Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 83
________________ અપૂર્વ અવસર આવી વિષમ અવસ્થા ઊભી કરે તો ‘લીલા દોષ વિલાસ' આ કોઈ અલખની લીલા નથી. ઈશ્વર તો નિર્દોષ છે. ‘દોષ રહિતને લીલા વિ ધટે રે.’ પાપના કર્મો કરનાર, પ્રપંચના કર્મો કરનાર ઈશ્વર ન હોય. ‘ઈશ્વર શુદ્ધ સ્વભાવ' કૃપાળુદેવ કહે છે, ‘ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવ' માટે આ આત્માને ઉત્પન્ન કરનાર જગતમાં કોઈ કર્તા નથી. અને જેને ઉત્પન્ન કરનાર કોઈ નથી, જો આ આત્મા અનુત્પન્ન છે તો એ અવિનાશી છે. એનો નાશ કે એનો વિલય જગતનાં કોઈપણ પદાર્થમાં થઈ શકે નહીં જગતમાં કોઈપણ સ્વરૂપમાં એનું વિલિનીકરણ થઈ શકે નહીં. Spirit of soul is an entity and that is eternal entity, for ever. 4 એ ક્યારે ઉત્પન્ન થયો છે એ પણ ખબર નથી. અને ક્યારે પણ એનો નાશ નથી. એનું સ્વરૂપ અનાદિ અનંત છે. અને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ અનાદિ અનંતપણું છે. એમણે સર્વ સત્તાના આધારે જ કીધું કે આ જીવનું અનાદિ અનંતપણું છે. આપણા ગણિતના આશ્રયે અનાદિ નથી કહ્યું. કારણ કે આપણને તો જેનો કાળસમય ન મળે કે ઇતિહાસ ન મળે તો આપણે તો કહી દઈએ કે અનાદિ છે. આપણું ગણિત સંસારીનું છે. એટલે અજ્ઞાનીની અનાદિપણાની વ્યાખ્યા અને સર્વજ્ઞની અનાદિપણાની વ્યાખ્યા સમજવી. જૈનદર્શન તો કેટલી વાત મૂકે છે. આ અગુરુલઘુ નામનો ગુણ છે. આ અગુરુલઘુપણું કેવી રીતે છે? આ આત્મા શુદ્ધ થાય તો બીજા શુદ્ધ આત્મામાં ભળી ન જાય. જ્યોતમાં જ્યોત મળી ન જાય? ના, એ માન્ય નથી. જ્યોતમાં જ્યોત મળી જાય એવી આ વાત નથી. સ્વરૂપની વાત આવી નથી. સ્વરૂપ અખંડ છે. અભેદ છે. નિત્ય છે. અજર છે. અમર છે. જેનો જન્મ નથી એનું મૃત્યું ન હોય. જે ઉત્પન્ન થયું નથી એનો વિલય ન હોય. એ કોઈ દિવસ વિનાશને પામે નહીં. અને એ જ્યારે પોતાની સુખપૂર્ણ સ્થિતિની અંદર સદાકાળ જો રહેવાનો ન હોય તો એવી સુખની સ્થિતિ પ્રાપ્ત કરીને કરવું શું છે? કે જ્યાં એ સુખનો ભોગવનાર તો છે નહીં. જે અનંત સુખરાશીનો ભોગવટો જો મારા પ્રારબ્ધમાં ન હોય તો એ લઈને મારે શું કરવું છે? એના સારુ તપ તપવાના? એના સારું અરણ્યમાં જાવું? એના સારું થઈને વાઘ-સિંહને પરમ મિત્ર માનવા? આ બધું કરવાનું શું કારણ? અને ભૂખે મરવું અને દુઃખી થવું? મારું જ જો અસ્તિત્વ ન રહેવાનું હોય તો આ બધું શા માટે કરવું? ૧૬૪ અપૂર્વ અવસર પણ જૈનદર્શન તો આત્માની અમરતાનું દર્શન છે. સર્વ પરિસ્થિતિમાં આત્માની અમરતા છે. પૂર્ણ શુદ્ધ અવસ્થાની અંદર પણ. કારણ કે પ્રત્યેક પદાર્થમાં અગુરુલઘુ નામનો એક જબરજસ્ત ગુણ છે. અને એ ગુણ પદાર્થના અસ્તિત્વનું વિલિનીકરણ કરવા દેતો નથી. વૈજ્ઞાનિકો થોડે સુધી પહોંચ્યા છે. પહેલા કહેતાં Every thing is distroyed હવે કહે છે Nothing is distroyed but everything is transformed આજે વૈજ્ઞાનિક- જડ પદાર્થ, પુદ્ગલ પદાર્થ, પરમાણુ એના માટે એકવીસમી સદીમાં કહે છે કે Matter is never distroyed, energy is never distroyed but it is transformed. transformation થાય. જો જડ પદાર્થનો નાશ ન થતો હોય તો ચેતનનો નાશ થાય? અને ‘ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ.’ (આ.સિ.) તો સમજ તો ખરો ચેતન ગયું ક્યાં? એ કંઈ જડમાં ભળશે નહીં. આ તો વીતરાગ વિજ્ઞાન છે. સર્વજ્ઞ કથિત છે. પૂર્ણ છે. it is absolute science. આ કોઈ સાપેક્ષ વિજ્ઞાન નથી. નિર્પેક્ષ છે. સર્વજ્ઞનું છે. ‘અગુરુ લઘુ- અમૂર્ત સહજપદ રૂપ જો.’ અમૂર્ત - હવે પુદ્ગલ પરમાણુ ન હોવાને કારણે આત્માનું મૂર્તિપણું ચાલ્યુ ગયું. જીવને મૂર્તપણું ક્યાં સુધી હોય? મન, વચન, કાયાના પુદ્ગલ પરમાણુઓ ના કારણે આ મૂર્તપણુ હોય. કારણ કે એનામાં રસ, રૂપ,ગંધ અને વર્ણ છે એ આકારની રચના કરે છે. પણ એકે પુદ્ગલ પરમાણુ જ હવે નથી તો આ ગુણો ક્યાં લેવા જવા? તો મૂર્તિમંતપણાને આપનાર ગુણો ક્યા? રસ, રૂપ, ગંધ અને વર્ણ હવે એ તો છે નહીં. એકે પુદ્ગલ પરમાણુ સ્પર્શતા નથી તો આત્માનું સ્વરૂપ કેવું? અમૂર્ત. સહજપદ- પોતાના સહજ સ્વભાવમાં સ્થિત. કૃપાળુદેવે એને કહ્યું છે, ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.' કૃપાળુદેવે આપણને બોધની અંદર એટલી બધી સ્પષ્ટતા આપી છે. એમણે ગુરુ પણ સમજાવ્યા છે. સદ્ગુરુ પણ સમજાવ્યા છે. એમણે પરમગુરુ પણ સમજાવ્યા છે. વિવેકથી સમજીએ. ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણુ તે સાચા ગુરુ હોય' એનામાં ગુરુપણુ છે કારણ કે આત્મજ્ઞાન છે. તે પોતાના આત્માને જાણે છે તો એ જે કંઈ વાત કહેશે તેમાં તથ્ય હશે પણ સદ્ગુરુ માટે પરમશ્રુત પણ જોઈએ. આત્મજ્ઞાનીને તો પરમશ્રુતપણુ ૧૬૫

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99