________________
અપૂર્વ અવસર તેનો ભય જીવને મારી નાખે છે. થથરી જાય છે. ભયથી ક્ષોભિત થઈ જાય છે. ભયથી પુરુષાર્થથી ભાગે છે. ઉપસર્ગ તો હજુ ક્યાંય દૂર છે. ભયે મારી નાખે છે. નાનો એવો ભય જીવનમાં કેટલી બધી વિક્ષિપ્તતા ને વિચલિતતા લાવે છે. એને ખબર છે કે થવાનું હોય તે જ થાય છે. છતાં જો એમ કહે કે આઠ દિવસ પછી તોફાન થવાનું છે કે, વાવાઝોડું થાશે અને પ્રલય આવશે તો ઉપસર્ગ તો આવવાનો હશે ત્યારે આવશે, મુંઝવણ આજથી શરૂ થઈ. એ ઉપસર્ગ તો આવે કે ન પણ આવે. એની તો ભજના છે પણ ભય તો આવી ગયો. જ્ઞાની પુરુષ સાધકને માટે એક એક શબ્દ મૂકે છે. અહિંયા કર્મની આગળ “ઘનઘાતી.” શબ્દ મૂક્યો ઘાતી શબ્દ તો બધું સાંભળ્યો છે કૃપાળુદેવે શબ્દ મૂક્યો ‘ઘનઘાતી' : ઘનઘાતી એટલે આકાશમાં રહેલો સૂર્ય ગમે તેટલા વાદળાઓથી આચ્છાદિત હોય તો પણ સૂર્ય છે એવા પ્રકાશનું ભાન થાય એટલો અવકાશ ત્યાં હોય છે. એને ઘન કહેવાય. ઘનઘાતી- ઘન એટલે- સૂર્યવાળા દિવસે પ્રકાશમાં વાદળાથી આચ્છાદિત જે અવસ્થા છે એને ઘન કહેવાય. રાતના અંધકારને ઘન ન કહેવાય. ઘનશ્યામ- ત્યાં શ્યામ એટલે ઘન જેવો શ્યામ. સૂર્ય છે પણ વાદળાને કારણે જે શ્યામવર્ણ છે તે. રાત્રીનો અંધકાર શ્યામ નથી તિમિર છે. અમાવસ્યાની રાત્રીનો અંધકાર તિમિર છે. ઘન સમજવામાં, પાણી ભરેલા ગમે તેટલા વાદળા સૂર્યની આડે છે, એનું આવરણ આવી ગયું હોય તો પણ એ આવરણ ખસી શકે કારણ કે પાછળ સૂર્ય પ્રગટ છે અને એના વિદ્યમાનપણાનું ભાન હોય જ. કૃપાળુદેવ કહે છે અને જૈન દર્શન પણ કહે છે કે આત્મા ગમે તે સ્થિતિમાં હોય પણ એના અમુક અંશ જાગૃત હોય, હોય ને હોય જ. જેથી કરીને અહિંયા પૂર્ણ પ્રકાશિત ચૈતન્ય વિદ્યમાન છે એની જીવને પ્રતીતિ થાય. એટલે કર્મનું આચ્છાદાન એના માટે શબ્દ મુક્યો છે ઘનઘાતી. કેટલો ઉત્કૃષ્ટ શબ્દ છે. આ એક શબ્દની અંદર આ ચારે કર્મોની સ્થિતિ હોવા છતાં આત્માના અસ્તિત્વનું ભાન ક્યારેય મટતું નથી એટલે અમુક પ્રદેશો આત્મના ખુલ્લા જ છે અને એની તારતમ્યતા પ્રમાણે જીવ આત્મવિકાસનો પ્રયાસ કરે છે. નિગોદની અંદર પણ એના આઠ રૂચક પ્રદેશ નિબંધ જ છે અને નિબંધ પ્રદેશોના આધારે જ- એ છે- સૂર્ય છે- એની પ્રતીતિના આધારે જ જીવ ક્રમિક વિકાસ કરતો કરતો પૂર્ણ સૂર્ય રૂપે પ્રકાશિત થાય છે. આ ઘનઘાતી કર્મોનો
૧૩૪
અપૂર્વ અવસર જ્યાં વ્યવચ્છેદ થાય છે, ત્યાં ‘ભવનાં બીજ તણો આત્યાંતિક નાશ જો.’ અને આ ચાર ઘાતી કર્મોનો નાશ થયો એટલે ભવના બીજનો આત્યંતિક નાશ થયો. હવે ભવ બાંધી શકાય એવું કોઈ કર્મ વિદ્યમાન નથી. કારણ કે કર્મને બંધાવા માટે અજ્ઞાન જોઈએ, રાગ અને દ્વેષ જોઈએ.
‘રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મ ની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.’ આ. સિ.-(૧૦૦).
કર્મને બંધાવા માટે અજ્ઞાન અને રાગ-દ્વેષ જોઈએ. પણ હવે જીવના જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થયો છે. મોહનીય કર્મનો ક્ષય થયો છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થયો છે. એટલે જીવમાં અનંત શક્તિ અને સામર્થ્ય હોવા છતાં નવા ભવનું કર્મ બાંધી શકે એવું સામર્થ્ય હવે નથી. આ અનંત સામર્થ્યનો ધણી હવે કર્મ નથી બાંધી શકતો. આત્માની શક્તિ તો અનંત છે. ભગવાન મહાવીર બે મિનિટ પણ પછી આયુષ્ય વધારી શકે નહીં. નિશ્ચય નય ની દૃષ્ટિએ આત્મા હવે કર્મ બાંધી શકે નહિં. સિદ્ધાત્મા કર્મ ન બાંધે. સંસારી આત્મા તો કર્મ બાંધે જ, એટલે કપાળ કહે છે કે જેને આત્માના કર્મના કર્તાપણાનું ભાન નથી તે જગતમાં કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે. સિદ્ધ આત્મા કર્મ ન બાંધી શકે કારણ કે ત્યાં ભવના બીજનો નાશ થયો છે. પણ જ્યાં સુધી સંસારીપણું છે, ઘાતી કર્મની વિદ્યમાનતા છે ત્યાં સુધી એ કર્મ બાંધી શકે. અને ત્યાં સુધી કર્મ બાંધનાર આત્મા સિવાય કોણ છે?
‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવ ધર્મ.’ આ. સિ. -(૭૫).
જરાક વિચાર કરીએ કે જડમાં કર્મ બાંધવાની તાકાત નથી. જો જડ, કર્મ બાંધે તો સિદ્ધ પણ છૂટી ન શકે. વસ્તુની સ્થિતિનું બરાબર ભાન થવું જોઈએ. પરમકૃપાળુદેવે અહિંયા એવો વીતરાગનો માર્ગ મૂક્યો છે, અવિસંવાદ રૂપમાં માર્ગ મૂક્યો છે, નિર્વિરોધપણે મૂક્યો છે, નય-નિશ્ચયની સંધિથી મૂકયો છે. આ જીવને સાચી અને યથાર્થ સમજણનો માર્ગ શ્રીમદ્જીએ કંડાર્યો છે. આ પંડિતાઈનો માર્ગ નથી. તર્ક-કુતર્કનો માર્ગ નથી. વાદ-વિવાદનો માર્ગ નથી. કોઈ જરૂર નથી. આવશ્યક્તા છે સાદી સીધી સમજણની. કેવળ નિષ્કામ ભક્તિભાવની. જ્ઞાનીના
૧૩૫