________________
અપૂર્વ અવસર ભાવથી આ પુરુષને ઓળખવાના છે. ગુણઠાણાથી નહીં. કથનશૈલીથી નહીં. કોઈ માપથી નહીં. આ પુરુષ તો અમાપ છે એને માપથી ન ઓળખાય. અમાપનું કોઈ દિ માપ ન હોય.
‘ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી.' (૯૧૩)
‘અનંત પુદ્ગલ પરમાણુ સાથેના અનાદિકાળના અનંતાનુબંધીના સંબંધોથી કેવળ મુક્ત થઈ જવું એ જીવની મહાભાગ્યવાન દશા છે.”
‘મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ જો.' એને હવે મહાભાગ્યવાન થવું છે અને જેને મહાભાગ્યવાન થવું છે અને હવે મન, વચન, કાયાના યોગની પણ સ્પર્શતા જોઈતી નથી. ‘સુખદાયક’ એના સુખમાં આ પુદ્ગલ પરમાણુ બાધા કરે. આત્માના ચૈતન્ય પ્રદેશના સુખમાં આ અવરોધ કરે. પુદ્ગલની હાજરી પણ હવે ન જોઈએ. જેમ મારે સુગંધી જોઈતી હોય તો અશુચિ પણ ન જોઈએ. ઘરમાં અગરબતીની સુગંધ અને લસણની દુર્ગધ બે ભેગા થાય તો અગરબતીની સુગંધ ચાલે નહીં. પુદ્ગણ પરમાણુ એ માત્ર જીવને અશુચિ રૂપ જ છે. જીવની પૂર્ણ શુદ્ધતા અને પૂર્ણ શુચિ જોઈએ. જેને પવિત્રતા જોઈતી હોય એણે પહેલાં રૂમ સાફ કરાય, પછી ધૂપ કરાય. આ માર્ગમાં જગતના પ્રયોગ ન ચાલે. અહીં તો પૂર્ણ શુચિતા જોઈએ. એટલે કહે છે કે આત્મા નિજ સ્વભાવ આધીન, સ્વતંત્ર, સ્વાયત અને સ્વાધીન દશાની પ્રાપ્તિ કરે છે એટલે અહિંયા શબ્દ મુક્યો છે.
‘એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. ચૌદમુ ગુણસ્થાનક એ એવું અયોગી ગુણસ્થાનક છે અને એ ગુણસ્થાનક, ‘મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ છે. પૂર્ણ અબંધ દશા-બસ આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. અનાદિકાળથી જીવને બંધ દશા વર્તે છે. કૃપાળુદેવે કહ્યું છે, “કોઈપણ પ્રકારે તેને બંધ દશા વર્તે છે એ વાતનો કોઈપણ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય.” આ અબંધ દશા માટે થઈને બંધના કારણો- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ટાળવાના છે.મિથ્યાત્વ ગયું પછી તો “અપૂર્વ અવસર'ની શરૂઆત થઈ. પછી પાંચ ઇન્દ્રિયના વિષય છોડવાની વાત કરી, પાંચ પ્રમાદ છોડવાની વાત કરી. આ
૧૪૮
અપૂર્વ અવસર બધાં અવિરતિના પ્રયોગો છે. દેહ ઉપર પણ માયા નહિં. આ બધી અવિરતિ છે. પ્રમાદ- ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો.” પ્રમાદ પછી કષાય-‘ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવતા’, ‘બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં.' આ બધો કષાય ઉપર વિજય બતાવ્યો. મિથ્યાત્વ ગયું, અવિરતિ પર વિજય પ્રાપ્ત કર્યો, પ્રમાદને હટાવ્યો, કષાયનો જય કર્યો અને છેલ્લે હવે જે યોગ બાકી રહ્યા હતા તે ચૌદમાં ગુણસ્થાનકમાં ટાળી દીધાં.
બધાં જ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ બાબતમાં સમ્મત છે કે કર્મ બંધના પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચેય કારણો કેવી રીતે ટળે એ પરમકૃપાળુદેવે આખું ‘અપૂર્વઅવસર’માં કહ્યું. આ છેલ્લી સત્તરમી ગાથામાં ‘યોગ’ નામનું કારણ હતું. ‘યોગ’ એ પણ કર્મબંધનું કારણ છે. એ આપણને સમજાતું નહોતું. પણ કેવળીને પણ યોગ છે તો કર્મબંધ પડે. પણ કેવો પડે? ‘ઈર્યાપથિકી” એક સમયે બાંધે, બીજે સમયે ભોગવે, ત્રીજે સમયે છોડે. તો ત્યાં પૂર્ણ અબંધ દશા નથી. તો પૂર્ણ અબંધ દશા ક્યારે થાય? ચૌદમાં ગુણસ્થાનકે થાય. કે મન, વચન, કાયાના યોગનું જ્યારે પૂર્ણ પણે રૂંધન કરે. એ યોગનાં પરમાણુને આત્માના પ્રદેશથી સદા, સર્વદા, મુક્ત કરે, ભિન્ન કરે અને પોતે છતાંયે વિદ્યમાન છે. દેહ પણે. ભગવાનનો જ્યારે મોક્ષ થાય છે ત્યારે અયોગી અવસ્થામાં છે. એ અયોગી અવસ્થામાં ચેતનના પ્રદેશ પણ છે અને પુદ્ગલ પરમાણું પણ છે. પણ આપણને જેમ ભેગાં થઈ ગયા છે, ક્ષીર અને નીરની પેઠે, તેમ ભગવાનને બન્ને જુદાં છે. ભિન્ન છે. અલગ થઈ ગયાં છે. છતાંય છે. અને કહે છે કે,
‘ચૈતન્ય જયોતિ એ સમે, ભાસે અનુપમ આ અહો ! તે એક સર્વોત્કૃષ્ટ જગમાં, સર્વદા જયવંત હો.’
જ્ઞાનીઓ આ પદની ઝંખના કરે છે કે અમને તો કેવળજ્ઞાન થયા પછી પણ આ પૂર્ણ અબંધ દશા ક્યારે થાય? કારણ કે અમારે તો મોક્ષ જોઈએ છે અને પૂર્ણ અબંધ દશા એનું નામ જ મોક્ષ. અબંધ દશા પ્રાપ્ત ન થાય તો મોક્ષ પણ થાય નહીં. આ યોગ એક બંધનું કારણ છે. એટલે આપણે રોજ પ્રતિક્રમણમાં ‘યોગ
૧૪૯