________________
અપૂર્વ અવસર કહે છે ધારણા હજુ ખોટી છે. પાંચ અંગની અંદર એ પૂર્ણ થયો અને છતાં કહે છે, ‘બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે.” કંઈક હજુ બાકી છે. ધારણા બદલાવી નાખ. આત્મ સ્વરૂપને લે. આ જ્ઞાની પુરુષને ધારણા સ્પષ્ટ છે. ‘જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં.’ ‘તેહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાનમેં.” એની ધારણા સાચી છે કે સર્વશે જે પદ પોતાના ધ્યાનમાં જોયું છે તે જ મારું આત્મસ્વરૂપ છે. અને એ આત્મસ્વરૂપની ધારણા એની સ્પષ્ટ કેટલી છે તે આગળની ગાથામાં કહ્યું કે ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. પૂર્ણ કલંક અડોલ રહિત સ્વરૂપ જો.’ કૃપાળુદેવે આ તીર્થંકરના જ્ઞાનની ધારણા બરાબર પકડી છે. આપણે જે અઢાર અને ઓગણીસ ગાથા લીધી એ ધારણા છે કે સર્વશે આ પદને કેવી રીતે જોયું છે. એ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ જુઓ આ જ્ઞાનીની નમ્રતા! જુઓ. આની લઘુતા અને દીનતા! આને માન ક્યારેય ન આવે કારણ કે માન પ્રત્યે તો દીનપણાનું માન જો. આ એક લીટી સમજાય તો દીનપણાનું માન સમજાય. ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ અમે તો આનું જ ધ્યાન કર્યું છે. પણ અમારું ગજું નથી હો! કઈ ભૂમિકાએ પહોંચેલો પુરુષ ! કેવળ જ્ઞાન લીધું કે લેશે. અગિયારમે થી જે આત્મા લથડ્યો એની દશા જેવી તેવી હોય? જન્મજન્માંતરનો યોગી જેને પોતાના જાતિ સ્મરણ જ્ઞાનમાં ભગવાન મહાવીરનું સાન્નિધ્ય અનુભવગમ્ય થાય, એ પુરુષની દશા જેવી તેવી હશે? આ દશાવાળો પુરુષ કહે છે કે મારું ગજું નથી. ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ આ તો મારો મનનો મનોરથ છે. ‘કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ.” એક જ પ્રબળ ઇચ્છા કે એક આત્માર્થ સિવાય, એક પરમપદની પ્રાપ્તિ સિવાય જગતમાં કાંઈ જ જોઈતું નથી. ‘અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.’ આ દશામાં વર્તતો પુરુષ જેણે નાની વયમાં, ચૌદ વર્ષની ઉંમર નથી થઈ ત્યાર પહેલાં લખેલા બોધમાં એ લખે છે, “જે મહાકામ માટે તું જભ્યો છે તે મહાકામનું તું અનુપ્રેક્ષણ કર.” He knows what he has to achieve. He knows for what he has come in this world. એ આ દુનિયામાં શું કામ આવ્યો છે એ હેતુનું એને જાણપણું છે. He wants to convey to us. આ એકવીસમી ગાથામાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ પદ દ્વારા મારે જગતને શું કહેવું
૧૮૮
અપૂર્વ અવસર છે? This is the message. ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો.’ આ એનો message. આ એની અંતરની સંવેદના. આ એમના અંતઃકરણમાં રહેલી અતૃપ્ત ઝંખના, એમની અભિપ્સા. જગતમાં ઘણાં જ્ઞાનીઓ થયા છે પણ આવા વચનના યોગથી જાતે લખીને ગયા હોય અને પોતાની અંતરંગ દશાનું તાદ્રશ્ય નિરૂપણ કર્યું હોય, આવું ચારિત્ર અલૌકિક, અનુપમ, અજોડ છે. આ જોડ ક્યાંય મળતી નથી. શ્રીમદની ક્યાંય જોડ મળતી નથી. અનન્ય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથો ઘણા લખાયા છે. પણ અંતરંગની વેદનાનું તાદૃશ્ય ચિત્રણ અને પોતાના જ શબ્દોમાં. શુકલ અંતઃકરણથી વહેતી આ વચનોની ધારા અદ્ભુત છે. એક એક શબ્દની અંદર કેવળ આત્માનું સામર્થ્ય જ પ્રગટે છે. વાણી પણ શબ્દના રૂપમાં આત્માથી લુછાઈને આવી છે. આત્માના ચૈતન્ય પ્રદેશનો સ્પર્શ કરીને નીકળેલાં ભાષા વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ
જ્યારે મુખથી નીકળે છે અને હાથથી લખાય છે ત્યારે સજીવ બની જાય છે. કૃપાળુદેવની વાણી એ Electrified speech છે. એને વાંચતા ઝણઝણાટી થાય છે. વચનામૃત વાંચતા જો ભક્તિથી, શુક્લ અંતઃકરણથી બેઠા હોઈએ તો આત્મામાં ઝણઝણાટી થાય. Electrified છે. ચેતનામાં ઝણઝણાટી બોલાવી દેશે. અલખને જાગૃત કરે એવી આ વાણી છે. સમર્થ, સભર, જીવંત, ધીતી, ધબકતી એવી આ વાણી છે. એના શબ્દેશબ્દની અંદર, એના પુદ્ગલના અણુએ અણુમાં ચૈતન્યનું યોગબળ ભરેલું છે. યોગબળ યુક્ત આ વાણી છે. ગાંધીજીએ આ ‘અપૂર્વ અવસર'નું પદ સાંભળ્યું - આ પદ આફ્રિકા પહોંચ્યું હતું. અને ગાંધીજીએ એનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. અને પછી ભજનાવલીમાં મૂક્યું હતું - અને એમણે કહ્યું કે, “જે વૈરાગ્ય આમાં ગાયો છે તે વૈરાગ્ય તો, બે વર્ષના અમારા રોજના પ્રસંગમાં, મેં એમનામાં ક્ષણે ક્ષણે નીતરતો જોયો છે.” આવી અવસ્થા! આ જ્ઞાની તો વૈરાગ્યભાવની નીતરતી મૂર્તિ છે. એની વાણીમાંથી આવું સત્ નીકળી રહ્યું છે. એના જીવનમાંથી આવો વૈરાગ્ય અને આવું સત્ નીકળી રહ્યું છે. સાધના અને સિદ્ધદશા, જે એમણે આત્મસિદ્ધિ’માં કીધી છે- એ સાધન દશા અને સિદ્ધદશા શું એ એમણે ‘અપૂર્વ અવસર’માં વીતરાગની વાણીમાં ઢાળી છે. ‘સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ.’ એ વાત સંક્ષેપમાં છે.
૧૮૯