Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 54
________________ અપૂર્વ અવસર વિચારવું જોઈએ. અરે ભાઈ! ઇન્દ્રિયોનું દમન કર્યા વિના આત્માની પ્રભુતા નહીં પ્રાપ્ત થાય. કલેક્ટરની સત્તાના ગાણા ગાયા સિવાય આત્માની સત્તાનું માહાભ્ય સમજો. આ આત્માની સત્તા છે એ જ ઇન્દ્રિયોના સ્વચ્છંદ પર અંકુશ મૂકે છે. તું તારા આત્મા પર મિલિટરી રાજ કર. ઇન્દ્રિયો ઉપર સરમુખત્યારશાહીથી વર્તાય. જીવનું કલ્યાણ કરવું હોય તો બૌદ્ધિક વાત પર ન જવું આત્મિક વાત પર લક્ષ આપવું. (૨૦) દ્રવ્ય અને ભાવથી સંયમ પૂર્ણ નિગ્રંથપણું. (૨૧) શત્રુ-મિત્ર, માન-અમાન, જીવિતવ્ય કે મૃત્યુ અને ભવ કે મોક્ષ બધી જ અવસ્થામાં સમાનભાવ. બધી જ પરિસ્થિતિમાં- વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે તત્ત્વ વિચારણા આ ચારે જુદા-જુદા પ્રસંગોમાં બધામાં ‘શુદ્ધ વર્તે સમભાવ જો.’ (૨૨) એકાકી, અસંગદશામાં, જંગલ, સ્મશાન કે પર્વતમાં વિચરવું થાય એવો અવસર. (૨૩) વાઘ-સિંહ અને હિંસક પશુઓ વચ્ચે પણ અડોલ આસન અને ક્ષોભ રહિત મનની અવસ્થા. આસન અડોલ- એ શરીરની વાત થઈ. અને મનની વાત-ક્ષોભ રહિત મનની અવસ્થા. (૨૪) ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. આકુળપણું નહીં. સંક્ષોભપણું નહીં. કલેશ-અંકલેશના પરિણામ નહીં. જયારે તપ કર્યું છે ત્યારે કષાય કે કલેશ સંકલેશના ભાવ ન થવા જોઈએ. તપ કરવું અને કષાય કરવો એ વીતરાગના માર્ગની ઘોર અશાતના છે. તપ કરીને કલેશ કે કલહ કરવો નહીં. બાર પ્રકારનાં તપ છે. ફક્ત ઉપવાસ કે અઠ્ઠાઈ નહીં પણ સ્વાધ્યાય એ પણ તપ છે. અત્યારે આ જગ્યાએ બેસીને આપણે બધા સ્વાધ્યાયનું તપ કરી રહ્યા છીએ. એમાં કિંચિત્માત્ર પણ મનના અધ્યવસાય લેશિત થવા દેશો નહીં. નહીંતર તપમાં દોષ આવશે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે સ્વાધ્યાય જેવું ઉત્તમ કોઈ તપ નથી. પડતાકાળમાં, અપૂર્વ અવસર કળિયુગમાં, પંચમકાળમાં, પ્રભુએ કહ્યું છે કે બીજા તપથી જીવ, મનથી બીજે ભાગી જશે પણ સ્વાધ્યાય એને સત્પુરૂષની સાથે જોડી રાખશે. બીજા કોઈ પણ તપમાં મનની પરિણતિ બીજે ભાગી શકે. પણ સ્વાધ્યાયમાં તો મન ત્યાં જોડાઈ જ જાય કે પુરૂષ શું કહે છે? એના કહેવાનો અર્થ શું છે? એનો ભાવ શું છે? અને તેમાં પણ લખવાનું શરૂ કરીએ તો ભાવથી આપણે એકદમ એમાં જોડાઈ જઈએ. વચનામૃત ના એક એક પાનાને રોજ લખીએ તો ઉપયોગ બીજે જાય નહીં. સ્વાધ્યાય જેવું ઉત્કૃષ્ટ બીજું તપ નથી. બહેનોને ખાસ કહેવાનું કે વરસીતપ ઉપાડવો હોય તો સ્વાધ્યાયનો વરસીતપ કરો. ભલે આપણે ગ્રેજ્યુએટ કે પી.એચ.ડી. ન હોઈએ. પણ ભગવાનનાં વચનનું એક પાનું રોજ લખો. અને જે દિવસે ન લખાય તેના બીજે દિવસે ઉપવાસ કરવાનો. સ્વાધ્યાયનો તપ ઉપાડો. અત્યંતર તપ વિના મુક્તિ નથી. કર્મને ખપાવવા હશે તો તપ વિના બીજો કોઈ આરોવારો નથી. જ્ઞાન-દર્શન અને ચારિત્ર સાથે ભગવાને તપ ને કહ્યું છે. મોક્ષ પ્રાપ્તિનાં આ ચાર કારણો છે. પત્રાંક ૯૧૮માં ભગવાને કહ્યું છે કે મોક્ષના આ ચાર કારણ અવિરોધ પણે પ્રાપ્ત થાય ત્યારે જ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે. તપથી જૂના સંચિત કરેલાં કર્મોને ઉદીરણામાં લાવીને ખપાવી શકાય છે. પ્રદેશ ઉપર લાવીને એને નિર્જરી શકાય છે. આવો તપનો મહિમા છે. અને બાહ્ય અને અત્યંતર બન્ને તપમાં અત્યંતર તપનો મહિમા વિશેષ છે. આ તપ જિનેશ્વરે કહેલાં છે. જિનભક્તિ, વૈયાવચ્ચ, કાયોત્સર્ગ, સ્વાધ્યાય એ તપ છે. તપની અંદર મનમાં તાપ નથી, ક્લેશસંકલેશના પરિણામ નહીં, કષાયના અધ્યવસાય નહીં. તો જ તપનું ફળ નિર્જરા છે. (૨૫) સરસ અન્ન, પર્સ ભોજન, મિષ્ટ ભોજન પણ પ્રસન્ન ભાવ નહીં. કોશાના વેશ્યાગૃહની અંદર સ્થૂલિભદ્રજીએ ચાર્તુમાસ કર્યો અને સ્થૂલિભદ્રજીને ચારિત્ર ભ્રષ્ટ કરવા માટે થઈને કોશા એને ગોચરીની અંદર રોજ ષટ્રસ ભોજન વહોરાવતી હતી. અને સ્થૂલિભદ્રમુનિ રોજ એનો આહાર કરતા 109 ૧૦૬

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99