________________
અપૂર્વ અવસર ઘા સરખા લાગે તો ૭૫ ઘાએ પણ કામ થઈ જાય. વહેલો થવાની સંભાવના છે. અને ઘા જો નબળા પાડીશ તો કાળ લંબાતો જાશે. માટે આપણી અરાધના બળવાન હોવી જોઈએ. મનુષ્યભવની પળેપળ કીમતી છે. સમયે સમયે, આ આત્મા ઉપર - આવો યોગ સંપ્રાપ્ત થયો છે. પરમાર્થનો ત્યારે-શ્રુતિના સંસ્કારો લેતા જ જાઈએ. સ્વાધ્યાય એ શ્રુતિના સંસ્કાર માટેનું ઉત્તમ માધ્યમ છે. આપણા જીવનમાં આ શ્રુતિના સંસ્કારો જાગે અને આપણા જીવનમાં આ જે કંઈ અવસ્થા છે એ અવસ્થા પ્રાપ્ત કરીએ - જે અવસ્થા સહજ સમાધિની અવસ્થા છે. જ્ઞાનીઓ કહે છે કે આ તો બાહ્ય કારણ વગરની સમાધિ છે. આપણને સમાધિસુખનો અનુભવ બાહ્ય કારણથી થાય છે. આપણી સમાધિ બાહ્ય કારણને આધીન છે. આત્માની સમાધિ સહજ સમાધિ છે. જે આત્માનો મોહ ગયો તેને જ સમાધિ ઉત્પન્ન થાય છે. સમકિત થવાથી સહેજે સમાધિ થાય છે અને સંપૂર્ણતા થવાથી આવી સમાધિ અનંત સુખનું કારણ બને છે.
અપૂર્વ અવસર. ગમે તે દશામાં ગમે ત્યાં જશે, એના સંસ્કાર એની સાથે રહેશે. આપણે અત્યારે આત્મબળની આરાધના કરીએ છીએ. અને આ જ બળ ક્યારેક પૂર્વપ્રયોગનું બળ થશે. આ પ્રયોગ છે. અને જૈનદર્શન પ્રયોગનું શાસ્ત્ર છે. આ પ્રયોગનો માર્ગ છે. કાકા કાલેલકરે શ્રીમદ્જીને માટે એક શબ્દ કહ્યો છે, ‘આ શ્રીમદ્ છે એ એક પ્રયોગવીર પુરુષ છે'. કેવા કેવા કર્મોને એમણે ૩૩ વર્ષના આયુષ્યની અંદર પરાસ્ત કરીને, બળવાનપણે વેદીને એ નિષ્કર્મ થયા. આણે તો પ્રયોગ કર્યો છે. વીતરાગનો માર્ગ પ્રયોગનો છે. અને પ્રયોગ એ પુરુષાર્થનો ઘોતક છે. એટલે આ માર્ગ પુરુષાર્થનો છે. પુરુષાર્થ કર્યા વિના કોઈને મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે પૂર્વ પ્રયોગ પણ કારણભૂત છે. માટે પૂર્વપ્રયોગમાં આપણો મોક્ષ પ-૨૫ કે ૧૦૦ ભવ પછી થવાનો હોય તો પણ તે દિવસે પૂર્વપ્રયોગ જોઈશે - ઉર્ધ્વગતિ કરવી હશે તો અત્યારે આપણી આરાધના પૂર્વ પ્રયોગના સ્વરૂપમાં છે. જો ભેગું કર્યું હશે તો કોઈક દિ આ બળ કામ આવશે. માટે આરાધના કરી કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. જેણે આત્મધર્મની આરાધના કરી છે, પોતાના આત્મા ઉપર જેણે શ્રુતિના સંસ્કારો મૂક્યા છે એની અમીટ છાપ આત્મામાં હોય છે. અને એ અમીટ છાપ હોવાના કારણે પણ એને ભવાંતરમાં એવા ભાવો જન્માવે છે. એટલે તિર્યંચ અવસ્થામાં પણ ભગવાન મહાવીરનો જીવ, હિંસક સિંહ હોવા છતાં મુનિને જોઈને થંભી જાય છે. કે આવું સ્વરૂપ મેં ક્યારેક જોયું છે. આ ચારિત્રનો મને અનુભવ છે. આ શ્રુતિ સંસ્કાર. અને જ્યાં ભગવાન બિરાજતા હોય, મુનિઓ
જ્યાં તપ કરતા હોય, જ્ઞાનીઓ જ્યાં સાધના કરતા હોય, ત્યાં અરણ્યમાં હિંસક પ્રાણીઓ હોય, જંગલી પશુઓ હોય, પણ મહાત્માના યોગના પ્રભાવથી અને એ પ્રાણીઓના જો પોતાના શ્રુતિ સંસ્કાર પૂર્વના કાંઈ હોય તો તેને સમ્યફભાવ જાગે છે. તેનો આત્મા જાગ્રત થાય છે. પૂર્વપ્રયોગમાં સાધનાના સાતત્યનું મહત્ત્વ છે. સાધનાનું સાતત્ય જ પરિણામકારી થાય છે. જેમ કૂવો ખોદનારને પાણી મળતાં સુધી પથ્થરો તોડવાની ક્રિયા સતત ચાલુ જ રાખવી પડે છે. એક એક ઘણના ઘા મારીએ અને સોમા ઘાએ એ પથ્થર તૂટવાનો છે. પહેલો ઘા પણ નબળો પડવો જોઈએ નહીં. નહીંતર સોને બદલે ૧૧૦ ઘાએ તૂટશે. આ તો એક એક ઘા જેણે બરાબર માર્યા છે એને સોએ તૂટશે. પણ જ્ઞાની જાણકાર કહે છે કે પાંચપચીસ
૧૭૨
-હારુષોનું યોગબળ જગતનું કલ્યાણ યોઃ
૧૭૩