________________
અપૂર્વ અવસર હોય પણ, અને ન પણ હોય. સદ્ગુરુના લક્ષણની અંદર પરમશ્રુત પણું કહ્યું છે. સદ્ગુરુના પાંચ લક્ષણ કીધા છે. ‘આત્મજ્ઞાન’ ઉપરાંત બીજા ચાર લક્ષણ કીધા છે. (૧) આત્મજ્ઞાન એ સાચા ગુરુ. પણ આત્મજ્ઞાન ઉપરાંત બીજા ચાર લક્ષણ કીધા છે. (૨) સમદર્શિતા (૩) વિચરે ઉદય પ્રયોગ (૪) અપૂર્વવાણી. (૫) પરમશ્રુત. આ બધા સદ્ગુરુના લક્ષણ. અને પોતે કહે છે કે એવા લક્ષણો અમારામાં વિદ્યમાન છે અમે ધારીએ તો ધર્મનું સંસ્થાપન કરી શકીએ. એમણે પોતાની આ સ્થિતિ વર્ણવી છે. અને પરમગુરુના લક્ષણ કીધા છે. તે પરમપુરુષ છે. ‘પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ.’ એની સ્થિતિ આ તેરમા ગુણસ્થાનકની છે. પેલી (સદ્ગુરુની) સ્થિતિ છઠ્ઠા ગુણસ્થાનકની છે. એને (પરમપુરુષને)પરમગુરુ કીધા છે. પરમગુરુ પ્રાપ્ત થયા હોય તો સદ્ગુરુ મળે કે ન મળે ચિંતા ન કરવી. પરમગુરુને ઓળખતા આવડવું જોઈએ. અને કૃપાળુદેવે મંત્ર આપ્યો, મુનિશ્રીને. મુનિશ્રીને કૃપાળુદેવનો યોગ થતો નથી. એક સંસારી અવસ્થામાં છે(કૃપાળુદેવ). અને બીજા દીક્ષા પર્યાયમાં છે(મુનિશ્રી). એમને મંત્ર આપ્યો, ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ’ એનું શરણું લ્યો તો અમારા વિયોગથી પણ તમારું કલ્યાણ છે. અમારા વચનના બળથી ઓળખવાનો પ્રયત્ન કરો. ખૂબ સમજવું જોઈએ. તીર્થંકર પરમગુરુ છે. આ બધા જે અવસ્થામાં પહોંચ્યા છે તે બધા જ મહાન આત્માઓ એ પરમગુરુની અવસ્થામાં છે. આપણો મંત્ર છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. અરિહંત એ પરમગુરુ છે. પત્રાંક-૮૩૩માં કૃપાળુદેવ કહે છે કે ‘સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છુ.’ કેવી દશા વેદાય છે!
રાજકોટમાં સમાધિ ભવનનાં સ્થાને ‘નર્મદા મેન્સન' અને કાશી વિશ્વનાથ પ્લોટની અંદર કૃપાળુદેવ બિરાજમાન છે. એમને પણ જીવનનો અંતિમકાળ પારખી લીધો. બધી જ ક્રિયાઓ રાબેતા મુજબની થઈ. હવે પોતાને યોગની ક્રિયા કરવી છે. એટલે કહ્યું છે કે પથારી હવે પુરી થઈ ગઈ. દૂધ પીધું બિમારી પણ છેલ્લે દિવસે કોઈ વિશેષ ન હતી. જાગૃતિ વિશેષ વર્તતી હતી. આ યોગી
૧૬
અપૂર્વ અવસર
પુરુષ છે. મનસુખભાઈને કહે છે, ‘મને કોચ ઉપર ફેરવ’ કારણ કે યોગનું અને શ્વાસોચ્છ્વાસનું રૂંધન કરવું છે. એ સીધી અવસ્થામાં નહીં થાય. બેસીને અને ઊભા ઊભા કરવા માટે કોઈ શરીરની શક્તિ રહી નથી. એ નાભિથી કરીને સહસ્રમણિ સુધીની આખી જે પ્રક્રિયા છે એ શ્વાસની પ્રક્રિયા નાભિથી સહઆધાર સુધીની કરવાની છે. એને પૂર્ણ શ્વાસ કહેવાય છે. એ શ્વાસ લઈ શકાય, એ પ્રક્રિયા થઈ શકે માટે શરીર આખું લાંબુ છે. પણ ઉપરના શરીરને કોચની અવસ્થામાં મુક્યું છે. અને એની અંદર સ્થિત થયા ત્યારે એના ભાઈને એટલું જ કહ્યું કે, ‘મનસુખ, હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું.' એ લીન થવાની પ્રક્રિયા સવારે નવ વાગ્યાથી બપોરના બે સુધી ચાલી. બધા જોતા જ રહ્યા. અને મનસુખભાઈ લખે
છે કે એમની સાથે મોરબીના વકીલ હતા. એમણે પણ એક પત્રમાં લખ્યું છે કે, ‘અમે તો જોતા જ રહ્યા પાંચ કલાક સુધી નિષ્કુપન કાયા અને શ્વાસ ધીરે ધીરે બંધ થતો જાય અને જેમ જેમ એના ચૈતન્યના પ્રદેશો મુક્ત થતા ગયા તેમ તેમ તેના શરીરની કાંતિ ઉત્તરોત્તર વર્ધમાનપણાને પામતી હતી.' મનસુખભાઈએ કહ્યું, ‘એ અવસ્થાનું શું વર્ણન કરીએ? પણ જે કાયોત્સર્ગ અવસ્થાની અંદર ઊભા રહીને એમણે એમનું ચિત્રપટ આપ્યું છે. તે જ અવસ્થાની અંદર અમે પાંચ કલાક સુધી એમની સ્થિતિ જોઈ. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ યોગનું રૂંધન ‘હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.’ આ પુરુષ કહે છે ‘હું માત્ર નિર્વિકલ્પ, શુદ્ધ, શુદ્ધ પ્રકૃષ્ટ, શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.' એવી સ્થિતિની અંદર, આત્માનું આવું સ્વરૂપ! આ વાત પણ ભગવાને આત્મસિદ્ધિની અંદર કીધી જ છે.
ભગવાને મોક્ષના પાંચ ઉપાય કીધાં. પહેલા અંતર્મુખપણું કીધું. પછી બંધના કારણોની દશાને છેદવાનું કહ્યું. પછી રાગ-દ્વેષ, અજ્ઞાનને નિવૃત કરવાના કીધાં. આ એક એક ઉપાય ભૂમિકા અનુસાર છે. એક ઉપાય આ પણ કહ્યો,
‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.’ આ.સિ.-(૧૦૧) આપણને કર્મનાં બંધ અને કર્મની દશા- આશ્રવ છોડવાની વાત કહી, રાગદ્વેષ અજ્ઞાનની નિવૃત્તિની વાત કહી, છેલ્લે મોહનીય કર્મને નિવૃત્ત કરવાની વાત
૧૬૭