________________
આ ગ્રંથમાં આવેલા કેટલાક શબ્દોના અર્થ
આ ગ્રંથમાં કેટલાક પરમાત્મવાચક શબ્દો વાપરવામાં આવ્યા છે, તે શબ્દોનો આધ્યાત્મિક અર્થ અહીં આપ્યો છે. વાચકોને પણ તે શબ્દોનો આ દૃષ્ટિથી અર્થ સમજવા અને સાંપ્રદાયિક કે વ્યક્તિવાચક દૃષ્ટિથી અર્થ ન કરવા વિનંતી છે. (૧) રામ : રમત્તે યોનિનો સ્મિ– જેમાં યોગીઓ રમણતા કરે છે,
તલ્લીન થાય છે તે શુદ્ધ આત્મા. (૨) વિષ્ણુ : પોતાના જ્ઞાન દ્વારા જે સર્વત્ર વ્યાપે છે તે, સર્વજ્ઞ
પરમાત્મા. (૩) શંકર : જે કલ્યાણ કરનારા છે તે, પરમાત્મા. (૪) રહીમ : જે સર્વ જીવો પર રહેમ અથવા દયા કરે છે તે. (૫) પારસ : જે પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે છે તે. (૬) હરિ : જે પાપોને અને તાપોને હરવાવાળા છે તે. (૭) મહાદેવ : રાગ અને દ્વેષરૂપ મલ્લોને જેમણે જીત્યા છે તે મોટા
દેવ–મહાદેવ છે. (૮) શિવ : શિવ એટલે કલ્યાણ. જે પોતે કલ્યાણ સ્વરૂપ છે અને
અન્ય જીવોને પણ કલ્યાણનું નિમિત્ત છે તે. (૯) સુગત : જેઓ રૂડી–ઉત્તમ ગતિને (મોક્ષને પામ્યા છે તે. (૧૦) જિન : વિકારોના, કર્મોના અને ઇન્દ્રિયોના જીતનારા તે
જિનપરમાત્મા. (૧૧) નારાયણ : જે મનુષ્યો તેના શરીર)માં રહે છે તે, ચૈતન્ય સ્વરૂપી
આત્મા. (૧૨) શ્રીપતિ : અનંત જ્ઞાનરૂપી લક્ષ્મી(શ્રી)ના પતિ સર્વજ્ઞ પરમાત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org