________________ 20 ભારતીય દર્શનોમાં પરિણામવાદ બાધ થતો નથી. વળી પ્રકૃતિ તો સર્વવ્યાપી છે. તેનો ભંડાર અખૂટ છે. વિકારોને કારણે જે ક્ષતિ લાગે છે, તે તો તેના સામર્થ્યથી જ પૂરાઈ જાય છે. (પ્રત્યાપૂરતું ! ચો.ફૂ.રૂ૬) સંક્ષેપમાં કહીએ તો સાંખ્યનો પરિણામવાદ એ વ્યવહારમાં દેખાતા વૈવિધ્ય અને તેની પાછળ રહેલા એકત્વનું જ શક્ય તેટલું તકનિષ્ઠ પ્રસ્થાપન છે. કીથ કહે છે તેમ Casuality in Samkhya, in its ultimate essence, is reduced to change of appearance in an abiding entity." ભૌતિક વિજ્ઞાનનો Conservation of matter and energy એ સિદ્ધાંત એના કંઈક પરિષ્કૃત સ્વરૂપે સાંખે બહુ પહેલાં જાણી લીધો હતો એમ લાગે છે. પુરુષવિચાર : સાંખ્યના બે મૂળભૂત તત્ત્વ, પ્રકૃતિ અને પુરુષ છે. તેમાંથી જેમાં પરિણમન દ્વારા સૃષ્ટિ સર્જન થાય છે, તે પ્રકૃતિ છે. પણ પ્રકૃતિ અચેતન હોઈ સ્વયં પરિણમન કરી શકે નહીં. તેથી ચેતન તત્ત્વ એવા પુરુષનો સ્વીકાર પણ સાંખ્ય કરે છે. વળી પ્રકૃતિ અને તેની સૃષ્ટિ વાસ્તવિક (Real) અને વસ્તુલક્ષી (Objective) પણ છે. વસ્તુલક્ષિતા એ સાપેક્ષ વિભાવના છે, તેથી તેમાં તેનાથી પર એવા કોઈ અન્યની અપેક્ષા રાખે છે. પ્રકૃતિ જો Object છે તો તેનો કોઈ subject પણ હોવો જોઈએ અને તે subject છે પુરુષ. પુરુષ પ્રકૃતિથી વિપરિત છે. તે ચૈતન્ય છે, નિર્ગુણ છે, વિવેકી છે. પ્રકૃતિ પ્રસવધર્મી છે, પુરુષ અપ્રસવધર્મી છે. પ્રકૃતિ પરિણમનશીલ છે, તો પુરુષ અવિકારી એટલે કે કુટસ્થ છે. તે નિત્ય અને અને શુદ્ધ ચૈતન્ય છે. તે કેવળ તે જ છે. સર્વ વિશેષણોથી રહિત. ન્યાયવૈશેષિકમાં આત્મામાં ધર્મ, અધર્મ વગેરે ગુણો કલ્પવામાં આવ્યા છે. પણ સાંખનો પુરુષ નિર્ગુણ છે. પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરવા સા.કા.૧૭માં પાંચ દલીલો આપવામાં આવી છે. સંઘાત (સમૂહ)ની રચના ઇતર માટે હોય છે. ત્રિગુણાત્મક પ્રકૃતિથી ભિન્ન એવું કોઈ નિર્ગુણ તત્ત્વ હોવું જોઈએ. અધિષ્ઠાન હોવાથી ભોગ્યથી ભિન્ન એવો ભોક્તા હોવાથી અને કૈવલ્ય માટે પ્રવૃત્તિ થતી હોવાથી - પ્રકૃતિથી ભિન્ન એવો પુરુષ અવશ્ય પરંતુ પુરુષ એક નથી, અનેક છે. સર્વે પુરુષો અનંત છે, અવિકારી છે, સર્વવ્યાપી અને નિત્ય છે : પુરુષ બહુત્વના સમર્થનમાં ૧૮મી સાં.કા. નીચેની ત્રણ દલીલો આપે