________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ કાર્ય-કારણની શૃંખલાનું આ અંતિમ તત્ત્વ તે જ પ્રકૃતિ છે. એ અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત છે. તેનું કોઈ કારણ નથી. જો તેનું પણ કોઈ કારણ માનીએ તો તે કારણનું પણ કારણ માનતા એમ અનવસ્થા દોષ આવશે. સાં.સ્. (1-67) કહે કે મૂત્તે मूलाभावादमूलम मूलम् / સર્વનું અહેતુ મત કારણ એવી પ્રકૃતિ સર્વવ્યાપી અને અનંત છે. ઉપરાંત તે નિત્ય, નિષ્ક્રિય, એક, અનાશ્રિત, અલિંગ, નિરવયવ, સ્વતન્ન, ત્રિગુણ, વિષય, સામાન્ય, અચેતન અને સર્વધર્મી પણ છે. (સા.કા.૧૦-૧૧) પ્રકૃતિના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે સાં.કા. નીચેની દલીલો આપે છે. (1) જગતના સર્વ પદાર્થો પરિમિત છે. તેથી તેમનું કોઈ કારણ હશે. (2) ભિન્ન ભિન્ન લાગતાં તત્ત્વોને એકસૂત્રમાં બાંધનાર, સમન્વય કરનાર એક તત્ત્વ પણ હોવું જોઈએ. (3) શેષ તત્ત્વોમાં થતા પરિણમનનો આધાર તેના મૂળ સ્રોતની શક્તિ જ હોવી જોઈએ. (4) કાર્યકારણ સંબંધના આધારે પણ છેવટે મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ. (5) કાર્ય અંતતો ગત્વા પોતાના મૂળ કારણમાં જ લીન થશે. પરિણમનથી પ્રાપ્ત થતા પદાર્થોના મૂળમાં રહેલી આ ઉર્જારૂપ પ્રકૃતિનો અનુબંધ આધુનિક ભૌતિક વિજ્ઞાન સાથે પણ જોડી શકાય છે. અમેરિકાના સુપ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની જૉસેફ કેપ્લાન લખે છે : The Samkhya theory is in absolute agreement with the latest results of physics. It is interesting here to make the following comment. The atomic theory is the product of the western mind. In his native way the western scientist generalizes the experience that one can subdivide matter until one meets an ultimate particle into the atomic theory assuming many elements. The Hindu (Samkhya) philosopher goes much further and reduces everything to one element." આ રીતે સંશ્લેષણ પદ્ધતિથી પદાર્થોના મૂળ કારણરૂપે પ્રકૃતિને સિદ્ધ કર્યું. હવે આ મૂળ પ્રકૃતિમાંથી પરિણમન દ્વારા તત્ત્વાન્તરો અને એમ અંતે સ્થૂળ પદાર્થો શી રીતે સંભવે છે, તેનું નિરૂપણ પણ સા.કા. કરે છે.