________________
અપૂર્વ અવસર જે પદ પોતાના જ્ઞાનમાં જોયું તે પદ પોતાની વાણીના સામર્થ્યથી પણ ભગવાન કહી શક્યા નહીં. ‘તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?’ એક સ્વરૂપને અન્યની વાણી, એટલે કૃપાળુદેવ કહે છે કે મારા, તમારા જેવા જીવોની વાણી, આ પદને શું કહી શકે? કારણ એનું એક લક્ષણ છે, ‘અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’ આ જે જ્ઞાન છે, આ જે આત્મા છે તે કેવળ અનુભવ ગોચર છે. વાણી ગોચર નથી. શબ્દ ગોચર નથી. કર્ણ ગોચર નથી. દૃષ્ટિગોચર નથી. હાથથી પકડાશે નહીં. આંખની દેખાશે નહીં. કાનથી સંભળાશે નહીં. નાકથી સુંધાશે નહીં. જીભથી ચાખી નહીં શકાય અને મનની ક્લ્પનામાં આવી શકે એમ નથી. પાંચ
ઇન્દ્રિય અને છઠ્ઠું મન આ આત્મસ્વરૂપને પકડવા માટે સમર્થ નથી. એવું અદ્ભુત આ આત્માનું સ્વરૂપ એ અનુભવગોચર છે. કેવળ અનુભૂતિ જો થયેલી હોય તો અનુભવમાં એ પકડી શકાય. આત્માને આત્મા વડે જ જાણી શકાય. આત્માને જાણવા માટે આત્મા સિવાય બીજું કોઈ સાધન નથી. અને આત્મતા પ્રાપ્ત પુરુષ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. ‘તે આત્મા, આત્મતા પ્રાપ્ત પુરુષ વિના જાણ્યો જાય એવો નથી.’ જેણે પણ આત્માના સ્વરૂપનો અનુભવ કરવો છે એણે આવા અનુભવપ્રાપ્ત અને આમ પુરુષનું શરણું લીધા વિના આ આત્મસ્વરૂપ પોતાની મેળે પ્રાપ્ત થાય એવું નથી. આ તો અપૂર્વ છે. ‘અપૂર્વ એવું પોતે પોતાથી પ્રાપ્ત કરી શકે એવું નથી. અને જેના વડે પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ સમજાતું નથી.' આ જીવની મુશ્કેલી એ જ છે કે, ‘જેનાથી પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. અને જીવની ભુલભુલવણી પણ એ જ છે.’ (પત્રાંક.૨૮૫) આ સ્વરૂપ કોની પાસેથી પ્રાપ્ત થાય? કોની પાસેથી મળે? પરમ કૃપાળુદેવને આ બાબતમાં કોઈ શંકા ન હતી. એમણે આંક ૪૩૬માં એક સરસ મજાનું વાક્ય લખ્યું, ‘જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ.' તીર્થંકર, સર્વજ્ઞ, જિનેશ્વર, અરિહંત, કેવળી, આવી જેની દશા છે એ ‘તીર્થંકરે સ્વસ્વરૂપસ્થ આત્માપણે થઈ,' પહેલાં પોતે આત્માપણે થયા. ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા” એવા આત્માપણે થયા અને પછી વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, તે રીતે કહેવા માટે
૧૭૮
અપૂર્વ અવસર
પ્રયત્ન કર્યો, તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો. શબ્દ છે ‘અત્યંત’, ‘યથાસ્થિત’ જેવો છે તેવો કહ્યો. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને - આની પાસેથી આત્મા જાણવો છે – ફક્ત આત્મા - સંસાર નથી જાણવો. એટલે
આ તીર્થંકર પાસે બીજી કોઈ પ્રકારની અપેક્ષા હોય? વીતરાગ પાસે અપેક્ષા શું? માત્ર આત્મસ્વરૂપને જાણવાની અને પામવાની, આ સિવાયની કોઈ પણ અપેક્ષાને જૈનદર્શનની અંદ૨ પરમાર્થમાર્ગમાં કહી નથી. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ’. મનમાં જો જરાપણ રોગ હશે તો એણે તીર્થંકર દેવ પાસે ન આવવું. જગતમાં બીજા દેવ ઘણા છે. જે તમારા સંસારી સુખનો સોદો કરી લેશે. કારણ કે તે દેવો હજુ સંસારની ગતિમાં છે. તેઓ પોતાની રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિનો ઉપયોગ કરે છે. રાગદ્વેષ સહિત છે. તેઓને હજુ પોતાના લક્ષવ્ય-ગંતવ્યનું યથાર્થ પ્રકારનું જ્ઞાન થયું નથી, ભાન થયું નથી. પુરુષાર્થ ઉપડ્યો નથી. એવા દેવો પણ જગતમાં છે. માટે અહીંયા તો કેવળ આત્મત્વ પ્રાપ્ત કરવું હોય, કેવળ શુદ્ધ આત્માને જાણવો હોય, કેવળ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી હોય તો જ વીતરાગ દેવને શરણે આવવું. બીજા સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરવાની જેની ભૂમિકા હોય, કે મારે આ જગતમાં અને આ જીવનમાં કંઈ જ જોઈતું નથી. એ જ વીતરાગનું શરણું લે. એ જ વીતરાગના માર્ગમાં રહી શકશે, ટકી શકશે. બાકી બીજા વીતરાગના માર્ગમાં રહેશે પણ માર્ગને પણ પ્રદૂષિત કરી મૂકશે. અહીંયા કોઈ પ્રકારની અપેક્ષાને સ્થાન નથી. આખા સંસારને જેણે સળગાવી નાખવો હોય, પોતાના કુળ, કુટુંબનું ભલું કરવાની વાત નથી, પણ એનું નિકંદન કાઢી નાખવું હોય તેણે વીતરાગના માર્ગમાં આવવું. ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ આ મહત્ પુરુષનો માર્ગ બંધનનો માર્ગ નથી. મુક્તિનો માર્ગ છે. સંસારનાં કોઈ પણ સંગ, પ્રસંગ, કારણ, સંયોગ, સંજોગ એના પ્રત્યે લેશમાત્ર પણ રાગ હોય, આસક્તિભાવ હોય, મોહ હોય એ બંધન છે. અને આ માર્ગ બંધનથી મુક્તિનો માર્ગ છે. અહીં આવીને કોઈ લૌકિક સુખની કામના, એની વાંછા હોવી ન જોઈએ. એ કામના હોય તો અહીંયા પગ દેશો નહીં. સર્વ પ્રકારની અપેક્ષાની ત્યાગ કરીને - આ વીતરાગના માર્ગમાં પ્રવેશ કરવાનો છે. “અમે તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર
કરીએ છીએ’ આ ‘અપૂર્વ અવસર'ની વાત કૃપાળુદેવને ઘણી કહેવાની હતી. અને
૧૩૯