Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 99
________________ અપૂર્વ અવસર અને શ્રીમન્ના બોધબળને જીવનમાં વધારીએ. જેટલું બોધબળ જીવનમાં વધશે એટલો મારો ને તમારો માર્ગ ટૂંકો છે. નિશ્ચય તો આપણે પણ એ જ પરમપદનો કરવો છે. જે શ્રીમદ્ભર્યો છે. જે નિશ્ચય રાજચંદ્રના મનને છે તે જ નિશ્ચય આપણને રહે એમ પ્રભુને વંદન કરતા કહીએ, “હે ભગવાન! તમારું ગજું નહોતું તો અમારું એ ગજું નથી. પણ નિશ્ચયમાં તો અમે ને તમે એક છીએ. તમારો નિશ્ચય પ્રબળ હશે. અમારો પણ પ્રબળ છે. તમને પ્રભુ આજ્ઞાનું શરણું છે. અમને પણ પ્રભુ આજ્ઞાનું જ શરણું છે. ભવોભવ, જન્મોજનમ, અમને આ વીતરાગ પરમાત્માનું અને તેના માર્ગનું શરણ હો જો.” અને જે પદનું સંતો સદા રાત્રિ દિવસ ધ્યાન કરે છે એ જ પદનો નિશ્ચય આપણા જીવનમાં સ્થાપિત કરવા આપણે અંત્ય મંગલની પ્રાર્થના કરીએ. સુખધામ અનંત સુસંત ચહી, દિન-રાત્ર રહે તદધ્યાન મહીં. પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. સપૂરૂષોનું યોગબળ જગત કલ્યાણ હશે. પગકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું યોગબળ 4 મુમુક્ષુ જગતનું કલ્યાણ કરો 196

Loading...

Page Navigation
1 ... 97 98 99