________________
અપૂર્વ અવસર છે. નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરી છે. હવે દેહનું ધારણ કરવાપણુ રહ્યું નથી. સર્વ ભાવ જગતના જુએ છે અને જાણે છે એવો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો છે. જ્ઞાતા-દૃષ્ટા જેવી પોતાની પરિસ્થિતિ થઈ છે. શુદ્ધતા છે આત્માને કોઈ હવે આવરણ નથી. એવી અત્યંત શુદ્ધતાને ભજે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનું આવરણ નથી. એને અવરોધ નથી. વીઆંતરાયનો અવરોધ નથી. અને મોહનીયનો કોઈ વિપર્યય નથી. આત્મા આવી શુદ્ધતાને ભજે છે. અને એ ભજતા આત્મા કૃતકૃત્ય થઈ ગયો છે. અનાદિના પરિભ્રમણમાં ક્યારેય આવી કૃતકૃત્યતા અનુભવી નહોતી. હંમેશાં કંઈક લેવાની જ ઝંખના રહી હતી. બારમાં ગુણસ્થાનકે આવ્યો એટલે હવે લેવાની વાત ગઈ. બધું ભેળું કરેલું દઈ દીધું. જગતમાંથી ભેળા કરેલા પરમાણુ જગતને સોપવા છે. હવે એને કાંઈ ઇચ્છા રહી નહીં. ક્ષીણમોહ ગુણસ્થાનકમાં જીવ પહોંચે છે ત્યારે કોઈ સ્પૃહા, કોઈ રતિ, કોઈ ઇચ્છા રહેતી નથી. અને ઇચ્છાનો નાશ થયો કે વાત પુરી થઈ.
‘હે જીવ ક્યા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
અનાદિની ભૂલ આ જ છે કે, મને મારા સુખ માટે કંઈક મેળવવાની ઇચ્છા છે. “અહો ! જ્ઞાનીઓ એ તો તેથી વિપરિત માર્ગ જ નિર્ણિત ર્યો કે કચિતમાત્ર ગ્રહણ કરવું તે જ સુખનો નાશ છે.” કૃપાળુદેવે આવા ગંભીર તત્ત્વની વાતને કેટલી સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી છે. કૃતકૃત્ય થયા છે આ ભગવાન તેરમા ગુણસ્થાનક પર બિરાજમાન કૃતકૃત્ય છે. અહો! અનંતના પરિભ્રમણમાં આજે શાંતિ મળી. પરમકૃપાળુદેવને આ દશા અંતરંગમાં પ્રગટી છે. એટલે કે હવે ધન્ય રે આ દિવસ આ અહો!” આ અનંતના પરિભ્રમણમાં કેટલા દિવસો ગયા? પણ જે દિવસે, ‘જાગી રે, શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ધન્ય રે દિવસ આ અહો!’
જ્યારે કર્મનો ક્ષય થાય છે એ દિવસને જ્ઞાનીઓ ધન્ય માને છે. કેવા કર્મનો ક્ષય થયો છે? અંતરથી એકાવતારીપણાની પ્રતીતિ વર્તે છે. આયુકર્મ જો ઓછું હોય તો બાકીના કર્મનું થવાનું હોય તે થાય. પણ જ્યારે જીવમાં નિશ્ચય પ્રગટ્યો
૧૫૪
અપૂર્વ અવસર અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો!’
મુક્તિના અપૂર્વ સંદેશા આત્મામાંથી વેદાય છે. સિદ્ધપદના ભણકારા થાય છે. કર્મનો ગર્વ મટ્યો છે હવે આત્માનું સામર્થ્ય જાગ્યું છે. હવે કર્મ હારી ગયા છે. તે ટકી શકે એમ નથી. અનંતકાળની લડાઈમાં કર્મ સર્વોપરી હતા અને જીવ પામર હતો, દીન હતો, અને હવે કર્મ દીન થઈ ગયું છે. જાઉં જાઉં થઈ રહ્યું છે. કૃપાળુદેવે ‘ઉપદેશ છાયા'માં સરસ લખ્યું છે કર્મો આત્મામાંથી જાઉં જાઉં થઈ રહ્યા છે જેમ જેમ આત્માના સ્વરૂપનો અગ્નિ પ્રકાશિત થાય છે, તપ પ્રકાશિત થાય છે, જ્ઞાન અને ધ્યાનનો અગ્નિ જેમ જેમ પ્રજવલિત થાય છે તેમ તેમ કર્મો જાઉં જાઉં કરી રહ્યા છે. જેમ કોઈના શરીરમાં બીજાનો જીવ ભૂતપ્રેત, પિશાચરૂપે આવે અને પછી એને ધૂણી દે અને અગ્નિના ઉપદ્રવ આપે અને તે જીવ હાથ જોડીને કહે કે, “હું જાઉં છું.- હવે હું જાઉં છું.” એમ આ જ્ઞાનીઓ એ પોતાની આત્મ સાધનામાં જ્ઞાન અને ધ્યાનનો એવો અગ્નિ પ્રજવલિત કર્યો છે કે અંદરથી કર્મો કહે છે કે, ‘ભાઈ! હું જાઉં છું.- હવે તને નહી સતાવું. હું ઘર ભૂલ્યો હવે હું ફરીથી અહિંયા નહીં આવું.’ ક્ષીણમોહ ગુણસ્થાનક. હવે ફરી આત્માના ઘરમાં કર્મો આવી શકે એવી સ્થિતિ નથી. આ દશા છે! આ કેવી અવસ્થા છે! કૃતકૃત્ય થયા છે કારણ કે અનંત વીર્યની લબ્ધિ પ્રગટી છે. હવે આત્માની જે શક્તિ છે તે ફુલ-ફોર્મ માં છે. અત્યારે Powerfull છે.
જયાં સુધી આપણને દેહાધ્યાસ વર્તે છે ત્યાં સુધી એની નિશાની એ કે કોઈ પૂછે કેમ છે?” એટલે આપણે શરીરના રોદણાં રોવાના શરૂ કરીએ છીએ. અને અડધો કલાક ટેપ ચાલુ થઈ જાય છે. આ ટેપ બંધ કરો- જે કર્મ આવ્યા છે એ તો જીવને વેદવાના જ છે. આ જીવ દેહના અધ્યાસમાં લીન, તલ્લીન, તદાકાર, એકરૂપ બની ગયો છે. પણ જ્યારે એ દેહ પ્રત્યેનો મોહ-મૂછ સમાપ્ત થાય છે ત્યારે આત્માના આનંદને વેદે છે. આત્માની શક્તિને વેદે છે. અનંતવીર્ય પૂર્ણ પ્રકાશિત થયું છે. Full power battery છે કોઈ ચિંતા નથી. હવે કોઈ અજ્ઞાનનો અંધકાર ટકી શકશે નહીં. અહીં ચૈતન્યની Battery self generated થઈ ગઈ છે. આ તો પોતે હવે વિદ્યુત ઉત્પન્ન કરશે. બહારના Connection ની જરૂર નથી.
૧૫૫