Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 96
________________ અપૂર્વ અવસર તો હવે વીતરાગની વાણીમાં પર્યાયભાષી શબ્દમાં એ દશા સાંભળવી છે? તો આ ૨૬ પ્રકારના શબ્દ પ્રયોગથી ૧૯ ગાથાઓની અંદર આ સ્વરૂપ શું છે - તે કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે. વીતરાગ માર્ગની પરિપાટી એમણે સ્પષ્ટપણે અને વિશુદ્ધતાથી મૂકી છે. અને આ અપૂર્વ અવસર’ની અંદર એમણે જે શબ્દપ્રયોગ કર્યા તે ‘આચારાંગ’ ‘દશવૈકાલિક’ ‘ઠાણાંગ’ ‘સૂત્રકૃતાંગ’ અને ‘ઉત્તરાધ્યયન'ની ગાથાઓ સાથે સામીપ્યમાં છે. એટલું જ નહીં ઉપનિષદના મંત્રો – પણ એમાં છે. રમણલાલ જોષીએ લખ્યું છે કે અપૂર્વ અવસરનું કાવ્ય ભજનાવલીમાં હતું. એટલે મેં એનો અભ્યાસ કર્યો. રમણલાલ જોષી એ મહાન અધ્યાત્મ સાહિત્યકાર છે. ત્યાર પછી એની એક એક લીટી ઉપરથી ચાલતાં મને ખ્યાલ આવ્યો કે એ લીટીમાં ઉપનિષદના એક એક મંત્ર વાક્યો ગુજરાતી ભાષામાં અને જૈન દર્શનની પરિભાષામાં કંડારાયેલાં હોય એમ લાગે છે. એ રીતે એમણે એમનું વિશ્લેષણ કર્યું. ઉમાશંકર જોશી લખે છે કે, આ કાવ્યનું કોઈ વિશ્લેષણ, કે વિવેચન, કે વિવરણ કરી શકવાની અમારી તો કોઈ ગુંજાઈશ નથી, તાકાત નથી. પંડિત સુખલાલજી કહે છેઅહીંયા તો એમણે ગુણશ્રેણીની જે વાત મૂકી છે તે આખી જૈન પ્રક્રિયાના જ્ઞાન સાથે ભાવોનું તાદાભ્યકરણ છે. અને એ સુખલાલજી લખે છે કે જૈન પ્રક્રિયા હોવાથી, ભાવની સર્વ ગમ્યતા આવવી શક્ય જ નથી. આ ભાવ- એની સર્વગમ્યતા પકડાતી નથી. જેણે દર્શન અને ચિંતનના કેટલા ગ્રંથો લખ્યા, જેણે તત્ત્વાર્થસૂત્રના વિવેચનો લખ્યાં, જે જૈન દર્શનની અંદર અધિકૃત વિવેચક, શ્વેતાંબર ગ્રંથ હોય કે દિગમ્બર ગ્રંથ હોય, એમણે આત્મસિદ્ધિ’ વાંચીને લખ્યું કે “ભક્તિભાવથી મારું મસ્તક ઝૂકી પડે છે.” અને “અપૂર્વ અવસર’ વાંચીને કહે છે કે આની અંદર તો ગમ્યતા આવવી પણ મુશ્કેલ થઈ પડે છે. કારણ કે અહીં એમણે તો જૈનની પ્રક્રિયા અને ભાવનું તાદાભ્ય બંનેને ઓતપ્રોત એકરૂપ મૂકી દીધાં છે. કૃપાળુદેવ જેમ કહે છે કે શુષ્કજ્ઞાનથી કંઈ ન થાય અને જડક્રિયાથી કંઈ ન થાય. તો ઉમાસ્વાતિ ભગવાને તત્ત્વાર્થભિગમ સૂત્રમાં કહ્યું ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ:' એ જ્ઞાન અને તરૂપભાવ એ બંનેનું સંયોજીકરણ એટલે ‘અપૂર્વ અવસર'નું પદ સમજી લેવું. અને જૈન પ્રક્રિયા શું છે? આત્મા ક્રિયા કરતો નથી, એમ નહીં પણ ૧૯૦ અપૂર્વ અવસર આત્મા ક્રિયા કરે છે. શુદ્ધિકરણની ક્રિયા આત્મા જ કરે છે. એ દેખાતી નથી. પરિણામથી પરખાય છે. ભાવના તાદાભ્ય સાથે, મન-વચન-કાયાના યોગ જ્યારે જોડાય ત્યારે સમયે સમયે તેમાં થતી અર્થસંપન્નતા જે છે તેનાથી સમયે સમયે એને અનંતા ચારિત્ર પરિણામ પ્રગટતાં જાય છે. સમયે સમયે અનંતી ગુણશ્રેણી નિર્જરા જ્ઞાનીઓને હોય છે. જ્ઞાનીઓ ક્ષણમાત્રમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. આ પ્રક્રિયાને ભાવ તાદાભ્ય કૃપાળુદેવે આપ્યું છે. અહીં દર્શનની વિશુદ્ધિ સાથે શુદ્ધ આત્માનું લક્ષ છે. એટલે કૃપાળુદેવ કહે છે, “અમારું ચિત્ત આત્મા સિવાય ક્ષણ પણ અન્ય ભાવને વિશે પ્રતિબદ્ધતા પામતું નથી.' અહીં તો જ્ઞાન અને પુરુષાર્થની ધારા વહેવડાવી દીધી છે. અને છતાં કહે છે ‘ગજા વગર’. અપેક્ષા એ કહે છે. કાળ – પંચમકાળ છે, કલિયુગ છે, હુંડા અવસર્પિણી, ધીટ કાળ છે. કાળ આજે અનુકૂળ થાય એવો નથી. દેશ કાળ પ્રતિકૂળ છે. અને વીતરાગનો મત લોક પ્રતિકૂળ પડ્યો છે. કૃપાળુદેવ પત્રાંક ૭૦૮માં કહે છે, “વીતરાગનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે. અને દૃષ્ટિરાગનું પ્રબળ સામ્રાજ્ય પ્રવર્તે છે.” દૃષ્ટિરાગ. મહાભયંકર રાગ છે. રાગનું અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે. કે જ્યાં સ્વરૂપ ઉપર રાગ નથી પણ કોઈ મત, પંથ, ગુર, કોઈ વ્યક્તિ, એનું મમત્વ એના આધાર ઉપર જ જ્યાં જીવની આખી ધારણા હોય. તત્ત્વો ગમે તેટલા પારમાર્થિક હોય પણ તેનો આધાર જ ખોટો. અને આધાર ખોટો હોવાના કારણે પરિણામ ખોટું. માર્ગની સ્પષ્ટતા એને કદાપિ ન થાય. દૃષ્ટિરાગનું સામ્રાજય પ્રવર્તે છે. કાળની દૃષ્ટિએ કળિયુગ છે. ક્ષેત્રની દૃષ્ટિએ ભરતક્ષેત્ર છે. જ્ઞાનીઓ એ લખ્યું છે કે, જ્યાં આ કાળે કેવળજ્ઞાન વિચ્છેદ થયું છે. એટલે ક્ષેત્રની દૃષ્ટિએ પણ એમને આજે અનુકૂળતા નથી. સંઘયણ અમારાં હીન છે. આ કાળના જગતના જીવોના સંઘયણ તણખલા જેવાં છે. અને આ જ્ઞાનીઓનું વજ જેવું સંઘયણ હતું. આપણા સંઘયણ એવા છે કે હાલતાં કોઈ spare-parts નીકળી જાય તો ખબર ન પડે. એવાં તો આપણાં સાંધા છે. થુંકના સાંધે આખું શરીર ચોંટેલું છે. બાકી વાતમાં માલ કંઈ નથી. બિલોરી કાચ જેવા છીએ. પવનનો ઝકોરો આવે ને તો પણ નંદવાય જઈએ. આયુષ્યનો તો દસ પળનો પણ ભરોસો નથી. પુરુષાર્થ હાથમાં લે, કરવાનું છે તે કરીને ચાલ્યો ૧૯૧

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99