________________
અપૂર્વ અવસર વચન પ્રત્યે અનુપમ ભક્તિ, શ્રદ્ધા, સમર્પણની. તો જ વાત સમજાશે. જે વાત પંડિતને નહિં સમજાય, તે જગતના નાના એવા જીવને ભદ્રિતા હશે તો સમજાશે. તે ભદ્ર જીવ પામી જશે. આ માર્ગ જુદો છે. હજારો શાસ્ત્રોના પાઠી રખડે છે અને બીજાને રખડાવે છે. અને જેને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને નિશ્ચય છે એવા સાદા સીધા જીવો- જેને ‘મા રૂટ-મા તુષ્ટ.રાગ ન કર-દ્વેષ ન કર. એ બોલતાં પણ નહોતું આવડતું તે કેવળજ્ઞાનને લાભે છે. અને જેણે શાસ્ત્રના શાસ્ત્રની રચના કરી એ હજુ ભટકે છે. કારણ કે વસ્તુની યથાર્થ સમજણ નથી. ભવના બીજનો નાશ. હવે શુદ્ધ આત્મા કર્મ બાંધી શક્તો નથી. જીવો આત્માના છ પદને, એના યથાર્થ સ્વરૂપે, સપ્રમાણ સમજયા નથી એટલે આ બધું અજ્ઞાન ચાલ્યા કરે છે. એટલે કહ્યું છે કે ‘આત્મસિદ્ધિ'નો પાઠ સમજો એમાં પહેલું આત્માનું ‘ક્તપદી સમજો. જેને આત્માનું કર્તાપદ સમજાયું નથી તેને મોક્ષપદ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી. કારણ કે જે છે એનો નકાર કરે છે. ર્તાપદ છે માટે જ ભોક્તા-પદ છે. સિદ્ધપદ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી એની ભજના છે. નિશ્ચયથી છે વ્યવહારથી નથી. પર્યાયમાં સિદ્ધપદ નથી. આ પર્યાય અવસ્થાનો જેને સ્વીકાર નથી એ શુદ્ધ પર્યાય અવસ્થાનો પણ નકાર કરે છે. આવા બધા ભેદ ભાંગા માં આપણે પડવું નહિં. નહિંતર માર્ગ ચૂકી જવાય.
આનંદઘનજી મહારાજે કહ્યું કે મારો ભગવાન કહે એ જ મારે માનવું છે. કારણ કે મારી ભગવાન સર્વજ્ઞ છે. જો હું કૃપાળુદેવને માનતો હોઉં તો એની સર્વજ્ઞતામાં મને વિશ્વાસ હોવો જોઈએ એમણે જે કંઈ લખ્યું છે તે રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત અવસ્થા પ્રાપ્ત કરીને લખ્યું છે. પોતે જ પત્રાંક-૩૯૮માં લખ્યું કે આ આગમ જ છે, જિનઆગમ જ છે. પહેલાં કહેનારમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. કહેનારની દશાનું ભાન હોવું જોઈએ. સાચું ભાન યથાર્થ મુલ્યાંકન. કોણ કહે છે આ શબ્દો? તો કે શ્રીમદ્ રાજચંદ્ર. કઈ દશામાં કહે છે? તો કે જેને આત્મદૃષ્ટિનું અખંડપણું છે, જેને આત્મસમાધિ નિરંતર વર્તે છે, જેને આત્મઅવિચ્છિન્નપણે ઉપયોગ વર્તે છે, જેને અનઅવકાશપણે એવું આત્મધ્યાન વર્તે છે, જેને માત્ર ઉદયકર્મ સિવાય બીજા કોઈ રાગદ્વેષનો પ્રવેશ નથી અને જગતમાં બધાં જ વ્યવહાર કરવા છતાં આત્મા ક્યાંય લપાતો નથી. આત્મા ક્યાંય ભળતો નથી. એવો પુરુષ આ વચનો લખે છે.
૧૩૬
અપૂર્વ અવસર માટે એની શ્રદ્ધા કરીએ. માટે અહીં કહે છે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.
કેવળજ્ઞાન થતાં જગતના બધા જ ભાવો જાણે છે. પોતાની શુદ્ધતાને કારણે જ્ઞાતા અને દૃષ્ટા બનીને. જડ અને ચેતન એ સચરાચર લોકના ભાવને જાણનાર એવું સામર્થ્ય ધરાવનાર કહે છે કે એવા કૃતકૃત્ય થઈ ગયા છે- કૃતકૃત્ય થાય એટલે બસ હવે કાંઈ જોઈતું નથી. જ્ઞાનીએ કહ્યું છે,
‘લેવકો ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર,
બાકી ક્યા ઉબર્યો જ, કારજ નવીનો હૈ.'
સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. લેવાનું કે ત્યાગવાનું કંઈ પણ રહ્યું નર્ટી.
‘સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.'
પૂ. બનારસીદાસજીએ સમયસાર નાટકની અંદર આ અદ્ભુત દશાનું વર્ણન કર્યું છે. કૃપાળુદેવ સોભાગભાઈને આ અદ્ભુત દશાનું વર્ણન લખીને પૂછાવે છે કે તમને આના ઉપરથી અમારી દશા સમજાય છે? જો સમજાય તો અર્થ લખજો.
આ દશામાં બિરાજમાન પુરુષ કૃતકૃત્ય થયા છે. કૃતકૃત્ય થાય છે અને જયારે એ જ્ઞાનીને-ચાર જ્ઞાન હોવા પછી- કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે અનંત લબ્ધિના નિધાન થાય છે. અને એમને લાભનંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય અને વીર્યંતરાય આ બધી લબ્ધિઓ પ્રગટે છે. પણ ભગવાન એ લબ્ધિનો ઉપયોગ પણ કરતા નથી. પણ ભાવલબ્ધિથી જગતના જીવોના કલ્યાણ માટે કરૂણારસથી છલક્તા હોવાના કારણે, એ વીતરાગી કરૂણા ભગવાનની હોવાના કારણ સમવસરણમાં જગતના જીવોને દેશના આપે છે. એ કોઈ પોતાની કામનાથી નહીં પણ કરૂણાથી. કામના અને કરૂણાનો ભેદ સમજવો જોઈએ. કામનાનું પ્રત્યેક સ્વરૂપ રાગ છે અને કરૂણાનું પ્રત્યેક સ્વરૂપ વીતરાગતા છે. આ કરૂણા જો નહીં હોય તો આખા શાસનનો, અરિહંતનો આધાર હટી જાશે. અરિહંતનું અધિષ્ઠાન કરૂણા છે. જેમ કેવળજ્ઞાનનો અંશ સમકિત છે તેમ આ કરૂણાનો અંશ જગત જીવોની અનુકંપા છે. તો અત્યારે હાલતાં-ચાલતાં
૧૩૭