________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ સત્ત્વાદિ પ્રત્યેક ગુણ અનેક છે. તેથી મહતુથી માંડીને મહાભૂતો પણ અનેક છે. તે સહુનો મૂલાધાર અવ્યક્ત મૂળ પ્રકૃતિ છે અને તે તત્ત્વો પ્રકૃતિના સામર્થ્યથી પોતાનું કાર્ય કરે છે અને પ્રતિ પુરુષ માટે અલગ અલગ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આ પ્રતિપુરુષ માટેની સૃષ્ટિ આમ વૈયક્તિક છે. પરંતુ આ વૈયક્તિક અનેક સૃષ્ટિઓ ઉપરાંત વૈશ્વિક સૃષ્ટિનું પ્રતિપાદન કરે છે કેમ તે એક પ્રશ્ન છે. આ સંદર્ભમાં ૩૯મી સા.કા. થોડો પ્રકાશ ફેકે છે : सूक्ष्मा मातापितृजाः सह प्रभृतैस्त्रिधा विशेषाः स्युः / सूक्ष्मास्तेषां नियता मातापितृजा निवर्तन्ते // વિશેષો અર્થાતુ પાંચ ભૂતો ત્રણ પ્રકારના છે : (1) સૂક્ષ્મ શરીરો, (2) માતાપિતાથી ઉત્પન્ન થયેલ શરીરો અને (3) મહાભૂતો. તે પૈકી સૂક્ષ્મ શરીરો નિયત (નિયમથી અમુક સમય સુધી રહેનારાં) છે અને માતાપિતાથી ઉત્પન્ન થયેલ શરીરો (મૃત્યુ સમયે) નાશ પામે છે. આનો સૂચિતાર્થ એ છે કે પુરુષની સૃષ્ટિ એટલે તેના સૂક્ષ્મ શરીર સાથેનું સ્થળ શરીર અને સાથે સાથે તેના ઉપભોગ માટેની મહાભૂતોની સૃષ્ટિ. હવે આ મહાભૂતોની સૃષ્ટિ એટલે કે જગત પણ પ્રતિપુરુષ ભિન્ન હોય તો એકીસાથે અનેક જગત માનવા પડે અને તો પછી સર્વને સામાન્યપણે એકસરખી સૃષ્ટિને કેવળ માનસિક માનવી પડે. જોકે વાચસ્પતિ સાં.ત.ક.માં પ્રકૃતૈિઃ ને સ્પષ્ટ કરતાં જણાવે છે કે પ્રકૃનિ મહન્તિ ભૂતાન અને મહાપૂવવ વ પટલીનાં નિવેશ: વટાવીનાં માં મદ્ર દ્વારા સર્વ સ્થૂળ ભૌતિક પદાર્થો સમાવિષ્ટ છે અને એમ એક રીતે વૈશ્વિક સૃષ્ટિનું પણ સૂચન છે, એમ કદાચ તારવી શકાય. આમ છતાં સાંખ્યગ્રંથોમાં આ પ્રશ્ન વણચર્ચાયેલો રહ્યો છે. માત્ર પુરાણો વગેરેમાં ઈશ્વર સર્જિત વૈશ્વિક સૃષ્ટિના વર્ણનો જોવા મળે છે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે પ્રકૃતિમાં પરિણમન શી રીતે થયું ? તેની પ્રક્રિયા અહીં સુપેરે સમજાવી છે, પણ આ પરિણમન દ્વારા સૃષ્ટિનું સર્જન શા માટે એટલે કે કયા પ્રયોજનથી થયું ? સાંખ્ય આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે એ સર્જન પુરુષના ભોગ અને અપવર્ગ (મોક્ષ) માટે થયું છે. પરંતુ પુરુષ તો અસંગ અને અપરિણામી છે. તે કર્તા કે ભોક્તા પણ નથી. તેથી તેને બંધન પણ નથી. તેથી તેના ઉપભોગ કે અપવર્ગનો પ્રશ્ન જ નથી. આવો આક્ષેપ પણ કરી શકાય અને તે થયો પણ છે. સાંખ્યાચાર્યો તે આક્ષેપનું સમાધાન કરતાં કહે છે કે પુરુષના સન્નિધાનથી ચિત્તનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે અને તેના કારણે બુદ્ધિવૃત્તિ ચેતનમાં પરિણમે છે. પુરુષ અકર્તા છે, પરંતુ પ્રકૃતિમાં