Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 89
________________ અપૂર્વ અવસર છે અને એનો હવે ક્યારેય અંત નથી. આવું અવિચ્છિન્ન, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિમાં, અનંત જ્ઞાન અને અનંત દર્શન સહિત એ જીવ છે. હવે આજે છેલ્લી બે ગાથાઓ આ પદની લઈએ. એમાં પરમકૃપાળુ દેવે જે વાત કહેવા ધારી છે તેનો ૧૯ ગાથા સુધી પ્રયત્ન કર્યો. દર્શનમોહ વ્યતીત થયો છે. અને હવે ચારિત્ર્યમોહ મક્ષિણ થવા માટે જ પોતાનું આ જીવન છે. અને એ સર્વશના માર્ગને આધારિત, વિતરાગના માર્ગને આધારિત એમણે ઓગણીસ ગાથાઓમાં એક એક અવસરના આપણને ટબ આપ્યા કે આવાં અપૂર્વ અવસર અમને ક્યારે આવશે? આવેલાં છે એ પણ કહ્યાં અને જેની અભિપ્સા છે એ પણ કીધી. બાર ગાથા સુધી તો પોતાને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે તેનું વર્ણન કર્યું અને તેરમી ગાથાથી ઓગણીસમી ગાથા સુધી પોતે જે હવે અપૂર્વ કરણનો પુરુષાર્થ કરવાના છે- ક્ષેપક શ્રેણી માંડીને એની પણ વાત કહી. અને એમાં એ પુરુષ આ પદ લખાયા પછી પ્રગતિમાં છે. અને એ પ્રગતિની અંદર લગભગ કેવળ સ્પર્શીને દેહવિયોગ થાય છે. ત્યાં પદની રચના પછી પુરુષાર્થ ક્યાંય અટક્યો નથી. આ પદ તો એ પુરુષાર્થ પહેલાનું છે. શ્રેણી એણે માંડી દીધી. છલાંગ લગાવી દીધી. પણ ‘પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. માથે ઘણો બોજો રહ્યો હતો તે અલ્પ વીર્ય કરી વેદનાની પ્રઘટના કરતાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. આયુનો યોગ ઘટી ગયો.” જગતના જીવોની કે જ્ઞાનીઓની એવી સ્થિતિ પણ આવે છે કે આયુનો યોગ અને સામે કર્મની સ્થિતિ, જેમાં કર્મની સ્થિતિ વધારે છે અહીંયા એમને પણ એમ જ થયું છે. કર્મ ખતમ કરવાં છે. આયુષ્ય ખૂટી ગયું. પગે ઉદયમાન નિકાચિત થાક ગ્રહણ કર્યો. કંઈ વાંધો નહીં, છતાં કહે છે કેવળ લગભગ ભૂમિકા'. કેવળજ્ઞાન લીધું કે લેશે. આ દશાએ પહોંચેલો પુરુષ છેલ્લે તો એમ કહે છે કે હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. આ વસ્તુને સમજાવવા માટે અહીં પોતાની કથની કહે છે. ‘જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’ અપૂર્વ - ૨૦ ૧૭૬ અપૂર્વ અવસર અહીંયા કૃપાળુદેવ કહે છે કે જે પદની અમે પ્રરૂપણા કરી છે એ પદ સર્વજ્ઞ પ્રભુએ એના જ્ઞાનમાં દીઠું છે. આ પદ દેખાય ક્યારે? આ પદનાં દર્શન ક્યારે થાય? સર્વજ્ઞતા સિદ્ધ થયે. પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થયું. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થતી નથી ત્યાં સુધી સર્વજ્ઞતા થતી નથી. અને જયાં સુધી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી ત્યાં સુધી એ પૂર્ણપદ દેખાઈ શકતું નથી. ‘જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં એમણે જ્ઞાનમાં જોયું. કારણ કે એ તો જ્ઞાનનો વિષય છે. અનુભવગોચર છે. આ પદ આંખનો વિષય નથી. જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયોનો વિષય નથી. મનનો વિષય નથી. માટે કૃપાળુદેવે સૌભાગભાઈ અને ગોસાળિયાને કીધું, ‘તમે પદાર્થને સમજો. મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં.' કારણ કે એ બને તો સુધારસ પ્રાપ્ત થયો હતો. એટલે એમ હતું કે બધુંય મળી ગયું. “મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં. સત્પુરુષથી થયેલો નિશ્ચય આખરી માનજો. એટલા માટે અમે તમને કહીએ છીએ કે સુધાની ધારા પછી પણ કેટલાંક દર્શન થયાં છે.’ વાત ત્યાં અટકતી નથી. આ તો (સુધારસ) એકાદું સોપાન છે. કોઈ એકાદ સાધન પ્રાપ્ત થાય. અનેક પ્રકારનાં કરણ અને ઉપકરણ છે. એમાં આ એકાદ પ્રકારનું ઉપકરણ છે. મહિમા ઘણો છે પ્રત્યેક ઉપકરણનો. પણ યથાભૂમિકામાં છે. એ સુધાની ધારાની ભૂમિકા એમણે ચાર રીતે સમજાવી છે. જયારે આત્મતા પ્રાપ્ત પુરુષાર્થ છે ત્યારે એ પરમાર્થની ભૂમિકા છે. બાકી તો બધી જ વ્યવહારની ભૂમિકા છે. બાકી તો ભ્રમણા છે. અહીંયા કહે છે કે એ સર્વજ્ઞ પરમાત્માએ જે પદને પોતાના જ્ઞાનમાં દીઠું એ તીર્થકર, જેને પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો ઉદય થયો છે, અને એની દેશના માટે દેવોએ સમવસરણની રચના કરી છે, અને જગતના ભવ્ય જીવો દેવલોકમાંથી, મનુષ્યલોકમાંથી અને તિર્યંચ સૃષ્ટિમાંથી પણ ભગવાનના બોધને સાંભળવા ભેગા થયા છે. પ્રભુ દેશનાની અંદર આવી પાંત્રીસ અતિશય યુક્ત વાણીથી પણ જે પદ પોતાનાં જ્ઞાનમાં જોયું તે કહી શક્યા નથી. આત્મસ્વરૂપનું પદ, આત્મસ્વભાવ, આ શુદ્ધ આત્માનું પદ એને સર્વજ્ઞ પણ કહી શક્યા નહીં. સર્વજ્ઞને તો પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો ઉદય છે. અને સમવસરણની અંદર બેસીને કહેવાનું છે. આવા વ્યવહાર જગતની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભૂમિકામાં બેઠેલા સર્વજ્ઞ પરમાત્મા, એમણે ૧૩૭

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99