સ્થાયી નથી, પણ ક્ષણિક છે અને તેથી, સ્વભાવ તેના પદાર્થથી અભિન્ન હોઈ પદાર્થ પણ ક્ષણિક છે. આમ જે સત્ છે તે ક્ષણિક છે. ક્ષણિક હોવાથી ક્ષણભેદ જ સત્ અર્થક્રિયાકારિત્વ ધરાવે છે અને સમર્થ બને છે. તેમાં સ્થાયીના દોષ લાગતા નથી. આથી ક્ષણિકવાદ સિદ્ધ થાય છે. સંસારની સર્વ વસ્તુઓ પળેપળ પરિવર્તન પામે છે. નદીના એના એ જ જળમાં બીજી વાર પગ નથી મૂકી શકાતો. એકના એક મનુષ્યને બીજીવાર પ્રણામ નથી કરી શકાતા. કારણ કે બન્ને પરિવર્તન પામ્યા છે. કોઈપણ પદાર્થની સત્તા ક્ષણમાત્ર જ છે અને તેથી જ કાર્યોત્પત્તિ બને છે. સંક્ષેપમાં આ બૌદ્ધોનો ક્ષણિકવાદ છે.