________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ (3) અવસ્થા લક્ષણ - ધર્મના આ ત્રણ કાલિક લક્ષણોમાંથી પ્રત્યેક લક્ષણમાં ક્રમથી જુદી જુદી અવસ્થાઓ ક્રમિક થવી તે અવસ્થા પરિણામ છે. જેમકે નવી વસ્તુ જૂની થવી, બાળકમાંથી વૃદ્ધ થવું વગેરે. 23 સત્કાર્યવાદ: આપણે આમ જોયું કે સ્થૂળ દેખાતા કાર્યના કારણની શોધ કરતાં કરતાં સાંખ્યદર્શન સૂક્ષ્મ અને અવ્યક્ત એવા એક મૂળ કારણ પ્રકૃતિ સુધી પહોંચે છે. પરિણમન પ્રક્રિયા દ્વારા અહીં કારણના અવસ્થાન્તરો દ્વારા તત્ત્વાન્તર થતા અનેક પદાર્થોથી યુક્ત સૃષ્ટિ સર્જન થાય છે. સાંખ્ય સ્પષ્ટપણે માને છે કે કાર્ય એ નિતાંત નવું ઉત્પાદન નથી. તે તેના કારણમાં પહેલેથી જ હતું (સત્) કારણ કે જે અસત્ હોય તે સત્ થઈ શકે જ નહીં. પણ જે ખરેખર છે તે પરિણામ પામી અવસ્થાભેદથી ભિન્ન કે નૂતન સ્વરૂપે માત્ર જણાય જ છે. તાત્ત્વિક દૃષ્ટિએ તે તેના કારણથી ભિન્ન છે જ નહીં. આમ એક બાજુએ કાર્ય એ કારણનું જ ધૂળ કે વ્યક્ત રૂપ છે અને બીજી બાજુએ કાર્ય એ નવી વસ્તુ નથી. શૂન્યમાંથી કંઈ જ સર્જી શકાય નહીં. એટલું જ નહીં, પણ ગમે તે વસ્તુમાંથી પણ તેનાથી તદ્દન ભિન્ન ગુણધર્મવાળી ગમે તે વસ્તુ પણ ઉત્પન્ન કરી શકાય નહિ. કાર્યની ઉત્પત્તિ જેમ સાવ નવી નથી, તેમ આકસ્મિક પણ નથી. કારણ જ કાર્યરૂપે આવિર્ભાવ પામે છે. સાંખ્યની આ વિચારધારાને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. 'સાંખના સતુ કાર્યવાદથી વિપરીત ન્યાય વૈશેષિક દર્શન અસતુ કાર્યવાદનો પુરસ્કાર કરે છે. તેમના મત પ્રમાણે કાર્ય પૂર્વે હતું જ નહિ (1) પરંતુ તે પછીથી કારણમાં ઉત્પન્ન થયું. તો બૌદ્ધોના મત પ્રમાણે અસત્ માંથી સત્ ઉત્પન્ન થાય છે. તેમજ વેદાન્તના વિવર્તવાદ પ્રમાણે કારણ એ જ સત્ છે અને તેમાંથી ખરેખર કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી. ઉત્પન્ન થતું લાગે છે, એ તો માત્ર આભાસ છે. 24 સા.કા.૯માં સત્કાર્યવાદને નીચેનાં પાંચ કારણોથી સિદ્ધ કરવામાં આવ્યો છે. (1) અસત્ નવરાત્ - જેનો સંપૂર્ણ અભાવ હોય (સત) તે કદી પણ ઉત્પન્ન થઈ શકે નહીં. જેમકે નીલરૂપને હજારો ઉપાયો વડે પણ પીળું કરી શકાતું નથી. (વાચસ્પતિ) અથવા તો રેતીમાંથી તેલ ઉપજાવી શકાતું નથી. (ગૌડપાદ). (2) ૩પવાનપ્રદર્ - કોઈ ચોક્કસ કાર્યની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ ઉપાદાનનો