Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 71
________________ અપૂર્વ અવસર શક્તિ નથી કે બાંધી શકે. સદરીને કોઈ સળગાવી નાખે તો એ બળેલી સીંદરી જેમ પડી હોય તેનો માત્ર આકાર હોય. હકીકતમાં તો સીંદરીની રાખ જ હોય. પણ સીંદરીનું સામર્થ્ય ન હોય. તેમ આ અઘાતી કર્મની આકૃતિ છે. એનામાં બંધનનું સામર્થ્ય નથી. આમા તો આખો કેવળજ્ઞાનનો મહિમા સમજાવી દીધો. ‘બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો.’ આ અઘાતી કર્મનું હવે કાંઈ કરવાનું નથી. તેનામાં કોઈ સામર્થ્ય નથી અડવા જઈશ તો પણ રાખ છુટી પડી જવાની છે. સદરીના વળ હોય એમ રાખ વળવાળી હોય. વળદાર સીંદરી બળે તો એની રાખ પણ વળદાર દેખાય. પણ હાથ લગાવે તો અણુ એ અણુ છૂટા પડી જવાના છે. એનામાં કોઈ સામર્થ્ય નથી. બાંધવાની કોઈ તાકાત નથી. જીવમાં જ્યારે મોહનીયનો સંપૂર્ણ નાશ થાય ત્યારે, મોહનીયના અભાવમાં કોઈ કર્મ જીવને બાંધી શકતું નથી. એટલે એ કર્મમાં હવે કોઈપણ પ્રકારનો ઉમેરો પણ થઈ શકે એમ નથી. એટલે આયુષ્ય વધાર્યું વધારી શકાતું નથી. કોઈ ભાઈ સવાર-સાંજ Walk લેવા જતા હતા. કહે કે લાંબુ જીવવું હોય તો ચાલવા જવું પડે. આ વાતમાં આપણે સહમત નથી. તો પછી દુનિયામાં લાંબુ ચાલનારા અને મેરેથોન દોડમાં દોડનારા કોઈ દિવસ મરે જ નહીં. એ આયુષ્ય વધારવાનો કિમિયો નથી. આયુષ્ય કર્મ વધી શકે નહીં. આપણે શરીરની સુખાકારી માટે જે કાંઈ કરીએ તે બરોબર છે પણ એને Longevity of Life સાથે કંઈ સંબંધ નથી. એનાથી જીવન લંબાય નહીં. આવી ભ્રાંતિ ન રાખવી. આ અજ્ઞાન છે. શરીરમાં રોગ હોય ને એને કાબુમાં રાખવા બીજા પ્રયોગ કરીએ એ બરાબર છે. પણ એનાથી આયુષ્યની દોરી લંબાય? ‘દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ?” સમ્રાટ સિકંદરના ફરમાનની અંદર એ કહે છે કે હે જગતના જીવો ! આયુષ્ય જ્યારે પુરું થાય ત્યારે એને લંબાવી શકનાર કોઈ નથી, મહાવીર હોય કે Alexander હોય. બન્ને નો જવાબ એક જ હોય. પણ જો એનામાં સભાનતા હોય તો. અહિંયા કહે છે કે ઘાતકર્મની અસર આત્મા ઉપર છે. અધાતીકર્મની અસર દેહ ઉપર છે. દેહ છતાં દેહાતીત સ્થિતિ છે. અશરીરી ભાવે સ્થિતિ હોવાથી કર્મો થતા હોવા છતાં તે કર્મો અકષાય ભાવે થતા હોવાથી તરત જ ખરી પડે છે. આત્માને ચોંટતા નથી, આને જ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. યથાખ્યાત ૧૪૦ અપૂર્વ અવસર ચારિત્ર-મન-વચન-કાયાનો યોગ છે, દેહ અને દેહની ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને પોતાના વ્યાપાર છે. છતાં, બધું હોવા છતાં- યથાખ્યાત ચારિત્ર આત્માના ગુણને આધારિત એ જીવનો વ્યવહાર હોય છે. દેહ છતાં દેહાતીત દશા. તે યથાખ્યાત ચારિત્ર. શરીર છતાં અશરીરી ભાવે જીવન. કૃપાળુદેવ પત્રાંક-૪૧૧માં કહ્યું છે. અમે મુખ્ય નયના હેતુથી અશરીરીપણે સિદ્ધ છીએ. અને કોઈ તે વખતના મુમુક્ષુએ પ્રશ્ન કર્યો હતો કે, “આ કાળમાં ક્ષાયિક સમકિત ન હોય.’ આ કાળમાં ક્ષાયિક સમકિત હોય કે ન હોય અને તો ભાવદશાએ સિદ્ધ સમાન છીએ. અશરીરીભાવે અમારી સ્થિતિ છે. અને અશરીરીભાવ આ કાળમાં નથી તો અમે નથી એમ કહેવા તુલ્ય થયું. ખ્યાલ આવે છે? આમની દશાનો લક્ષ આપણે કરીએ. આ પુરુષનું ઓળખાણ કરીએ. આ વચનામૃતનો કહેનાર ક્યો પુરુષ છે? આ કઈ વાણી આપણા હાથમાં છે? આ ક્યો બોધ છે? આની પૂર્ણતાની તોલે કોઈ આવી શકે એમ છે? તો પછી હજી ક્યાં રખડવા જાવું છે? બધે સાંભળીએ. સમજીએ. સમજણને અવકાશ આપીએ. પણ શ્રદ્ધા? શ્રદ્ધા હવે આ પુરુષ સિવાય કોઈની ન હોય. વર્તમાનમાં તો નજર નાખતા પણ આની તોલે, આની સાથે, આની સમીપ રહી શકે એવો આત્મા દુર્લભ છે. એવો આત્મયોગ પણ દુર્લભ છે. જ્યારે વચનામૃતથી એ જીવતો જાગતો છે. ચિત્રપટથી એ આપણી સામે હાજરાહજુર છે. ભાઈ! બધા જ પ્રકારના મનના ઉધામા બાજુ પર મૂકી, એનું શરણ સ્વીકારી, કલ્યાણનો માર્ગ લે ને. કલ્યાણ થઈ જશે. માર્ગ ટૂંકો થશે. બીજે માર્ગ લંબાઈ જશે. અને એમાં પણ જો Diversion આવી ગયું હોય તો પાછું રાજમાર્ગ પર આવવું મુશ્કેલ છે એના કરતા રાજમાર્ગ ઉપર છો તો બીજે ફંટાઈશ નહીં. જગત તો ભૂલભૂલામણી છે. આ રાજેશ્વરનો પ્રરૂપિત કરેલો માર્ગ છે. રાજમાર્ગ છે. હવે આ ઘાતી અઘાતી કર્મોની જે સ્થિતિ છે તેમાં ઘાતી કર્મોનો તો નાશ કર્યો પણ અઘાતી ચાર કર્મ કાઢવા હોય તો? તે તો દેહ છે ત્યાં સુધી છે જ. તો કેમ ટાળવા? આપણો પુરુષાર્થ તો ઘાતકર્મોનો નાશ કરવા માટે થવો જોઈએ. અઘાતી કર્મો તો પોતાની મેળે ચાલ્યા જાશે. જ્ઞાની કહે છે દેહને પાડી નાખવાથી દેહથી છૂટાતું નથી. પણ દેહ જેનાથી ઘારણ કરવો પડે એવા કર્મના બંધનને ટાળવાથી ૧૪૧

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99