Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 98
________________ અપૂર્વ અવસર પુરુષ એટલે વિશ્વાસ કરવા યોગ્ય. આની બહુ ખામી છે. દુનિયામાં માણસ ઘણા છે પણ આપણે જેના ઉપર ભરોસો રાખી શકીએ એવા માણસ કેટલા? જેના ઉપર આપણે We can bank upon, we can depend upon. એવું આશ્રય સ્થાન દુનિયામાં ખરું? કેટલીયે વાત એવી છે કે ઘરનાને પણ કહી શકાતી નથી. અને જીગરજાન દોસ્તને પણ કહી શકાતી નથી. તેમજ સમુદાયમાં પણ કહી શકાતી નથી. આ જીવને ક્યાંય આશરો ખરો? એવો કોઈ આમ પુરુષ, આપ્ત જીવ ખરો? કે જેની પાસેથી માર્ગદર્શન મળે અને એ આપણને છોડાવે? આ ગુરુ અને આ પરમાત્મા એ આપ્ત છે. જે ગુર છે તે પરમાત્મા સમાન જ છે. એવા ગુરુ સિવાય આ જીવને કોઈ બીજો આશરો નથી. ‘તુજ વિના નહીં કોઈ આશરો. સાંભળે કોણ કથન મારું ખરું?” પ્રભુ! તારા વિના મારી વાત કોણ સાંભળશે? જગતના જીવો સાગરપેટા નથી. એને જો વાત કરી હશે તો પચીસ જગાએ પહોંચી જાશે. કોઈ વાતને અંતરમાં સમાવી નહીં શકે. એક વાંદરો હતો. તેણે સાંભળ્યું હતું કે સિંહ તો જંગલનો રાજા કહેવાય. મહા સમર્થ. શક્તિશાળી. આ વાંદરાએ સિંહને જંગલમાં સૂતેલો જોયો. આ તો વાંદરાની જાત. એને અડપલું સૂછ્યું. એટલે એણે પેલા સિંહને તમાચો મારી દીધો. સિંહ તો ઘુરકવા મંડી પડ્યો. ગર્જના કરી. તે સાંભળી વાંદરો થરથર ધ્રુજવા લાગ્યો અને ભાગ્યો. સિંહે છલાંગ મારી. વાંદરો વિચારે કે હવે શું કરવું? ક્યાં જવું? એક છાપું હતું તે ઉઘાડીને બેસી ગયો. સિંહ ત્યાં પહોંચ્યો અને તરાપ મારી. કે છાપું પડી ગયું. સિંહ એને પૂછે છે તેં વાંદરાને જતો જોયો છે? વાંદરો કહે છે, “ક્યો? જેણે તમને તમાચો માર્યો છે જ ને?” સિંહ પૂછે, “ખબર પડી ગઈ બધાને?' તો કહે, ‘હા, છાપામાં આવ્યું છે.” સિંહ શરમિંદો થઈને ચાલ્યો ગયો. આ તો વાંદરાએ ભારે કરી. તમાચો માર્યો એનું દુઃખ તો ભૂલાઈ જાય. પણ આ જગત આખાને ખબર પડી ગઈ એ ભારે થઈ! એનું દુ:ખ ન ભૂલાય. એમ આ જીવ કોઈકને પોતાનું દુઃખ કહેવા જાય. અને સામી વ્યક્તિ બીજા સો જણાને કહી દે. આ જગતના જીવો વાંદરા જેવા છે. એમાં આમ પુરુષનું શરણું શોધવું. આ ખૂબ મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ કહે છે કે, “આવ! જ્ઞાનીને શરણે આવ.' જીવ જ્યારે જ્ઞાનીને શરણે આવે ત્યારે એને કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી. ૧૯૪ અપૂર્વ અવસર કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. કારણ કે એ અભય છે. નમો જિણાણ, જિઅ ભયાણ. આ તો અભયને પામ્યો છે. અભયનો દાતા છે. અને જગતના જીવોને અભય આપે છે. એવા આપ્ત પુરુષ, આપ્ત પુરુષ અને પ્રાપ્ત પુરુષ. શરણું લેવું તો પ્રાપ્ત અને આત પરુષનું લેવું તીર્થંકરને આગમકારોએ આપ્ત પુરુષ કીધાં છે. પરમકૃપાળુદેવ પણ જ્ઞાની પુરુષને આપ્ત પુરુષ કહે છે. આપણે પણ ‘નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” આ સાંભળીને, પ્રભુ આજ્ઞાને શિરોધાર્ય કરીને, પરમપદ પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ. વીતરાગનો માર્ગ મળ્યો છે, જિનેશ્વરનો માર્ગ મળ્યો છે, જૈનકુળ છે. આર્યદેશ છે. એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે. જગતની બધી જ પ્રતિકૂળતા જોવા જતાં આના જેવા અનુકૂળ સંયોગો કયાંય નથી. દુનિયા આખીમાં ક્યાંય કોઈને પોતાના સ્વરૂપની વાત સાંભળવા મળતી નથી. જગતના જીવો મૂંઝાય છે. સમૃદ્ધિના રોગથી પીડાય છે. અજંપો છે. તે સમયે આવો માર્ગ હળવા થવાનો, આવો માર્ગ પવિત્ર થવાનો, આવો માર્ગ કર્મથી નિવૃત્ત થવાનો મળવો દુષ્કર છે. ‘ન ભૂતો ન ભવિષ્યતિ.” વીતરાગ સમો દેવ, રાજચંદ્ર સમી ગુરુ ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ મહાવીર જેવો દેવ નહીં મળે. શ્રીમદ્ રાજચંદ્ર જેવો નિગ્રંથ ગુરુ નહીં મળે. જેણે કેવળજ્ઞાન લીધું કે લેશે એવો પુરુષ એણે કહ્યું કે આ અમે ગજા વગરની વાત કરી છે. મેં પણ આ વાત ગજા વગર કીધી છે. ‘આત્મસિદ્ધિ’ના સ્વાધ્યાયમાં આટલો બોજો નહોતો લાગ્યો. પણ આ “અપૂર્વ અવસર'ની ગાથાએ ગાથાએ સખત બોજો લાગ્યો છે. આ વાતને-પ્રભુની વાતને હું કેમ કહી શકીશ? આ શબ્દો! આ પદની આખી રચના! આ ગજા વગર વાત કીધી છે. જિનેશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ, કહેવાતા સ્વાધ્યાયની અંદર, મોહવશ, પ્રમાદેવશ, અજ્ઞાનવશ, કંઈક ક્ષતિ થઈ હોય, કંઈક ઊણપ આવી હોય તો એ ભૂલી જજો. અને આ પદની અંદર, શ્રીમદ્ભા વચનની અંદર, શબ્દ શબ્દ જે આત્માનું સામર્થ્ય છે, એ સામર્થ્યના આધારે, એ જયોતના આધારે, એ ચિનગારીના આધારે, આપણે આપણા સામર્થ્યને પ્રગટાવીએ. એ પરમપુરુષને ઓળખીએ. ૧૯૫

Loading...

Page Navigation
1 ... 96 97 98 99