Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 65
________________ અપૂર્વ અવસર પ્રાગટ્ય થાય છે. હવેની ગાથામાં આ qળીની અવસ્થા કેવા પ્રકારની છે તે ભગવાન કહે છે. ‘ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જયાં, ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’ અપૂર્વ - ૧૫ કેવી સ્થિતિ થાય છે ? બારમાં ગુણસ્થાનકના અંતમાં પહોંચીને પૂર્ણ વીતરાગ સ્વરૂપ થાય છે. રાગનો એક અણુમાત્ર પણ સદ્ભાવ જેના આત્માને વિષે નથી એવા પોતાના આત્માને કેવો શુદ્ધ બનાવે છે. અને અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવનું અનન્ય ચિંતન. Contemplation With Meditation, એવું આત્માના બ્રહ્મરસનું ધ્યાન, અખંડતાથી, એકાગ્રતાથી કરીને પોતાના કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રગટાવે છે. મોહનો નાશ થાય છે અને સ્થિતિ એવી આવે છે કે ચારે ઘનઘાતી કર્મ છે તેનો વ્યવચ્છેદ એટલે કે વિનાશ થાય છે. કર્મો અનંત પ્રકારના છે. પરંતુ જિનેશ્વર ભગવાને આ કર્મોનાં મુખ્ય આઠ વર્ગ પાડ્યા છે. આઠ કર્મો મુખ્ય છે તેમાં બધા જ કર્મોનો સમાવેશ થઈ જાય છે. જગતના જીવો અનંત પ્રકારના કર્મોને કેવી રીતે યાદ રાખશે? એટલા માટે જ્ઞાની પુરુષોએ એના મુખ્ય આઠ ભેદ કહ્યા છે એમાં પાછાં બે પ્રકાર પાડ્યા છે- ઘાતી અને અપાતી. ઘાતી કર્મ એ કર્મનો એવો પ્રકાર છે કે જે આત્માના ગુણને રોકે. અઘાતી કર્મ એવા છે કે જેને આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્માના જ્ઞાન સામર્થ્યનો નાશ કરવાની તાકાત એ કર્મોમાં નથી. પણ તે કર્મો બહુધા દેહ સાથે સંકલિત છે. આપણે તો આત્માની શક્તિને રોકનાર ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરવાનો છે. ઘાતકર્મ આપણને મુશ્કેલી કરે છે. અઘાતી કર્મની ચિંતા તો દેહ છે, ત્યાં સુધી છે. દેહ ગયાં પછી અઘાતી કર્મનું અસ્તિત્વ રહી શક્યું નથી. તો આઠ પ્રકારનાં કર્મોના બે ભાગ પાડ્યાં. ચાર ધાતી, ચાર અધાતી. ચાર ઘાતી કર્મ: ૧, જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩.મોહનીય ૪. અંતરાય. આત્માના જ્ઞાન અને દર્શનગુણને આવરે તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. અંતરાય કર્મ આત્માના જ્ઞાન ગુણને ૧૨૮ અપૂર્વ અવસર આવરતું નથી. પણ આત્માની જે અનંત શક્તિ છે એ શક્તિને અંતરાય કર્મ રોકે છે. એ આત્માનો પ્રયોગ થવામાં, પુરુષાર્થ ઉપડવામાં એનું વીર્ય ઉલ્લસતું નથી, એ અંતરાય કર્મ, આત્મામાં જે અનંત વીર્ય છે-કર્મોના પહાડનાં પણ ભુકકા બોલાવી દે એવું સામર્થ્ય જે છે – સ્વયંભૂરમણ સમુદ્રને પણ તરવાનું સામર્થ્ય જે આત્મામાં છે- એ દુનિયામાં મોટામાં મોટો અને તરવામાં દુષ્કર એવા મોહ સમુદ્ર કરતાં પણ આત્માના જ્ઞાન ગુણની શક્તિ અનંત છે. તે જ્ઞાન સમુદ્ર મહાન છે. આત્માની શક્તિ અનંત છે.આ ચૈતન્યની જે પ્રભુ સત્તા છે એ ગુણને અંતરાય કર્મ રોકે છે. એ ગુણનું રોધન કરે છે. બધાં જ કર્મો આત્માને આવરણ નથી કરતાં. બે કર્મ આવરણ કરે છે. અને ત્રીજું અંતરાય કર્મ આત્માની અનંત શક્તિનું રોધન કરે છે. અટકાવે છે. અવરોધ કરે છે. એમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે. જેથી આત્માનું વીર્ય ઉલ્લસતું નથી. અને મોહનીય કર્મ આત્માના ગુણને મૂર્ષિત કરે છે. વિકળ કરે છે. આત્માને મૂંઝવે તે મોહનીય. વિકળ કરે એટલે વિપર્યય. કોઈ વાતને સાચી ન સમજવા દે. ઊલટું જ સમજે. વિપર્યય એટલે હોય એના કરતા ઊલટું સમજવું તે. પદાર્થની જે યથાર્થ સ્થિતિ હોય એના કરતાં ઊલટું સમજવું. એટલે ભ્રમ, ભ્રાંતિ, ભ્રાંતિયુક્ત અવસ્થા. જ્ઞાનીઓ એને ભ્રાંતિ કહે છે. દોરડામાં સર્પની ભ્રાંતિ. આ મોહનીય છે. ભ્રાંતિ કરે છે. જેમ આંખમાં કમળો હોય તો દૂધ જેવો સફેદ શંખ પણ પીળો લાગે છે તેમ ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેની આંખમાં પીળાશ છે એને જગત કેવું લાગે? રંગવાળું લાગે. તો આ ચાર ઘાતકર્મમાં બે કર્મો આત્માના ગુણને આવરણ કરે છે. એક કર્મ આત્માની શક્તિને રોકે છે અને એક કર્મ આત્માને મૂર્ષિત કરે છે, એને મૂંઝવણમાં નાખે છે અને વિકળ કરે છે. આ મોહનીય કર્મ આત્માના વિવેકગુણનો નાશ કરે છે. સત્-અસતુ, જડ-ચેતન, નિત્ય-અનિત્ય, શાશ્વત-ક્ષણભંગુર, શ્રેય-પ્રેય, હિત-અહિત આ પ્રકારની જે કંદ્રાત્મક સ્થિતિ છે એ સ્થિતિમાં સાચો નિર્ણય લેવા માટે થઈને જે વિવેકની જાગૃતિ જોઈએ એ વિવેક ને વિકળ કરનાર જો કોઈ કર્મ તત્ત્વ હોય તો તે મોહનીય છે. જીવને ભાન ન થવા દે કે મારું પોતાનું હિત શું છે? આને કહેવાય છે મોહનીય. આ ચારે કર્મોની સ્થિતિ- આપણે જ્હીએ કે આવરણ કરે છે. પણ શબ્દ આવરણ બે ૧૨૯

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99