Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 58
________________ અપૂર્વ અવસર લખ્યું કે જ્ઞાની કર્મોનો એક સાથે ગોટો વાળે છે. જેમ પચ્ચીસ ફૂટ લાંબી દોરી હોય તે છેડેથી સળગાવીએ તો આખી લાંબી સળગતાં અઠવાડિયું પણ નીકળી જઈ શકે, પણ એનો ગોટો વાળીને દિવાસળી ચાંપો તો ક્ષણાવરમાં બળીને રાખ થઈ જાય છે. તેમ જ્ઞાની કહે છે હવે એક એક કર્મ તું ક્યારે ખપાવીશ? આપણે બધાં તો અનંતા કર્મો લઈને બેઠા છીએ. હવે એનો ગોટો વાળો, જ્ઞાન અગ્નિ પ્રગટાવો. આત્માની અંદર તપ દ્વારા આ જ્ઞાન અગ્નિ પ્રગટે છે. આ તપ દ્વારા પ્રગટેલા અગ્નિમાં, આત્માના પ્રદેશ સાથે જોડાયેલાં કર્મો સળગીને ભસ્મીભૂત થઈ જાય છે. અત્યારે આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ તેથી તે તપ દ્વારા કર્મો બધાં સળગી રહ્યાં છે. અત્યારે અહીં સ્વાધ્યાયનો અગ્નિ પ્રગટયો છે. જેથી જેનું મન અહીં હશે તેનાં કર્મો કપાતા હશે. અને જેનું મન બીજે હશે તેનાં કર્મોમાં ઉમેરો થાતો હશે. અહીં બેઠાં બેઠાં તેના મનની સ્થિરતા નથી અને મન, દુકાનમાં, ઘરમાં બીજા કામોમાં જાય છે તેમાં કર્મો વધારે બંધાય છે. અહીં તો આત્માનો યજ્ઞ જગાવ્યો છે. માટે સંપુરૂષનાં બોધ સિવાય કોઈ બીજો વિચાર નહીં કરવાનો. તો જ અનંતા કર્મોનો ગોટો વાળીને સમયે સમયે ભસ્મીભૂત કરી શકશું. માટે એક પળ ગુમાવવી નથી. એક ક્ષણ ગુમાવવી નથી. ક્યાંય ચિત્તને અવકાશ આપવો નથી. મનને ક્યાંય જવા દેવું નથી. સ્વાધ્યાયમાં અડોલ આસનમાં બેસવું. મુનિ તો પર્વતમાં અડોલ આસનમાં હોય છે. આપણે તો અહિંયા પંખા ફરે છે ત્યારે તો અડોલ આસન રાખીએ. ત્યાં વાઘ-સિંહ હોવા છતાં મુનિને મનનો ક્ષોભ નથી. અહીં તો સગાંવહાલાંની વચ્ચે બેઠા છીએ, તો પછી મનનો ક્ષોભ ન જ કરીએ. અહીં તો આપણે સત્સંગમાં મુમુક્ષુઓના ઘેરામાં બેઠા છીએ. કેટલો આનંદ વર્તે? કેટલી પ્રસન્નતા વર્તે? ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ એવી સ્થિતિ સ્વાધ્યાયમાં રાખવાની છે. કારણ કે સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, એ તપની અંદર સત્પુરૂષનાં બોધમાં ચિત્તના ઉપયોગની એકાગ્રતા મૂકીએ તો જ્ઞાની કહે છે આ ક્ષપકશ્રેણીનો અંશ છે. એને જગાવીએ. જેમ સમ્મદર્શન એ કેવળજ્ઞાનનો અંશ છે. એમ પુરૂષાર્થનો પણ અંશ હોય છે, કાયોત્સર્ગ એ ક્ષપકશ્રેણીનો અંશ છે. સામાયિક એ ક્ષપકશ્રેણીનો અંશ છે અંશ પ્રગટાવતાં આવડશે તો પૂર્ણતા પ્રગટાવી શકીશું. અંશની અંદર જો ઢીલા થઈ જાશું તો પૂર્ણતા કેવી રીતે પ્રગટાવશું? માટે ૧૧૪ અપૂર્વ અવસર બધા જ પ્રકારના વ્રત, તપ, જપ, નિયમ, આવશ્યક બધુ જ કરવું. ટેવ પાડવી. ન થતું હોય તો કરવું. આગ્રહ પૂર્વક કરવું. સમજીને કરવું. હું આત્મ શુદ્ધિ માટે આ કરૂં છું. વૃત્તિના વિજય માટે આ તપ છે. ભગવાને વ્રત વૃત્તિઓના વિજય માટે કહ્યાં છે. ઇન્દ્રિયોના જય માટે કહ્યાં છે. અને જિન માર્ગમાં- હું મને જો જૈન કહેવડાવું છું તો- જૈન તે જિનનો અનુયાયી. જૈન તે ઇન્દ્રિયોને જીતનારે. હું જો જિનનો અનુયાયી છું તો મારા જીવનમાં ઇન્દ્રિયોના વિષયોને જીતવાનો ક્રમ હોવો જ જોઈએ. માટે વ્રત-તપ બધું જ કરવું અને ઉપયોગની જાગૃતિ સાથે કરવું. સ્વરૂપના લક્ષથી અને સ્વરૂપના ચિંતવન સાથે કરવું. જિનેશ્વરની આજ્ઞાથી કરવું. સદ્ગુરૂના રમણથી કરવું. એના આશ્રયમાં કરવું અને ધર્મનું શરણ લઈને કરવું. અરિહંતે શરણે પવનજામિ, સિદ્ધ શરણં પવનજામિ, સાહુ શરણે પવનજામિ, કેવલી પન્નતો ધમ્મો શરણે પવનજામિ. હું તો આવા અરિહંતો જેણે માર્ગ પ્રકાશિત ર્યો છે, આવા સિદ્ધો જેણે પરમપદ પ્રાપ્ત કર્યું છે, આવા સાધુ, કે જે આ પદની અંદર સાધના કરી રહ્યા છે, અને એવો ધર્મ કે જે કેવળી પરમાત્માએ કીધેલો છે. એનું શરણ સ્વીકારીને ધર્મની આરાધના કરીશ. મારું બળ નહીં હોય તો પણ કરીશ. શક્તિ વધારીશ. કેમ કે એમાં આત્માની શક્તિ વધારવાની છે અને દેહની શક્તિ ઘટાડવાની છે. શરીરના રાગ-મોહ વધી ગયા છે. વિષય, તૃષ્ણા, ઇન્દ્રિયોના વિષયો જોર કરી ગયા છે માટે મારે હવે સંયમમાં આવવું છે. આ શ્રેણીનો ક્યાંક અંશ તો શરૂ કરું. નિયમમાં તો આવવું જ પડશે. ભાઈ ! નિયમમાં આવ્યા વિના આ નિર્વાણના માર્ગમાં કેવી રીતે જવાય? જે નિયમમાં આવતો નથી તે નિર્વાણને પામતો નથી. માટે નિર્વાણપદની પ્રાપ્તિ માટે નિયમમાં આવવું અત્યંત આવશ્યક છે. આ રીતે એ જીવ ક્ષેપક શ્રેણીનું આરોહણ કરે છે. ક્ષેપક શ્રેણી જૈન દર્શનની અદ્ભુત શ્રેણી છે. અને એ શ્રેણીમાં આરોહણ કર્યું, આરૂઢ થયો- અને હવે અદ્ભુત પુરૂષાર્થનું સામર્થ્ય પ્રગટાવે છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું, ‘દસ લાખ સુભટો ને જીતવા સહેલાં છે પણ આ આત્માના મોહ ચારિત્રને જીતવું કઠિન છે.” આ આત્માના મોહને નહીં જીતી શકાય. માટે આગળની ગાથામાં કહે છે. ૧૧૫

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99