________________
અપૂર્વ અવસર વિરમણ’ની ભાવના ભાવીએ છીએ અને કૃપાળુદેવે આ ‘આત્મસિદ્ધિ’માં છેલ્લું કહ્યું છે અજ્ઞાન ટળશે, વિરતિમાં જઈશું, પ્રમાદ અને કષાયનો જય કરીશું. પણ હજુ યોગ છે અને યોગનું સ્વરૂપ દેહ છે. એટલે કહ્યું,
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તુ કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ.સિ.-(૧૧૫)
ધર્મનો મર્મ આ છે કે જીવ દેહ એટલે યોગથી પણ છૂટી જાય. અને યોગથી ત્યારે જ છૂટી શકે કે જયારે એ મિથ્યાત્વથી છૂટ્યો છે, અવિરતિથી છૂટ્યો છે, પ્રમાદથી છૂટ્યો છે અને કષાયથી છૂટ્યો છે. આ ચારેય બંધના કારણોથી જ્યારે જીવ છૂટે છે ત્યારે એ જીવ પ્રચંડ સામર્થ્ય પ્રાપ્ત કરીને ચૌદમા ગુણસ્થાનકનો પ્રયોગ કરીને એ યોગથી પણ છૂટે છે.
અને પૂર્ણ અબંધદશા પ્રાપ્ત કરે છે. એટલે હવે એનું સુખ અવ્યાબાધ છે. હવે એનું સુખ અનંત છે. એ પદની અંદર એ જીવ પ્રતિષ્ઠિત થાય છે. સયોગી અને અયોગી કેવળીની દશાના લક્ષણો કેવા પ્રકારનાં છે એની વાત આપણે અત્યારે કરી. વિશેષ અવસરે.
અપૂર્વ અવસર
સ્વાધ્યાય - ૭ સિદ્ધપદનું સ્વરૂપ - (ગાથા - ૧૮,૧૯) પર્યુષણ પર્વની આરાધનાનો આ સાતમો દિવસ છે. તીર્થંકરોએ પણ આ મહાપર્વનો મહિમા ગાયો છે. ભગવાનની વાણી રૂપ આગમોમાં પર્વ તો ઘણા કહ્યા છે. પણ પર્યુષણ પર્વનો મહિમા અચિંત્ય કહ્યો છે. જેમ તીર્થમાં શત્રુંજય તીર્થ, મંત્રમાં નમસ્કાર મંત્ર, વનમાં જંગલનો રાજા સિંહ, આકાશમાં જેમ ચંદ્રમાં. એમ જગતમાં અનેક વસ્તુઓ એવી છે કે જે ઉત્કૃષ્ટ છે. એનાથી ચડિયાતી બીજી કોઈ વસ્તુ નથી. એમ સર્વ પર્વની અંદર પર્યુષણ પર્વને અત્યાધિક મહત્ત્વનું કહ્યું છે. કર્મના મર્મને ભેદનારું કહ્યું છે. ધર્મના મર્મને સમજનારું કહ્યું છે. પર્યુષણમાં સર્વશને આધારીત વાત થાય. બાકી બધા ઘણા પર્વો છે, સમારંભો છે, પ્રસંગો છે, ઉત્સવો છે. એમાં ગમે તે વાત થઈ શકે. પણ પર્યુષણ પર્વમાં વીતરાગ વાણી, આગમવાણી એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સંપૂર્ણ કાળબળ, પ્રકૃતિના પરિબળ ત્યારે જીવને મદદ કરે છે. એક ને એક વાત પર્યુષણમાં આપણે સાંભળતા હોઈએ અને અન્ય વખતે સાંભળીએ તો પણ ફરક પડશે. એક ની એક ક્રિયા પર્યુષણમાં કરી હોય અને અન્ય વખતે કરી હોય તો ફરક પડશે. ભાવની શ્રેણીમાં ફરક પડશે. ચૈતન્યના ઉપયોગની જાગૃતિમાં ફરક દેખાશે કે પર્યુષણ પર્વની અંદર જે વાત સમજાય છે, વેદાય છે તે વાતનું વેદના અન્ય સમયે દુષ્કર બને છે. અને અહીં સરળ બને છે. અને એટલા જ માટે- પ્રકૃતિના પરિબળ જ્યારે સાદ પૂરતા હોય એને જ પર્વ કહેવાય. પ્રકૃતિ જ્યારે મદદરૂપ થાય છે ત્યારે કામની સરળતા થાય છે. નાવ ચલાવીએ ત્યારે પવન અનુકુળ હોય તો બહુ સરળતાથી કામ થાય. બહુ મજા આવે, વહાણ ખરાબે ન ચડે. એવી રીતે વર્ષાકાળમાં, ગ્રીષ્મને લીધે જે વાતાવરણમાં ઉદ્િવગ્ન પણુ થયું છે તે શાંત છે. આખા જગતના પરમાણુ શાંત થાય છે, સ્થિર થાય છે અને એ પ્રકૃતિનું પરિબળ એટલું બધું આનંદિત અને ઉલ્લાસીત હોય છે કે પશુ, પક્ષી, વનસ્પતિ બધું જ એકદમ ઉલ્લાસીત ભાવમાં હોય છે. એટલે કોઈ જગ્યાએ એ ઉપદ્રવકારી નથી. એવી રીતે પર્યુષણ પર્વમાં પણ એની ઠંડક સ્વભાવિક પણે હોય છે. આઠ વર્ષનું બાળક પણ તપ કરે. કલ્પના ન હોય એવી વ્યક્તિઓ પણ તપ કરે જુઓ આ
૧૫૧
સપૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે.
તે