Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 67
________________ અપૂર્વ અવસર અહો, સપુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ- એ તારા સ્વરૂપને જાગૃત કરવાથી માંડીને અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે- એ આ પુરુષ કહી ગયા છે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષના ભેદ હજી આપણી સમજની બહાર છે. દ્રવ્યથી કે ભાવથી પ્રત્યક્ષપણું એની આપણને હજુ સમજ જ નથી. દેહ પ્રત્યક્ષ? કે આત્મ પ્રત્યક્ષ? અરૂપી ને અરૂપી પ્રત્યક્ષ કરવો છે. આત્મા અરૂપી છે એનો પ્રત્યક્ષ કરનાર રૂપી કે અરૂપી? આ વાતને અત્યારે ગૌણ કરીને આગળ વધીએ. હવે જયારે દર્શન મોહને ટાળવો છે ત્યારે એને જો જિનેશ્વર કે સદગુરુ પ્રત્યે ભક્તિ નથી અને આલંબન અને નિમિત્ત કહીને એનો નકાર કરશે તો કોઈ કાળમાં એનું કલ્યાણ નથી. કૃપાળુદેવે એટલા માટે કહ્યું કે, આત્મા સ્વયં જ્ઞાની છે, ત્રિકાળી જ્ઞાયક છે છતાં ‘સર્ણરુ આજ્ઞા, જિનદશા નિમિત્ત કારણ માંય.” ‘ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” આ. સિ. ૧૩૬ ઉપાદાનની વારંવાર વાત કરી, નિમિત્તના નકારની ભાવના પણ જો જીવમાં નાખી દે તો એ જીવ, સિદ્ધત્વને પામે નહીં. પરંતુ ભ્રાંતિમાં જ સ્થિત રહે. અનંતકાળ સુધી પણ એને મુક્તિ પ્રાપ્ત ન થાય. નિમિત્ત એ શબ્દ છે. આ શબ્દનો વ્યાપાર નથી. શબ્દનો વ્યાપાર એ પંડિતોનું કામ છે. જ્ઞાની તો આશયને પકડે છે. પોતાના સ્વરૂપને જાગૃત કરવામાં સામે કોઈ સ્વરૂપ જોઈએ. કોઈ પૂર્ણતા જોઈએ. ‘સદ્ગર આજ્ઞા-જિનદશા.’ આ જિનેશ્વરની દશાની પૂર્ણતા જોઈને પોતાનામાં એ પૂર્ણતાની જાગૃતિ આવે છે. ‘આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ’ - ‘અંતિમ સંદેશ’ આ પુરુષની કરુણા ખ્યાલ આવે? આ સદ્ગુરુ મળે ને તો અનાદિકાળના જે અજ્ઞાનના પડળ છે ને એમાં અંજન શલાકા કરે. આના બોધથી કેટલી અંજન શલાકા થાય? એક ગાથા, એક વાક્ય આત્માને ઝણઝણાવી દે છે. અંદર ૧૩૨ અપૂર્વ અવસર સ્વરૂપનો ભણકાર ઊઠે છે. અહીંયા કહે છે કે આત્મ સ્વરૂપમાં અવલંબન આધાર છે. અવલંબન જિનેશ્વરનું લેવાનું છે. બધા જ શાસ્ત્રોએ આ પદને પામવા માટે જિનપદની આરાધના કીધી છે. અરે ભાઈ ! જિનપદ અને નિજપદ બે જુદા નથી. એક આર્વિભાવ રૂપે છે અને એક તિરોહિત ભાવે છે. તિરોહિત ભાવે છે તેનું તિરોહિત પણું, આચ્છાદનપણું એ દૂર કરે એટલે સામે આર્વિભાવની જ્યોતિને નજર સમક્ષ રાખીને પોતાના અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો છે. વીતરાગ શાસન એનો ન્યાય છે. આમાં એકાંત ન ચાલે. કૃપાળુદેવે સરસ શબ્દ મૂકયો છે કે દર્શનમોહની અંદર સદુગરનો બોધ જોઈએ. અને ચારિત્રમોહમાં આપણી વીતરાગતા જોઈએ. મારા સદ્ગુરુ વીતરાગ હોય તો મારો મોક્ષ થઈ જાય? વીતરાગતા તો આપણી જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીને ગમે તેવી દશા હતી, મહાવીરની ગમે તેવી સાધના હતી, પાર્શ્વનાથની ગમે તેવી સમભાવના હતીબોધ એમનો અને વીતરાગતા આપણી જોઈશે. આ વીતરાગતાની આરાધના આપણે કરવી પડશે. ચારિત્રમોહ આપણે જ નાશ કરવાનો છે અને સવ્યવહાર વિના ચારિત્રમોહ નાશ ન થાય. ચારિત્રમોહનો નાશ કરવા આત્માનો પુરુષાર્થ જોઈએ. અને જે જડ કર્મો લાગેલા છે તેનો છેદ કરવા માટે આત્માનો પુરુષાર્થ જોઈએ. પ્રજ્ઞાછીણીથી કર્મો છેદવાના છે. જ્ઞાનીના વચનનો આશય સમજીને પુરુષાર્થ કરશું તો ગોથા નહીં ખાઈએ. આ જીવ અનંતકાળ રખડ્યો એને સાચો માર્ગ નથી મળ્યો એનું કારણ શું? કૃપાળુદેવ કહે છે કે એણે સાચું આલંબન લીધું નહીં. એણે કોઈ સદ્ગુરુના ચરણને સેવ્યા નહીં. એણે માત્ર નિજમતિ કલ્પનાથી શાસ્ત્રો વાંચી વાંચીને મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એને માત્ર સ્વચ્છંદનો આધાર છે. બોધમાં સ્વચ્છંદ કામ ન આવે. આ ચારિત્રમોહનો નાશ કરવાનું કાવ્ય છે. આ પુરુષાર્થ પોતે જ કરવાનો છે. આ ભવ્ય પુરુષાર્થની ભવ્ય ગાથા છે. આ એક પુરુષાર્થનો અધ્યાય છે. અને એ અધ્યાયમાં આપણને જ્ઞાની પુરુષ લઈ જાય છે કે કેવળજ્ઞાનની દશા પ્રગટશે. સદ્ગુરુના બોધથી અને પોતાના ચારિત્રથી. પોતાની વીતરાગતાથી કેવળજ્ઞાનની દશા પ્રગટાવે છે. કૃપાળુદેવે તો એક એક શબ્દ પ્રયોગ એટલા સરસ કર્યા છે પરીષહમાં ઘોર પરીષહ કહ્યો છે ઉપસર્ગમાં ભય કહ્યો. હજુ તો ઉપસર્ગ ન આવ્યો હોય તે પહેલા ૧૩૩

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99