________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ જ આધાર લેવામાં આવે છે. દા.ત. દહીં મેળવવા માટે દૂધનો જ ઉપયોગ થાય છે, પાણીનો નહીં. (ગૌડ) (3) સર્વસમવામાવત્ - જો કાર્ય અને કારણ વચ્ચે તાત્વિક ઐક્યરૂપી સંબંધને ન સ્વીકારવામાં આવે તો પછી કોઈપણ વસ્તુ બીજી ગમે તે વસ્તુમાંથી બની શકત. જેમકે રેતીમાંથી સુવર્ણ બની શકતું નથી. પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિ નિશ્ચિત મર્યાદા અને નિયમોને આધીન રહીને જ થાય છે અને આ મર્યાદાનું કારણ એ જ કે કાર્ય, કારણ સાથે પહેલેથી જ સંબંધ છે. 25 (4) શરૃચ વિચરત્ - જેમ કોઈ પણ કાર્ય કોઈપણ કાર્યમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ કોઈ પણ કારણ પણ કોઈપણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ પ્રત્યેક કારણ અમુક જ કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. દા.ત. સૂર્ય, સૂર્યકાન્ત મણિમાંથી અગ્નિ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. પણ તે ચંદ્રકાન્ત મણિમાંથી શીતળ જળ ઉત્પન્ન કરી શકતો નથી. (યુજીવી) (5) તારામાવાન્ - કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. (જયમંગલા) કાર્ય એ કારણથી તત્ત્વતઃ ભિન્ન નથી. સુવર્ણની વીંટી સુવર્ણ સિવાય અન્ય કોઈ પદાર્થમાંથી બની શકતી નથી. ઉપરનાં પાંચ કારણો એમ દર્શાવે છે કે કાર્ય પહેલેથી જ સૂક્ષ્મરૂપે પોતાના કારણમાં વિદ્યમાન હોય છે. કારણના ગુણધર્મો તેમાં પહેલાં હોય જ છે. યોગ્ય સમય આવતાં કાર્ય સ્વકારણમાંથી કાર્યરૂપે પ્રગટ થાય છે અને મુખ્યત્વે આ કારણ ઉપાદાન કારણ છે. પ્રકૃતિ એ મૂળ ઉપાદાન કારણ છે. તે પોતાના કાર્યનું સ્વતઃ પરિણમન કરી શકે છે. પરંતુ ક્યારેક તે પરિણામ માટે તેને સહકારી કારણોની પણ જરૂર રહે છે. તેને નિમિત્ત કારણ કહે છે. પરંતુ નિમિત્ત કારણ કાર્યનો પ્રવર્તક હેતુ નથી. તેનો ઉપયોગ તો ઉપાદાન કારણ દ્વારા કાર્યના પ્રકટીકરણની ક્રિયામાં આવતા બાધકોને દૂર કરવા પૂરતો જ હોય છે. યોગભાષ્યમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કે ખેડૂત ખેતરના ક્યારાઓમાં પાણી પાવા માટે નીક કરે છે. પણ તે પોતે પાણીને લઈને ક્યારા સુધી જતો નથી. નીક થઈ એટલે પછી પાણી તેની જાતે જ ક્યારા સુધી વહી જશે. કારણ કે વહેવું એ પાણીની સ્વાભાવિક પ્રવૃત્તિ છે. તે વહેવામાં જે બાધક હતું તે દૂર કરવા નીક કરવામાં આવી એટલું જ. 24