________________
અપૂર્વ અવસર શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજયોતિ સુખધામ, બીજુ કહિયે કેટલું? કર વિચાર તો પામ. આ.સિ.-(૧૧૭)
અહીં વિચારની પ્રક્રિયા કહે છે. Contemplation. It is meditation complete with thinking. ધ્યાન આત્માની ચિંતવના સહિતનું, શૂન્યતાનું નહીં. સ્વરૂપની ચિંતવના સાથેનું ધ્યાન. “ધ્યાનના ઘણા પ્રકાર છે.” કૃપાળુદેવ કહે છે પણ જે ધ્યાનમાં આત્મા વર્તે, જે ધ્યાનનું કેન્દ્ર આત્મા હોય તે જ સાચું ધ્યાન છે. કારણ કે ધ્યાન કરીને આત્મા પ્રાપ્ત કરવો છે. માટે કહ્યું છે ખૂબ પોતાની જાત ઉપરનો વિચાર કર. And try to realise thyself. પોતાના આત્મ સ્વરૂપનો, પોતાના અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવા માટે - આત્મસાત થવા માટે આ એક પ્રક્રિયા છે. જેને માટે જૈનદર્શનમાં એક શબ્દ છે “નિદિધ્યાસન’, ‘અનુપ્રેક્ષા', આત્મઅનુપ્રેક્ષા'. પોતાના સ્વરૂપની જ્ઞાનીઓ બતાવેલા લક્ષણોથી, અખંડ ચિંતવના કરવી એ અનુપ્રેક્ષા છે.
હવે કહે છે કે, “જિન પ્રરૂપિત નવ તત્ત્વને યથાર્થ માનવા. તેમાં અચળ શ્રદ્ધા કરવી. તે સમ્યક્ દર્શન છે.” દર્શનમોહનીય કર્મ છે તે આત્માના સ્વરૂપને આવરણ કરનાર છે. દર્શનમોહ એ જીવની ભ્રાંતિ છે. એ અજ્ઞાન છે. એ જગતનો અભિપ્રાય છે. એ ‘દર્શનમોહ’ અજ્ઞાનીઓના સંગને કારણે જીવને આવ્યો છે. જો જીવ જ્ઞાનીના બોધનો આશ્રય લે તો ધીરે ધીરે પોતાના અભિપ્રાયની અંદર એ ભેદ કરતો જાય. અને શુદ્ધ કરતો જાય. તો કહે છે કે એ દર્શનમોહ જો વ્યતીત થઈ જાય, એ અજ્ઞાન જો ચાલ્યું જાય, એ ભ્રાંતિ જો ટળી જાય, તો એનાથી બોધ ઊપજે. અહીં કૃપાળુદેવને બોધ ઊપજ્યો છે એટલે કહે છે એ બોધ ઉપજેલો સમકિત ધારી શ્રાવક હવે નિગ્રંથપદની આરાધના કરે છે. અને ત્યારે એને છે “દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’
દેહની ભિન્નતા કેટલી હદે શ્રીમદ્ રાજચંદ્રજીને થઈ હતી એ કહે છે “માંડ માંડ સંભારીએ ત્યારે યાદ આવે છે કે અમે દેહધારી છીએ કે કેમ?” “દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. અને દેહ એક બીજાના આશ્રયે કંઈક ક્યિા કર્યા કરે છે. અમે લઈએ છીએ, દઈએ છીએ. પણ એમાં આત્મા ક્યાંય જોડાતો નથી. આત્મષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું
અપૂર્વ અવસર નથી.’ આવો ભિન્ન સ્પષ્ટ આત્મા અનુભવાય છે. સંસારના બધા જ કાર્યો કરવા છતાં પોતે બધાથી ભિન્ન રૂપે છે એવું ભાન સતત જાગૃત છે. એને અપ્રમત્ત અવસ્થા કહેવામાં આવે છે. સતત જાગત છે કે હું આમાં ક્યાંય નથી. મારે ને આને કાંઈ સંબંધ નથી. આવી પ્રકારની વર્તના છે. દર્શનમોહ વ્યતીત થઈ ગયા પછી એવો બોધ ઉપજે છે કે એને સતત દેહ અને ચૈતન્યની ભિન્નતાનું ભાન છે. કૃપાળુદેવ લખે છે કે, એટલે શરીરમાં જ્યારે કંઈ થાય, ત્યારે જ્ઞાની જાણે છે કે શરીરમાં મહારોગ આવે છે, પણ આ વ્યાધિ શરીરના પરમાણુ સાથે સંબંધિત છે મારા આત્માનો નાશ કરવા માટે તે સમર્થ નથી. મારા સ્વરૂપનો ઘાત કરવા પણ તે સમર્થ નથી. વેદનીય કર્મની તાકાત નથી કે મારા સ્વરૂપથી મને ચુત કરી શકે. માટે જ્ઞાની તે વ્યાધિ વેદતો હોવા છતાં તે વેદનાને જાણે છે, ભોગવતો નથી. તદાકાર થઈને, તદુપ થઈને વેદની ભોગવતો નથી.
દેવકરણજી મુનિના જીવનનો એક પ્રસંગ છે કે પગની અંદર સડો થયો છે. અને અમદાવાદમાં ઓપરેશન કરાવવું પડે છે. ડોક્ટર કહે છે કે ક્લોરોફોર્મ આપવું પડશે, કારણ કે શસ્ત્રક્રિયા કરવી છે. અને તે જાગતા તમારાથી સહન નહી થાય. માટે ક્લોરોફોર્મ આપવું પડશે. મુનિએ કહ્યું, ‘ગુરુ મળ્યા છે આત્મા જામ્યો છે. ડોક્ટર તમે ક્લોરોફોર્મ વગર જ ઓપરેશન કરો.’ જાગતા જ ઓપરેશન થયું છે પણ મુનિના મુખમાંથી ચુંકારો પણ નિકળ્યો નથી. શાતાભાવથી, સમાધિભાવથી એ વેદના સહન કરી છે.
ઘણા અજ્ઞાનીઓ પણ છરી પરોવે છે. અને તીર મારે છે. અને નીચેથી ઉપરથી કાઢે છે. એનો મતલબ એ નથી કે તેઓ સમ્યફદૃષ્ટિ છે. ભૂલવું નહી. આ મૂઢ ચેતના છે અહીં તો જ્ઞાનયુક્ત ચેતનાની વાત થાય છે. હઠયોગી પણ પ્રાણને રૂંધીને પોતાના શરીર ઉપરથી હાથી ચલાવવા દે. તો ત્યાં આત્માની ભિન્નતાની વાત નથી. મૂઢતા છે.
અહીં કહે છે કે, “દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે.’ ચારિત્રમોહ - સર્વ સાવધ પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ. અહિંસા સંયમ આદિનું સંપૂર્ણપણે પાલન એને ચારિત્રયોગ કહે છે. આત્માના સ્વરૂપને આવરણ કરે એવા જે કષાયો છે, એવું જે કર્મોનું સ્વરૂપ છે. - એને
૨૩