________________
અપૂર્વ અવસર
સ્વાધ્યાય - ૬ સયોગી કેવળી અને અયોગી કેવળી - (ગાથા - ૧૫,૧૬,૧૭)
જીવન જ્યારે સંકલ્પથી જોડાય છે- મોક્ષ પ્રાપ્તિના સંકલ્પથી- ત્યારે મનવચન-કાયાના પ્રત્યેક યોગની ક્રિયા એ એક યોગ બની જાય છે. તેને આત્માનું અનુસંધાન થાય છે. અત્યાર સુધી થતી બધી ક્રિયા-સાંસારિક કે પારમાર્થિક –માત્ર બાહ્ય ક્રિયા જ થતી હતી. એને આત્માનું અનુસંધાન ક્યારેય નહોતું. કારણ કે એણે આત્મા સંબંધી વિચાર જ ક્યારેય નહોતો કર્યો. આત્મા સંબંધીની કોઈ વસ્તુ જેના ખ્યાલમાં ક્યારેય છે જ નહીં, જેની વિચારણામાં, જેના ચિંતનમાં આત્મસ્વરૂપનું ભાન, પોતાના અસ્તિત્વ સંબંધીનો બોધ જ નથી એ જીવ ગમે તેટલી ક્રિયાના સ્વરૂપને પલટાવે પણ તે યોગ ન બની શકે. હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ એટલા માટે કહે છે કે, ‘યોગ તો એને કહેવાય કે જે આત્માને મોક્ષ સાથે જોડે તે ક્રિયા.” પછી તે ક્રિયાનો પ્રકાર ગમે તે હોય. અનેક પ્રકારે ક્રિયાઓ શારકારે અને જ્ઞાનીઓ એ કીધેલી છે. માટે ક્રિયાના મતભેદમાં ન પડવું. આચારના મતભેદમાં ન પડવું. દ્રવ્ય અને લિંગના ભેદ કાળને આધિન છે. એ કોઈ ત્રિકાલાબાધિત સિદ્ધાંત નથી. પણ એ ત્રિકાલાબાધિત નથી માટે જરૂરનું નથી એમ પણ નથી. એનું સ્વરૂપ પલટાય પણ એની આવશ્યકતા તો ખરી જ. યોગ વિના એ પરમપદની પ્રાપ્તિ ન થાય.
જેને આત્માના વિચારની ઝુરણા થઈ છે, જેને પોતાના આત્માને જાણવાની જિજ્ઞાસા જાગી છે અને આવી આત્મજિજ્ઞાસા થયા પછી જે જીવ સત્પુરુષના બોધનું ગ્રહણ કરે છે તે જીવ સમ્યદર્શનને પાત્ર થાય છે. આપણે સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું છે તો
આત્મવિકાસના ક્રમમાં પહેલી ભૂમિકા સમક્તિપણું, બીજી ભૂભિકા નિગ્રંથપણું, ત્રીજી ભૂમિકા કેવળીપણું અને ચોથી ભૂમિકા સિદ્ધપણું. મુમુક્ષુપણું આવ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. અને પરમકૃપાળુદેવે આ જે ક્રમ છે એ ક્રમને ‘અપૂર્વ અવસર’માં ગાયો છે. જો કે એનો પ્રારંભ જીવ સમ્યકદર્શનની ભૂમિકામાં આવ્યથી થાય છે. પણ કપાળુદેવે માત્ર ‘અપૂર્વ અવસર’ જ ગાયો નથી ‘આત્મસિદ્ધિ’ પણ ગાઈ છે. અને એમાં જીવ પહેલાં ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે કેમ આવે? સમકિતિ કેમ થાય? તે સમજાવ્યું છે. પોતાના
૧૨૬
અપૂર્વ અવસર આત્મતત્ત્વને જાણે અને તેને પ્રતીત કરે- એ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં કહ્યું છે. અને જો આવી આત્મતત્ત્વની પ્રતીતિ આવી તો હવે આગળ સાધનાનો ક્યો માર્ગ છે? ફક્ત આત્મા જાણવાથી મોક્ષ નહીં થાય. તો એના પછીનો માર્ગ છેનિગ્રંથપદની સાધના. ગુણારોહણ શ્રેણી.
જૈન દર્શનમાં આ ચૌદ ગુણસ્થાનક, આત્માના અસ્તિત્વના બોધથી આત્માના સિદ્ધત્વ સુધી, આત્મવિકાસની જે શ્રેણી છે, તે શ્રેણીનાં આ સોપાન છે. એના સોપાનનાં સંદર્ભમાં આજે આપણે છઠ્ઠા સ્વાધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ સાધક ક્ષપકશ્રેણીના આરોહણ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ક્ષીણમોહ ગુણસ્થાનકે પહોંચી, પોતાના આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ‘પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.’ એવી દશાની એ પ્રાપ્તિ કરે છે.
હવે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીની બે અવસ્થા જૈનદર્શને કીધી છે. (૧) સયોગી કેવળી (૨) અયોગી કેવળી. બન્ને કેવળી છે. સિદ્ધ જુદા છે.
આપણને આ સૂકમ ભેદની ખબર નથી. એટલે આપણે ઘણું MIX કરી નાખીએ છીએ, અયોગી કેવળી એ હજુ કેવળી છે. દેહધારી છે. કેવળીની બે અવસ્થા- સયોગી કેવળી અને અયોગી કેવળી પછી સિદ્ધપદની અવસ્થા આવશે. કૃપાળુદેવ આ સયોગી કેવળી અને અયોગી કેવળીની અવસ્થા કેવી હોય છેએનાં કર્મોની સ્થિતિ કેવી હોય છે? દેહ હોવા છતાં- આ કર્મોની સ્થિતિ કેવી? કર્મોનું સ્વરૂપ શું? એ ગાથા- ૧૫-૧૬-૧૭માં સમજાવે છે.
ગાથા ૧૩ની અંદર ચારિત્રમોહનો પરાજય કરીને જીવ અપુર્વકરણમાં પ્રવેશ કરે છે અને મોહનીયના નારા સાથ ક્ષપકશ્રેણીનું આરોહણ કરે છે. અતિશય શુદ્ધ આત્મ સ્વભાવનું ચિંતન કરીને, કેવળ શુદ્ધ આત્મધર્મની પરિણામ ધારા વહાવીને, સમયે સમયે અનંતી ગુણશ્રેણીની નિર્જરામાં પ્રવેશ કરી, વિચાર અને ચિંતનની, તીક્ષ્ણ પરિણતિ અને બ્રહ્મરસની સ્થિરતાથી મોહ રૂપી સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરે છે. ક્ષીણ મોહ ગુણસ્થાનકમાં સ્થિતિ કરે છે કે જ્યાં આત્માના એકરસ જ્ઞાન અને ધ્યાનની ધારા વહી રહી છે અને એ સમયમાં પોતાને પૂર્ણ રાગદ્વેષ રહિતપણું પ્રગટ થતાં એ નિજાત્માના કેવળજ્ઞાનનાં સ્વરૂપનાં નિધાનનું
૧૨૭