Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 56
________________ અપૂર્વ અવસર નથી તો હવે આ ભવે તો સંસ્કાર લઈએ કે આ વર્તમાન ભવ આવતા ભવ માટે પૂર્વ થાય. અહીંથી જે સંસ્કાર લઈ જઈશું તે જન્મ-જન્માંતરમાં, ભવભવાંતરમાં સાથે જ આવશે. માટે શ્રુતિના સંસ્કાર લેવા જોઈશે. અને શ્રુતિ એટલે આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે એવા પુરૂષોનો બોધ એને શ્રુતિ કહેવાય. કૃપાળુદેવ કહે છે કે બારમાં ગુણસ્થાનક સુધી આપણે બધા સાધક જ છીએ. બારમાં ગુણસ્થાનકના અંત સુધી શ્રુતનું અવલંબન જીવને આવશ્યક છે. કારણ કે એ ચિંતનની ધારામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ થઈ જાય, દોષ આવી જાય તો તે સમયે શ્રુતનું અવલંબન જીવને પડતો અટકાવે છે. ત્યાં પણ નિજ છંદે ચાલવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. કૃપાળદેવે તો બહુ સ્પષ્ટ માર્ગ મૂક્યો છે. બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને કેવળાશન પ્રગટવાના પહેલાં સમય સુધી- ત્યાં સુધી શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું છે. એવું અપૂર્વકરણ કરવું છે. એવો આ બીજો પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રજીને જીવનમાં પ્રાપ્ત થાય છે. આ પુરૂષ પહેલું અપૂર્વકરણ કરીને આવેલો છે. બીજું અપૂર્વકરણ આ મનુષ્યભવમાં કરે છે. અને આ અપૂર્વકરણનું સ્વાભાવિક પરિણામ મોક્ષ તે આવતા દેહમાં છે. એટલે જ કહે છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો હવે દશા બદલાઈ ગઈ એટલે ભવમાં ખેદ નથી વર્તતો. નિશ્ચય વર્તે છે. અપૂર્વકરણ થઈ ગયું છે. ચારિત્રમોહનો નાશ થઈ ગયો છે. એ જ કહી શકે કે હવે એક દેહ લેવાનો બાકી હોય તો તે દેહ બંધનું કારણ નથી, મુક્તિનું કારણ છે. આ દશાની કોઈ કલ્પના આપણે કરી શકીએ એમ નથી. એમને એકાવતારી પણું પ્રાપ્ત થયું હતું. આપણે એમના ગુણસ્થાનકનો વિચાર નથી કરવાનો. પૂ. કાનજી સ્વામીએ કહ્યું'તું શ્રીમદ્ રાજચંદ્રજી આ કાળના એક મહાન ઉપકારી હતા. અનંત ભવનો છેડો વણી લઈ એમણે માત્ર એક ભવ બાકી રાખ્યો. આવું અદ્ભુત પરાક્રમ કર્યું છે. અને એવું અદ્ભુત સામર્થ્ય એમને હતું. ‘આત્મસિદ્ધિ'ની રચના કરી અને જૈન શાસનની શોભા વધારી છે અને ‘અપૂર્વ અવસર’ પદમાં તો એમણે અપૂર્વતાના સંદેશા આપ્યા છે. શ્રીમદ્જીએ આ ક્ષેપક શ્રેણી માંડી છે. એના માટે કાનજીસ્વામી કહે છે, આ ક્ષેપક શ્રેણી એતો શુકલધ્યાનનો પાયો. આત્મા જ્યારે ૧૧૦ અપૂર્વ અવસર આ ગુણશ્રેણીમાં આવે ત્યારે સમયે સમયે અનંતગુણી વિશુદ્ધિ વધતી જાય છે. કૃપાળુદેવે આંક ૫૪૧માં આ જ કહ્યું છે. ‘જ્ઞાની પુરૂષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે.” એમ સર્વજ્ઞએ કહ્યું છે તે સત્ય છે. કારણ કે પોતાને અનુભવ છે અને તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એટલે આત્મ સ્થિરતા પણ છે અને વિચારની તીક્ષ્ણ પરિણતિ, અનન્ય ચિંતન છે. સત્યાવીસમાં વર્ષે લખ્યું છે. ઓગણત્રીસમાં વર્ષે પદસ્થ કર્યું છે. અપૂર્વકરણની શ્રેણીમાં આવેલો પુરૂષ ગર્જના કરે છે કે, ‘શ્રેણી ક્ષપkણી કરીને આરૂઢતા. હવે તો ક્ષપક શ્રેણીમાં જ જાવું છે. શ્રેણી બે છે. આ પગથિયે પહોંચે એટલે બે ફાટા પડે. એક ઉપશમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. અને એ વાત કૃપાળુદેવના ધ્યાનમાં હતી. આ જન્મ જન્માંતરનો યોગી છે. ભવ ભવાંતરની અંદર તેમણે સાધના કરી છે. અને જાતિસ્મરણ જ્ઞાન એટલું બધું પ્રબળ છે કે આત્મવિકાસની સાધનાના ભૂત-ભવ આ જન્મમાં અનુભવ ગમ્ય થાય છે. અને એ કહે છે કે ભૂત-ભવ અનુભવ ગમ્ય ન થાય એવું જાતિસ્મરણજ્ઞાન ઉપકારી થતું નથી. ભૌતિક વસ્તુઓ સંબંધિત જાતિસ્મરણ જ્ઞાન થાય એ તો સ્મૃતિનો એક પ્રકાર છે. જ્ઞાન નથી. આત્માની જ્ઞાન અવસ્થા આવવી જોઈએ. અને જ્ઞાન અવસ્થામાં કૃપાળુદેવ કહે છે અને ભગવાન મહાવીરની સાથે આ સ્થળે(ક્ષેત્રે) વિચરતા હતા. ભગવાન મહાવીર આવો ઉપદેશ દેતા હતા. અરે શાસ્ત્રમાં વાંચજો અને ન મળે તો મુંઝાતા નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. આમ આ બે શ્રેણી પડે. ઉપશમ શ્રેણીમાં આત્મા જોરથી પોતાના કષાયભાવને-મોહભાવને શાંત કરી દે. ઉપશમ એટલે સત્તામાં રહેલા પરંતુ ઉદયમાં ન આવેલા. એવી કર્મસત્તાને શાંત કરીને આગળ વધે. તો શું થાય? તો કહે છે એ જીવ અગિયારમાં ગુણસ્થાનકેથી પાછો વળે છે. શ્રીમદ્જીએ પત્રાંક ૧૭૦માં અદ્ભત રહસ્ય બતાવ્યું છે. ‘બે જાતની શ્રેણી છે ઉપશમ અને પક. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. અગિયારમાં ગુણસ્થાનક સુધી પહોંચેલો, ઉપશમ શ્રેણી માંડેલો જીવ ત્યાંથી પાછો વળે છે. ઉપશમશ્રેણી પણ બે પ્રકારે ૧૧૧

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99