________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 19 આ ઉપરાંત એ પણ નોંધવું જોઈએ કે સહકારી કારણો હોય તો પણ કાર્યો હંમેશાં સર્વત્ર વ્યક્ત થયા જ કરે એમ હોતું નથી. તેમાં દેશ, કાળ, આકાર અને નિમિત્તની મર્યાદાઓ હોય છે. જેમકે કેસર કાશ્મીરમાં જ થાય છે. દેશ, ડાંગરનું વાવેતર ચોમાસામાં જ થાય. કાળ, હરિણી માણસને જન્મ આપી શકતી નથી. આકાર, ધર્મનો અભાવવાળો દુષ્ટ પુરુષ સુખ પામી શકતો નથી. નિમિત્ત૭ ન્યાયવૈશેષિક, બૌદ્ધ વગેરે દર્શનોમાં સત્કાર્યવાદનું ખંડન પણ કરવામાં આવ્યું છે, તો સાંગાચાર્યોએ પોતાનો બચાવ પણ કર્યો છે. તેનો વિસ્તાર અત્રે પ્રસ્તુત નથી. માત્ર બે મુદ્દાઓ જોઈ લઈએ. જો કારણ એજ કાર્ય હોય અને તે બન્નેમાં કોઈ તાત્ત્વિક ભેદ જ ન હોય તો કારણ અને કાર્ય એવા બે શબ્દો નિરર્થક થઈ જશે. પછી તો તખ્તઓને પટ કહેવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. આવી શંકા થઈ શકે છે. આ શંકાનો ઉત્તર આપતાં સાંખ્ય કહે છે કે કાર્ય કારણમાંથી જ પ્રકટ થયું છે અને કારણના ગુણો ધરાવે છે, પણ રચના અને અવસ્થાના ભેદથી કાર્ય અમુક રીતે કારણથી જુદું પડે છે. પરિણામનો અર્થ એ છે કે પરિણમનથી પ્રાપ્ત થતું કાર્ય પોતાની પણ વિશેષતા ધરાવે છે. દૂધમાંથી દહીં બને છે. દહીં એ દૂધના કેટલાંક ગુણો ધરાવે જ છે. પણ કેટલેક અંશે તે સ્વાદ વગેરેમાં દૂધથી ભિન્ન છે, તો પણ તેના તાત્ત્વિક સ્વરૂપમાં નિતાંત ભેદ નથી. દૂધ પણ સત્ય છે અને તેનો વિકાર એવું દહીં પણ સત્ય છે. કારણ કે એક મૂળ દ્રવ્ય છે તો બીજું પરિણામ છે. સાંખ્યના મત અનુસાર અંતતોગત્વા તો મૂળમાં પ્રકૃતિ - એટલે કે ગુણોમાં જ પરિણમન થતા કાર્ય ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થવું એટલે જન્મ થવો અને એક તબક્કે જે ઉત્પન્ન થાય તેનો નાશ પણ થાય છે. હવે પ્રકૃતિ તો નિત્ય છે, તો પછી તેમાં જન્મ અને વિનાશ કઈ રીતે સ્વીકારી શકાય ? આવી શંકા પણ કરાય છે. સાંખ્ય તેનો સીધો ઉત્તર આપે છે કે જન્મ-વિનાશ એ તો કેવળ વ્યવહાર છે. ખરેખર તો અહીં કોઈ જન્મતું નથી અને નાશ પણ પામતું નથી. અહીં પરિણમનથી તત્ત્વાન્તરોનો માત્ર આવિર્ભાવ અને તિરોભાવ જ થાય છે. તખ્તઓમાં પટનો આવિર્ભાવ થાય છે અને પટને વિખેરો તો તેનો તિરોભાવ થાય છે. તજુઓ તો હતા તે જ છે. વળી એવી શંકા થાય કે પ્રકૃતિમાં પરિણામ થવાથી તત્ત્વાંતરોનો આવિર્ભાવ થયો. એનો અર્થ એ થયો કે પ્રકૃતિનો કેટલોક ભાગ રૂપાંતરિત થઈ ગયો. પ્રકૃતિ ખંડિત થઈ ગઈ. પણ પ્રકૃતિ તો નિરવયવી છે. આ ઉપરાંત અનેકાનેક કાર્યોને લીધે પ્રકૃતિનો તેટલા અંશે હૃાસ પણ થઈ જશે. તેનું સમાધાન એ છે કે ગુણો પોતાનો સ્વભાવ છોડતા નથી. માત્ર તેમના સંયોજનોથી જ કાર્યો પ્રકટ થયા છે. તેનાથી પ્રકૃતિના એક અખંડ સત્ત્વનો