________________
અપૂર્વ અવસર દેહથી છૂટી શકાય છે. આત્મહત્યા કરવાથી કે દેહને પાડી નાખવાથી દેહથી નહી છૂટી શકાય. દેહ જેના કારણે ઉત્પન્ન થાય છે એવા કારણોનો નાશ કરવાથી દેહથી છૂટી શકાય.
‘જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.’ આ. સિ.-(૯)
ભાઈ ! તું સમજતો ખરો કે કરવાનું શું છે? આજે આપણે વેદનીયના નાશ માટે પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાની કહે છે કે તારો પુરુષાર્થ વેદનીયના નાશ માટે નહીં, પણ મોહનીયના નાશ માટે કર.
આજે ધર્મની અંદર સભ્રમ ઊભો થઈ ગયો છે. આપણો આખો પુરુષાર્થ વેદનીયના નાશ માટે ચાલે છે. વેદનીય તો અઘાતી છે. અને મહદ્અંશે એનો આધાર દેહ છે. કારણ કે ‘તે દેહાયુષ આધિન જેની સ્થિતિ છે. કારણ કે દેહનું આયુષ્ય છે ત્યાં સુધી એની સ્થિતિ છે. “આયુષ્ય પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો.’ આ ચારે અઘાતી કર્મનું અનુષ્ઠાન દેહ છે. આત્મા નથી. માટે દૈહિક પાત્રપાત્રતા સમાપ્ત થશે. તો એની વસ્તુ પણ સમાપ્ત થશે. આધાર વિના આ દેહ રહી નહી શકે. માટે આધારનો નાશ કર, દૈહિક પાત્રતા હશે ત્યાં સુધી- નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય રહેવાના જ કારણ કે ચાર કર્મને બધા દેહ સાથે સંબંધ છે. એટલે કૃપાળુદેવે સરસ શબ્દ મૂક્યો છે. ‘આયુષ્ય પૂ મટિયે દૈહિક પાત્ર જો.’ આ દૈહિક પાત્રને સમાપ્ત કર. માટે દેહને ગૌણ કર. મોહનીયનો નાશ કર. ધર્મના બે પુરુષાર્થ છૂટા પડે છે. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે મોહનીયના નાશની વાત કરી. અને જગતમાં આપણે ક્રિયાકાંડની પાછળ જે દોડવા માંડ્યા છીએ તે વેદનીયના નાશ માટે. આપણાથી દુ:ખ સહન થતું નથી. શરીરની અંદર સહેજ અસુવિધા, અશાતા આપણને વિહવળ બનાવી દે છે. આકુળવ્યાકુળ કરી દે છે. આપણાથી એ સહન થતું નથી, કારણ કે શરીર ભિન્ન છે એવો આપણા જ્ઞાનનો ક્ષયોપશમ થયો નથી. દેહ પ્રત્યે મોહબુદ્ધિ છે અને મોહનીયનો નાશ હજુ કર્યો નથી. એટલે વેદનીય આપણાથી સહન થતું નથી. મૂછમાં સપડાવે છે. આ જગતના જીવો ટૂંકો રસ્તો અપનાવે છે. કે આ વેદનીય મારાથી સહન થતું નથી. જ્ઞાની કહે છે વેદનીયને ભોગવ્યા સિવાય છૂટકો નથી. વેદનીય કર્મ ભોગવ્યા સિવાય ક્યારેય
૧૪૨
અપૂર્વ અવસર નિર્જરતું નથી. એને ભોગવવાના પ્રકાર જુદા જુદા છે. એ કર્મગ્રંથનો વિષય છે. કે પ્રદેશ ઉપર લાવીને ભોગવી શકાય. સૂડીનો ઘા સોયથી ટળી શકે. અશુભ વેદનીયનું શુભ વેદનીયમાં પરિવર્તન થઈ શકે. એની પ્રકૃતિ પલટાવી શકાય. પણ એના પ્રદેશ છે, એ તો છે જ. પ્રદેશ બંધથી તો એને ભોગવવું જ પડે છે. આ જૈન દર્શનનો કર્મસિદ્ધાંત છે. એ પણ એક જબરજસ્ત વિષય છે..
ભગવાન કહે છે આ ચારે કર્મોનો નાશ કરવાની ચિંતા ન કરવી. ‘તે દેહાયુષ આધિન જેની સ્થિતિ છે.’ દેહ છે ત્યાં સુધી જ કર્યો છે. દેહનું આયુષ્ય પૂર્ણ થતાં તે કર્મો પણ ચાલ્યા જશે. અને જો મોહનીયનો નાશ થઈ ગયો છે તો કર્મોની સ્થિતિ બળેલી સીંદરી જેવી છે. બળેલી સીંદરીની કોઈ દિવસ ચિંતા કરાય નહીં. કારણ કે એ બાંધવાને સમર્થ નથી.
‘મન, વચન, કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો.’
અપૂર્વ - ૧૭ સયોગી કેવળીની અવસ્થા અને એના ઘાતકર્મની અવસ્થા બતાવ્યા પછી આ ચૌદમું ગુણસ્થાનક છે. આત્માના વિકાસ ક્રમની વાત અહીંયા પૂરી થતી નથી. આ દેહ આટલો જ્ઞાનયુક્ત થયો છે. કોઈ અંતરાય રહી નથી. જ્ઞાનને કોઈ આવરણ નથી. દર્શનને કોઈ આવરણ નથી. મોહનીયનો સર્વથા ક્ષય થયો છે. ઘાતકર્મનો નાશ છે. અને અઘાતીકર્મોની સ્થિતિ માત્ર આકૃતિ જેવી છે. એવી દશામાં પણ એ હજુ પુરુષાર્થ કર્યા જ કરે છે. છેલ્લે શું બાકી રહે છે? આખા જગતથી નિવૃત થયો છે. આખા જગતથી અસંગ થયો છે. અને છેલ્લે પોતાના મન-વચન-કાયાના પુદ્ગલનો જે પિંડ આત્માના પ્રદેશો સાથે જોડાયેલો છે તેનાથી નિવૃત્ત થવાનું છે. તો તેને છોડવાની કઈ પ્રક્રિયા છે? જૈનદર્શનની સૂક્ષ્મતા અદ્ભુત છે. અહીં સુધી પહોંચ્યા પછી પણ પોતાના શરીરના અંતિમ પુદ્ગલો- મન, વચન અને કાયાની વર્ગણાના પુદ્ગલો- જે બે તત્ત્વ પુદ્ગલ અને ચેતન- એ બે ભેગા થઈ ગયા છે. એને છૂટાં કરવાં છે.
૧૪૩