________________
અપૂર્વ અવસર કેવળાશન પ્રાપ્ત થાય તો દેહ છતાં નિર્વાણ પ્રાપ્ત થાય.
બાકી બીજા બધાં તો કહે કે મુઆ વિના સ્વર્ગે ન જવાય. જો સ્વર્ગે જવું હોય તો મરવું પડે. જૈન દર્શન કહે છે મુઆ વિના મોક્ષે જવાય. હથેળીમાં મોક્ષ એનું નામ જૈન દર્શન. જીવતો જાગતો મોક્ષ. પોતે જ પોતાની નજર સામે પોતાનો મોક્ષ જુએ. પોતે જ પોતાની દેહ રહિત અવસ્થા જુએ. એ જ્ઞાનની પરિપૂર્ણતા છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આવા જ્ઞાનીનું મહત્ત્વ ગાતાં કહ્યું છે.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.
આ.સિ. - (૧૪ર)
સંપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
અપૂર્વ અવસર કહીએ છીએ. કે આ ચેતન છે. જે દેખે છે અને જાણે છે. તો એવો ચૈતન્યઘન આત્મા છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ.સિ.-(૧૧૭)
આ આત્મસ્વરૂપને બરાબર ઓળખીએ. એ જયારે પોતાના સ્વરૂપમાં લીન થાય. આવું કેવળજ્ઞાન- એનું કૃપાળદેવે બીજું લક્ષણ કીધું છે. દેહ છતાં નિર્વાણ. નિર્વાણનો અર્થ- વાણ એટલે શરીર. જેમ નિર્મોહ એટલે જેનામાંથી મોહ ગયો છે તે નિર્મોહ, રાગ જેમાંથી ગયો છે તે નિરાગી એમ જેને ફરીથી દેહનું ધારણ કરવાપણું નથી તેને કહે છે- નિર્વાણ. જેનામાં હવે શરીરનું ધારણ કરવાપણું નથી. એવી જેની સ્થિતિ નથી કે ફરીથી શરીર ધારણ કરે- એવી આત્માની અવસ્થા. ચરમશરીરી અવસ્થાને જૈન દર્શનમાં નિર્વાણ કહેવામાં આવે છે. અને કેવળજ્ઞાન જ્યારે થાય ત્યારે જીવ દેહ છતાં નિર્વાણ અવસ્થાને પામે છે. એટલે કે કેવળજ્ઞાન થયા પછી ગમે તેટલાં વર્ષ સુધી એ જીવનું આયુષ્ય હોય, નામકર્મ હોય, ગોત્રકર્મ હોય, વેદનીયકર્મ હોય તો પણ જેનાથી દેહ બંધાય- દેહનું ધારણ કરવાપણું થાય એવું કર્મ તે જીવ બાંધતો નથી.
મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૩૦ વર્ષનું આયુષ્યકર્મ બાકી હતું. પણ ઋષભદેવ સ્વામીને તો એક લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય કેવળજ્ઞાન થયા પછી બાકી હતું. કેવળજ્ઞાન થયા પછી એક લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. કેવળી અવસ્થાની અંદર આ ભગવાને આ અવસર્પિણી કાળની અંદર ધર્મની જયોત જગાવી. અને સંપૂર્ણ લોકની અંદર અહંતના ધર્મને જાગૃત ર્યો. કૃષિ, મસિ અને અસિનું જ્ઞાન જગતને આપ્યું અને ધર્મ સંસ્કૃતિના બાંધા બાંધ્યા. ચાર આશ્રમ, ચાર પુરૂષાર્થ પ્રમાણે ભરત મહારાજાએ ભગવાનની દેશના પ્રમાણે આખા શાસનની રચના કરી. યુગલિયાઓનું શાસન સમાપ્ત થયું. અને ફરીથી આ કાળના જીવોને અનુરૂપ શાસન આવ્યું. એટલે ખેતી, ઉદ્યોગ, લેખન, વાંચન- જીવનની આખી પરિપાટી બદલાઈ ગઈ. આ બધું લાવનાર ઋષભદેવ મહારાજા એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળજ્ઞાન પર્યાયમાં રહ્યા અને છતાં પણ એમને દેહનું ધારણ કરવાપણું થાય એવું એકે કર્મ બંધાયું નહીં. તો આ કેવળજ્ઞાનનું બીજું લક્ષણ છે કે એક વખત