Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 77
________________ અપૂર્વ અવસર મનોબળ! આ પરમ તત્ત્વનું પ્રેરકબળ કેવું છે. જૈનોની વસ્તી ૦.૫%(અડધો ટકો) પણ નથી. ભારતમાં પણ અડધા ટકાની વસ્તિમાં જેટલી તપશ્ચર્યા છે એટલી ૯૯.૫%ની વસ્તિમાં પણ નથી. આ પર્યુષણ પર્વનો મહિમા આપણે સમજવાનો છે. “આ તો આખુ વર્ષ નથી આવતા અને આઠ જ દિવસ ઉપાશ્રયમાં આવે છે.’ એવી ભાષા ન બોલાય. આ તો પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. જે ન આવી શકતા હોય એને પણ જો બની શકે તો આવવાની અનુકુળતા કરી ઘો. મદદરૂપ થાઓ. તમે પર્યુષણમાં આવો, પર્યુષણમાં ધર્મ સાધના કરો એકનું એકવીસ ગણું ફળ પ્રાપ્ત થાય. એવી જાગૃતિ થાય એવું મહાપર્વ છે. તીર્થંકરે જે પર્વનો મહિમા ગાયો છે તે પર્વમાં એક જીવ જો પ્રભુનાં દર્શન કરે તો આપણે કરાવવા. છોકરાને કહેવું, ‘ભાઈ! દેરાસર જઈને પછી કામધંધે જજો. વહેલા ઊઠી ઉપાશ્રયે જઈને પછી બીજે જજો. કામધંધા તો છે જ જીંદગીની અંદર’ આ પર્વનો મહિમા છે, આ વાતાવરણનો મહિમા છે. અહિં સર્વજ્ઞના તપનું યોગબળ છે. આ તીર્થંકરનો, વીતરાગનો માર્ગ છે. અનંતા જ્ઞાનીઓ, અનંતા તીર્થંકરો, અનંતા શ્રમણો, તેનું જે તપ છે તે તપનું યોગબળ આ બધાં સ્થાનોની અંદર પર્યુષણમાં જીવતું જાગતું હોય છે. બાર મહિના સુધી ભેંકાર ભાસતા ધર્મ સ્થાનો પર્યુષણની અંદર કિલ્લોલ કરતા હોય છે. એની દિવાલે દિવાલમાંથી અધ્યાત્મનું સંગીત ઝરતું હોય છે. આપણે માત્ર બેસીએ અને અધ્યાત્મ રસમાં નહાઈએ. પર્યુષણપર્વની આવી મહત્તા જ્યારે સમજાય ત્યારે ઘરે પણ કહેવાય કે, “અડધી ક્લાક રસોઈ મોડી થાય તો વાંધો નહીં પણ તમે ધર્મ આરાધનામાં આવજો.” કેમ કે એ અડધો કલાક એને જીવનનું ભાથુ બંધાવી દેશે. બધું Adjustment કરી લેવાનું પણ બધા જ લોકો ધર્મ સાધનામાં જોડાય. કોઈ જ ઘરે ન રહે. એવી ગોઠવણ કરવાની. શાંતિથી ધંધાનું આયોજન, નોકરીનું આયોજન, ઘરકામમાં આયોજન. આપણે ઘેર કામ કરતા હોય તે કામવાળા સુધ્ધાને બધાને ખબર હોવી જોઈએ કે પર્યુષણ પર્વ છે એકદમ શાંતિ છે. કોઈ ગુસ્સો નહી કરે. એકબીજાનું કામ કરીને, થોડું વધતું ઘટતું કામ કરીને પણ ધર્મ આરાધના કરીએ. પ્રસંગ છે ઉલ્લાસીતતા પૂર્વક, પ્રસન્નતા પૂર્વક કરીએ. એવો આ પર્વનો મહિમા છે. એમાં એક વાતનું ચિંતન જો કરીએ, એક સ્વાધ્યાયનું તપ જો એકધ્યાન થી થાય, અનંત કોટી કર્મનો ક્ષય થઈ જાય છે. એક અપૂર્વ અવસર કલાક બેસીએ છીએ એમાં આપણે કેટલાય કર્મો ખપાવીએ છીએ. જો શુદ્ધભાવ પૂર્વક સામયિક ભાવે જો અહીંયા બેઠા હોઈએ, જ્ઞાનનો અગ્નિ પ્રજવલિત થાય, સપુરુષોના વચનોનું આલંબન હોય, ચારે બાજુ સાધર્મિક શ્રાવક, શ્રાવિકા. બધાની જાગૃત ચેતના, બધાના સ્પંદનો, બધાના મનોભાવ, બધાની અંદર રહેલી શુદ્ધતા, પવિત્રતા એનો સરવાળો અનંત ગણો થાય. અને પ્રત્યેક જીવને બધાનો લાભ મળે. આનું ગણિત ખબર છે? અહીં બેઠેલા બધાનું યોગબળ મારા કર્મ ક્ષયની અંદર મને મદદરૂપ થયું હશે. પેલું તો એકલાનું થાય. એકલા તો પામર છીએ. બળ મંદ પડી જાય, ક્ષીણ થઈ જાય પણ આ બધાનું બળ અત્યારે કામ કરે. એમ પ્રત્યેકને બધાનું બળ મળે. Each for all and all for each. એક અનેકને માટે અને અનેક એકને માટે, આવો તો પર્યુષણ પર્વનો મહિમા. શાસ્ત્રકારોએ ગાયો છે. આગમમાં કહ્યું છે, આ પર્વ દરમિયાન થયેલું એક નાનું વ્રત, એક નાનું પચખાણ જીવને પોતાની અનંતની યાત્રા ટૂકાવવામાં મદદરૂપ થાય. હવે ચોથા ગુણસ્થાનકથી જીવે એ અનંતની યાત્રા કરીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું અને અયોગી સ્વભાવ પોતાનો પ્રગટ કર્યો ‘અપૂર્વઅવસર”ની અંદર આ આખી જૈન યાત્રાનો માર્ગ પરમકૃપાળુ દેવે નિગ્રંથપદની સાધનાનો માર્ગ એટલી ઉત્કૃષ્ટ રીતે, એટલો સ્પષ્ટ રીતે અને વીતરાગ કથિત એમાં ક્યાંય ન્યુનાધિક્તા નહીં, એટલી મધ્યસ્થતા જાળવીને, કોઈપણ પ્રકારનો મત વિશેષ નહીં, આમન્યા વિશેષ નહીં, નય વિશેષ નહીં, એ રીતે દર્શાવ્યોઃ માત્ર આત્માને શું કલ્યાણકારી છે? શુ યોગ્ય છે? અને સર્વજ્ઞએ આ માર્ગને કેવી રીતે કંડાર્યો છે? અને અનંતા જ્ઞાનીઓ આ માર્ગે કેવી રીતે ચાલ્યા છે? એ સમજાવી એમણે આત્માના અયોગીપણા સુધીની વાત કરી. ગઈ કાલે આપણે જોયું કે કેવળજ્ઞાન થયા પછી પણ પુરુષાર્થનું એક પગથિયું બાકી છે, આધ્યાત્મિક પુરુષાર્થનું એક સોપાન બાકી છે. સિદ્ધિના સોપાનમાં આ છેલ્લે જે સોપાન છે તે જગતના જીવોને તો કલ્પનામાં પણ બેસતું નથી. આધ્યાત્મ શાસ્ત્રમાં ક્યાંય આની વાત પકડાતી નથી, કે સંપૂર્ણ વીતરાગ, પૂર્ણ વીતરાગ, સર્વજ્ઞ કેવળજ્ઞાની, કેવળદર્શી થયા પછી પણ હજુ એક સિદ્ધિનું સોપાન બાકી છે. જ્યાં ચાર ઘાતકર્મોનો નાશ કર્યો છે, ભવના બીજનો આત્યંતિક નાશ કર્યો ૧૫૩ ઉપર

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99