________________
અપૂર્વ અવસર કહી, એમાં બોધ અને વીતરાગતાની વાત કહી અને આ અયોગી ગુણસ્થાનકની વાત ભગવાને કરી કે, “આત્મા સત્ ચૈતન્યમય અને સર્વાભાસ રહિત.” જેથી ‘કેવળ’ પામીએ. “કેવળ' એટલે અહિંયા કેવળ આવો જ આત્મા The only and only. કેવળ આવો જ આત્મા ભેળસેળ વગરનો જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.”- આ ચૌદમા ગુણસ્થાનકની પ્રક્રિયા છે. આ આત્માના પાંચ ઉપાય એમણે કહ્યાં છે. તે અવિરોધ ઉપાય કહ્યાં છે. અચૂક ઉપાય કહ્યાં છે. એમાં એમણે આ વાત પણ મૂકી છે. હવે આત્મા આવો થયો છે. નિજ ઉપયોગમય છે. ચૈતન્યઘન છે. શુદ્ધ છે. નિરંજન છે. હવે આ આત્મા શું કરે? તો એની ગતિ કઈ?
‘પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.’
અપૂર્વ - ૧૯ અરે ! આવો અવસર અમને ક્યારે મળશે? આવો પ્રસંગ આવી તક પ્રભુ! અમને ક્યારે પ્રાપ્ત થશે? સિદ્ધાલયમાં અમારે સ્થિત થવું છે. એવો અવસર પ્રભુ અમને જોઈએ છે. ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી’ હવે કોઈ કર્મની સ્પર્શના નથી. આત્મા મુક્ત થઈ ગયો છે. અને જગતમાં એનો ક્રમ છે. એના સ્વભાવ પ્રમાણે પદાર્થ ગતિને ધારણ કરે છે. ચૈતન્યનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે. અને પુદ્ગલ પરમાણુનો સ્વભાવ અધોગતિ. પદાર્થ નીચો આવે. ચૈતન્ય ઉપર ચડે. ભૌતિક વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. કારણ કે આજના જે Sciencetist છે તેઓ પદાર્થ વિજ્ઞાનના Sciencetist છે. એને ચૈતન્ય વિજ્ઞાનનું ભાન નથી. કારણ કે ચૈતન્યના અસ્તિત્વનું જ ભાન નથી તો એના વિજ્ઞાનનું ભાન ક્યાંથી હોય? એટલે ન્યુટને ઝાડમાંથી ફળ નીચે પડ્યું અને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. નિયમ તો અનાદિથી હતો. પણ તેણે શોધ્યો કે પદાર્થ માત્ર પૃથ્વી તરફ ખેંચાય છે. પણ વીતરાગ તો કહે છે જડ માત્ર, પુગલ માત્ર નીચે ખેંચાય. પદાર્થ અધોગતિ તરફ આકર્ષાય તે ગુરુત્વાકર્ષણ તે પદાર્થનો ધર્મ અને ઉધ્વાકર્ષણ એ સ્વરૂપનો ધર્મ. તો ન્યૂટન જો મહાન વૈજ્ઞાનિક હોય તો સર્વજ્ઞ તો એનાથી મહાન વૈજ્ઞાનિક છે. એમણે કહ્યું કે પદાર્થને જો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે તો
૧૬૮
અપૂર્વ અવસર આત્માને ઉર્વાકર્ષણનો નિયમ લાગુ પડે.
આત્મા જો પદાર્થથી મુક્ત થઈ જાય તો ઉર્ધ્વગતિમાં જાય. ગુરુત્વાકર્ષણમાં પણ કહે છે કે એક પદાર્થ જો ગતિમાં હોય અને બીજો પદાર્થ અવરોધ ન કરે
ત્યાં સુધી એ ગતિમાં જ રહે. Action and reaction is always equal and in opposite direction. આ બધા વિજ્ઞાનના નિયમો છે. અને ન્યૂટન પહેલા અનાદિથી આ બધા નિયમો હતા જ. છતાં આપણને થોડું વિજ્ઞાનનું જ્ઞાન હોય કે આપણેને બધું scientific જ જોઈએ. Scientific ની વાત છોડી ને સર્વજ્ઞને શરણે જા. આ સર્વજ્ઞ કહે છે કે આ ચૈતન્ય પદાર્થ છે તે ઉર્ધ્વગતિવાળો છે. આ તો કર્મના પુદ્ગલ પરમાણુએ એને રોકી રાખ્યો છે. માટે જીવ કર્મથી ભારે છે. સ્વભાવથી ભારે નથી. કર્મના કારણથી જીવ નીચે છે. જો જીવ હળુકર્મ થાય તો ઉર્ધ્વગતિમાં જાય. ઉંચી ગતિ કેમ પ્રાપ્ત થાય? આત્મ વિકાસનો ક્રમ શું? તો કહે જેમ જેમ કર્મનાં બંધનો હળવા થતાં જાય તેમ તેમ ઉંચી ગતિ પ્રાપ્ત થાય. અગુરુલઘુ એટલા માટે કહ્યું કારણ કે જીવ ભારે છે, એનું કારણ કર્મ છે. પણ સ્વભાવમાં તે અગુરુલઘુ છે, નથી ભારે કે નથી હળવો. એ સ્વાભાવિક છે અને સ્વાભાવિક એની સ્થિતિ ઉર્ધ્વગતિ છે. પૂર્વના પ્રયોગના કારણે એને ખપાવવા માટે એની જે યાત્રા ચાલી છે - કોઈના પાંચ ભવ, કોઈના પચીસ ભવ તો કોઈને તદ્ભવ. આ બધું આપણા પુરુષાર્થને આધીન છે. ભગવાન મહાવીરને ૨૭ ભવ, નેમનાથ ભગવાનને ૯ ભવ, મલ્લિનાથ ભગવાનને ૬ કલાક. પરંતુ એ પ્રયોગ જે છે એમાં આત્મા કેટલું પોતાનું બળ વાપરે છે? એ પૂરેપૂરું બળ વાપરીને પોતાની બધી જ શક્તિ લગાવીને પૂર્વ પ્રયોગના કારણના યોગથી ઉર્ધ્વગમન કરે છે. આત્મા કર્મથી મુક્ત થાય છે એટલે એની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વગતિ છે. અને ઉર્ધ્વગતિમાં તે લોકાંતે જાય છે. લોકાંતે એટલે સિદ્ધાલય - સિદ્ધોને રહેવાનું સ્થાન. સિદ્ધશીલા. હવે આ દૈહિકમાત્ર મટી ગયું. જ્ઞાન અને ધ્યાનરૂપી અગ્નિથી આ દેહરૂપી ઘરને ભસ્મીભૂત કરી નાખ્યું. તો હવે ક્યાં જાશું? “જાશું સ્વરૂપ સ્વદેશ રે!” આને ખબર છે કે હવે સિદ્ધાલયમાં જવાનું છે. કૃપાળુદેવ કહે છે કે “શરીરની સામે અમે કજિયો માંડ્યો છે’. કારણ કે હવે અમારે દૈહિક પાત્રની જરૂર નથી. એ જ પુરુષ કહી શકે કે આ દૈહિક પાત્ર જે લઈ જાય તે ‘પરમ મિત્રનો જાણે
૧૯