Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 93
________________ અપૂર્વ અવસર તત્ત્વના ગુણ ગાય છે. એમાં યશોવિજયજી પાછળ પાછળ જ રહે છે. અને ક્યાંક મળવાનું થયું એટલે પૂછી નાખ્યું “જે આત્માના તમે આટલા આટલા ગુણગાન ગાઓ છો અને જે આત્મા વિશે તમે આટલા પદ લખ્યા એની કંઈક નિશાની તો આપો.” આનંદઘનજીએ એનું પદ લખ્યું. ‘નિશાની કહા બતાવું રે, તેરો આગમ અગોચર રૂપ. અનુભવગોચર વસ્તુકો રે, જાણવો યહી ઇલાજ, કહન સુનન કો કછુ નહીં પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની.... નિશાની ક્યાંથી બતાવીએ? અગમ અને અગોચર એવું તારું રૂપ છે. નિશાની શું આપીએ? હે ભાઈ! તને આટલી જિજ્ઞાસા જાગી છે તો એક વાત કહી દઉં અનુભવમાં આવે તે દિ આત્મા પકડજે. પણ કહેવા સાંભળવાથી દૂર રહેજે. આ કહેવા સાંભળવાની વાત નથી. કહેતો'તો ને કહેતી'તી એની આ વાત નથી. સ્વરૂપની વાત આવી સામાન્ય નથી. કૃપાળુદેવે પણ કહ્યું, ‘સદ્ગરના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ; સમજયા વણ ઉપકાર શો? સમજયે જિનસ્વરૂપ.’ આ.સિ.-(૧૨) સદ્ગર વિના, ગુરુગમ વિના - ગુરુગમ એટલે જ્ઞાનીના, સર્વજ્ઞના બોધનો આશય, ભાવ પકડવાની આપણી જે કાંઈ શક્તિ છે એ ગુરુગમ છે. એના વિના સ્વરૂપ સમજાશે નહીં. આવી દૃષ્ટિ જીવને સાધ્ય થવી જોઈએ. આ દૃષ્ટિ એ આંખનો વિષય નથી. આંખનો વિષય-દૃષ્ટિએ જગતને જોવા માટે છે. પણ આ જે આત્મસ્વરૂપની વાત છે તે આંખનો વિષય નથી. આ વાત ‘બિના નયન’ની છે એમ કૃપાળુદેવે કહ્યું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગર કે ચરણ, સો પાવે સાક્ષા. આ બિના-નયનની વાત છે. અને બિના નયન પાવે નહીં. તારી અંતરદૃષ્ટિ વિના આ વાત સાધ્ય થઈ શકશે નહીં. બહુ સરસ વાત કરી છે. અને છતાં આવું વાણીના સ્વરૂપમાં ૧૯ ગાથામાં કેટલું કહ્યું છે- કેટલી કેટલી વાત કરી? નિગ્રંથપદના ૨૬ તબક્કા આપ્યા. એમાં એક એક પદમાં જિનભાષીના જે શબ્દો છે, એ શબ્દો સિવાય આવા ભાવ વ્યક્ત કરવા માટે બીજા શબ્દો નથી. જેને જૈન ૧૮૪ અપૂર્વ અવસર દર્શનના પારિભાષિક શબ્દો કહેવાય, એવા ૨૬ પારિભાષિક શબ્દોનો પ્રયોગ આ ૧૯ ગાથામાં શ્રીમદ્જીએ કર્યો. આ પહેલી ગાથાથી શબ્દો શરૂ થયા. (૧) નિગ્રંથ (૨) દર્શનમોહ (૩) ચારિત્રમોહ (૪) ત્રિયોગ (૫) પરીષહ (૬) ઉપસર્ગ (૭) વિષય-પાંચ પ્રકારના (૮) પ્રમાદ - પાંચ પ્રકારના (૯) પ્રતિબંધ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (૧૦) અપ્રતિબદ્ધતા (૧૧) ઉદયાધીન (૧૨) વીતલોભ (૧૩) પુદ્ગલ (૧૪) કાપક શ્રેણી (૧૫) સ્વયંભૂરમણ સમુદ્ર (૧૬) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૭) અપૂર્વકરણ (૧૮) પૂર્ણ વીતરાગ (૧૯) કેવળ જ્ઞાન (૨૦) ઘનઘાતી કર્મ-૪- બે છે આવરણવાળાં, એક રોધ કરવાવાળું, એક વિકળતાવાળું (૨૧) ઘાતી કર્મ - ૪ - વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર (૨૨) કેવળી – સયોગી કેવળી, અયોગી કેવળી (૨૩) અગુરુલઘુ (૨૪) ઉર્ધ્વગમન - ઉર્વાકર્ષણ (૨૫) સાદિ, અનાદિ, અનંત (૨૬) પરમપદ, શુદ્ધ આત્મપદ. આ ૨૬ પદ આત્માના. અને આટલું કીધા પછી હજી જ્ઞાનીને સંતોષ નથી. એ કહે છે આટલું સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. અન્યવાણી તો શું કહે? આ તો તીર્થકરની વાણીનો આધાર લઈને આ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. બીજી કોઈ વાણી આ સમજાવી શકે એવી કોઈ જીવની સ્થિતિ રહી નથી. કેમ કે જીવનો આ જે ધર્મ છે તે અન્યવાણીથી કહી શકાય એમ નથી. માટે નિચોડરૂપે કહ્યું કે આ અનુભવગોચર છે. આનંદઘનજીએ પણ કહ્યું કે આ અનુભવગોચર છે. અનુભવ વેદ્યા વિના, આત્મસ્વરૂપનો અનુભવ વેદ્યા વિના, આ પદનું સ્વરૂપ પામી શકાય નહીં. એની મહત્તા જાણી શકાય નહીં. એટલે જૈન દર્શનમાં સમ્યફદર્શન જ્યારે થાય છે ત્યારે એ સમકિતી આત્મા, એણે તત્ત્વની પ્રતીતિ કરી, એનું પદ કર્યું? સ્વસંવેદ્ય પદ, જેણે સ્વની સંવેદનાને પકડી લીધી. આત્માની ચેતનાને પકડી લીધી. કોઈ કલ્પના, જલ્પના કે તરંગ નહીં, જગતના જીવો મનથી કે બુદ્ધિથી પકડવા પ્રયત્ન કરે છે. એ કાં તો કલ્પના કે જલ્પનામાં રોકાઈ જાય છે અને કાં તો તરંગમાં ચડી જાય છે. મનથી જે નક્કી કરે છે તે આત્માનું રૂપ અને આકાર વર્ણવે છે. જ્યારે આત્મા તો નિરંજન અને નિરાકાર છે. માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાનીપુરુષની જો કૃપા ન હોય, બોધનો આધાર ન હોય તો ધ્યાન પણ તરંગ થઈ જાય છે. ‘ગમ વિના આગમ નિરર્થક થાય. અને સત્સંગ વિના ધ્યાન ૧૮૫

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99